SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ઉક્ત ભાવની પરિપુષ્ટિ રૂપ સમયસાર કળશ (૮) સંગીત કરે છે - मालिनी अनवरतमनंतै बध्यते सापराधः, स्पृशति निरपराधो बंधनं जातु नैव । नियतमयमशुद्धं स्वं भजन सापराधो, भवति निरपराधः साधु शुद्धात्मसेवी ॥१८७॥ અનવરત અનંતે બંધને સાપરાધ, ન કદી નિરપરાધી સ્પર્શતો બંધ બાધ; નિયત જ અપરાધી સ્વં ભજંતો અશુદ્ધ, નિયત નિરપરાધી સેવતો આત્મ શુદ્ધ. ૧૮૭ અમૃત પદ - ૧૮૭ “વીતરાગ જય પામ' - એ રાગ અપરાધી જ બંધાય જગતમાં, અપરાધી જ બંધાય... જગતમાં અપરાધી જ બંધાય. ૧ સાપરાધી તે અનંત બંધને, નિરંતર જ બંધાય, નિરપરાધી તે તો બંધનને, સ્પર્શે ના જ કદાય... જગતમાં અપરાધી જ બંધાય. ૨ રાધ સાધ્ય સાધિત આરાધિત, એક અર્થ જ છે એહ, અપગત જેનો રાધ થયો આ, જન અપરાધી તેહ... જગતમાં અપરાધી જ બંધાય. ૩ તે અપરાધ જ અપગત જેનો, અહિ તે નિરપરાધ, સતત સાધ્યલક્ષી તે સાધુ, સાધક સાચો સાધ... જગતમાં અપરાધી જ બંધાય. ૪ શુદ્ધ આત્મસિદ્ધિનો જેને, લક્ષ્ય નહિ એ સાર, સાપરાધી તે અનારાધકો, નિશ્ચયથી અવધાર... જગતમાં અપરાધી જ બંધાય. ૫ શુદ્ધ આત્મસિદ્ધિનો જેને, લક્ષ્ય સતત એ સાર, નિરપરાધી તેને આરાધક, નિશ્ચયથી અવધાર... જગતમાં અપરાધી જ બંધાય. ૬ પરદ્રવ્ય પરિગ્રહણ કરતો, આત્મ અશુદ્ધ ભર્જત, સાપરાધી અનરાધક તે, બંધાય બંધને અનંત... જગતમાં અપરાધી જ બંધાય. ૭ પરદ્રવ્ય પરિહરણ કરતો, આત્મ શુદ્ધ સેવંત, નિરપરાધી આરાધક તે તો, કદી ય ન જ બંધંત... જગતમાં અપરાધી જ બંધાય. ૮ નિરપરાધી એવો આરાધક, સાચો સાધુ તે સંત, શુદ્ધોપયોગે રમણ કરતો, સાચો શ્રમણ હવંત... જગતમાં અપરાધી જ બંધાય. ૯ શુદ્ધ આત્મસેવી વર્તતો, આરાધનાથી આમ, ભગવાન અમૃત અનુભવ પામે, મુનિ તે આત્મારામ.. જગતમાં અપરાધી જ બંધાય. ૧૦ અર્થ - સાપરાધ અનવરતપણે અનંત બંધોથી બંધાય છે, નિરપરાધી કદી પણ બંધનને સ્પર્શતો નથી જ, નિયતપણે આ અશુદ્ધ એવા સ્વને ભજતો સાપરાધ હોય છે, સાધુ-સમ્યક્ષણે શુદ્ધાત્મસેવી નિરપરાધ હોય છે. ૧૮૭ ૫૪૪
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy