SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો સમયસાર કળશ (૪) સંગીત કરે છે - इंद्रवज्रा एकश्चितश्चिन्मय एव भावो, भावाः परे ये किल ते परेषां । ग्राह्यस्ततश्चिन्मय एव भावो, भावाः परे सर्वत एव हेयाः ॥१८४॥ છે ચિત તણો ચિન્મય એક ભાવ, ભાવો પર તે પરના જ ભાવ; છે ચિન્મયો ભાવ જ તેથી ગ્રાહ્ય, ભાવો પર હેય જ સર્વતઃ હોય. ૧૮૪ અર્થ - ચિતુનો એક ચિન્મય જ ભાવ છે, જે પર ભાવો ખરેખર ! પરોના છે, તેથી ચિન્મય જ ભાવ ગ્રાહ્ય છે, પર ભાવો સર્વતઃ જ હેય (ત્યજવા યોગ્ય) છે. ૧૮૪ અમૃત પદ - ૧૮૪ ચિન્મય ભાવ જ ગ્રાહ્ય એક છે, પરભાવ હેય જ છે.. (૨) ચિન્મય એક જ ભાવ ચિત્નો, ચિન્મય એક જ ભાવ, ભાવો પરા જે તેહ ખરેખર ! પરો તણા છે ભાવ... ચિન્મય એક જ ભાવ. ૧ ગ્રાહ્ય જ તેથી ચિન્મય ભાવ જ, પરભાવો હેય છેક, ભગવાન અમૃત કળશ ભાગો, એવો પરમ વિવેક... ચિન્મય એક જ ભાવ. ૨ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય દ્રવ્ય હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. * ભાવ - શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૯ ચિતનો ચિન્મય જ એક ભાવ છે, પર ભાવો પરના છે, એમ સ્વ - પર ભાવનો વિવેક કરાવતી નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકારૂપ આ કળશ છે, તેનો ભાવાર્થ - પશ્ચચન્મય ઇવ ભાવઃ - ચિત્નો એક ચિન્મય જ ભાવ છે અને પર - બીજા ભાવો છે તે ખરેખર ! પરોના છે - માવા: પરે રે છિન તે રેષાં, તેથી કરીને ચિન્મય જ ભાવ ગ્રાહ્ય - ગ્રહવા યોગ્ય છે - ગ્રાહ્ય તત fશ્ચન્મય જીવ માવો, પર ભાવો સર્વતઃ જ - સર્વથા જ સર્વ પ્રકારે જ હેય છે - ત્યજવા યોગ્ય છે - भावाः परे संर्वत एव हेयाः ।। ' અર્થાતુ અત્રે ટૂંકી ટચ ને ચોખ્ખી ચટ નિશ્ચય સિદ્ધાંત વાર્તા અપૂર્વ આત્મવિનિશ્ચયથી અમૃતચંદ્રજીએ પ્રકાશી છે - ચિતુનો એક ચિન્મય જ ભાવે છે - ચિનુ સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવો સર્વ પ્રદેશ ચિત ચિતું ને ચિતથી જ નિર્માણ થયેલો એક - અદ્વિતીય - અદ્વૈત ભાવ છે અને જે પર ભાવો ખરેખર નિશ્ચયે કરીને પ્રગટપણે પરોના છે, ચિન્મય ભાવથી પર - બીજા ભાવો જે છે તે પરોના - બીજાઓના છે આ અષ્ટ હકીકત છે. આ પરથી શું ફલિત થાય છે ? તેથી ચિન્મય ભાવ જ ગ્રાહ્ય - ગ્રહણ કરવો યોગ્ય છે અને પરભાવો સર્વથા જ હેય - ત્યજવા યોગ્ય છે. અર્થાત્ એક ચિન્મય ભાવ જ ગ્રહણ કરવો યોગ્ય છે અને બાકી બીજા બધા ભાવો સર્વદા સર્વથા સર્વત્ર ૫૩૦
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy