SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ - સમયસાર : આત્મખ્યાતિ વિરતિ વિરક્તિ પામે છે - બંધોથી વિરામ પામે છે અટકે છે, તેજ સકલ કર્મ મોક્ષ કરે - કર્મથી મોક્ષ – છૂટકારો કરે. આ પરથી આત્મા અને બંધના ‘દ્વિધાકરણનું' - બે ભાગમાં વિભજીકરણનું મોક્ષહેતુપણું નિયમાય છે નિયમરૂપ કરાય છે. અર્થાત્ આત્માના શુદ્ધ સ્વભાવને અને બંધોના સ્વભાવને જાણ્યા માત્રથી મોક્ષ નથી, પણ તે જ્ઞાનને આચરણમાં - ચારિત્રમાં મૂકી તે બંધોથી વિરામ પામ્યાથી મોક્ષ છે. આ ઉપરથી આત્મા અને બંધના દ્વિધાકરણનું - બે ભાગમાં ભેદકરણનું જ મોક્ષહેતુપણું છે એમ ત્રણે કાળમાં ન ફરે એવો દૃઢ નિશ્ચયરૂપ ચોક્કસ નિયમ સ્થપાય છે. ‘‘રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.'' ‘“આત્મા સત્ ચૈતન્ય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, તે મોક્ષ પંથ તે રીત.'' નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર શુદ્ધ નિશ્ચયથી જોઈએ તો આત્માનો મૂળ સહજ સ્વભાવ કોઈ પણ પ્રકારના વિકારથી રહિત એવો ‘નિર્વિકાર’ ‘ચૈતન્ય ચમત્કાર માત્ર' છે, અર્થાત્ કેવલ શુદ્ધ ચૈતન્યના ‘ચમત્કાર' અદ્ભુત પરમ આશ્ચર્યકારક ચમકારા સિવાય બીજું કાંઈ પણ જ્યાં નથી એવો પરમાશ્ચર્યકારક ચૈતન્યમય છે. પણ અશુદ્ધ નિશ્ચયથી જોઈએ તો તે ચૈતન્ય સ્વભાવ વિકાર ભાવને વિકૃત ચેતન ભાવરૂપ વિભાવ ભાવને પામે છે, અને તે વિભાવરૂપ વિકાર ભાવ ઉપજાવનારા બંધો છે. આ બંધ બે પ્રકારના છે દ્રવ્યબંધ અને ભાવબંધ, દ્રવ્યબંધ પુદ્ગલ કર્મમય છે અને તે તો પરદ્રવ્યરૂપ હોઈ આત્માથી પ્રગટ ભિન્ન જ છે; અને જે ભાવબંધ છે તે વિકૃત ચેતન ભાવરૂપ - વિભાવરૂપ છે, તે પણ આત્માના મૂળ શુદ્ધ સ્વભાવભૂત ન હોઈ આત્માથી પરમાર્થથી ભિન્ન છે. આમ નિર્વિકાર શુદ્ધ ‘ચૈતન્યચમત્કાર માત્ર' આત્મ સ્વભાવને અને તેના વિકારકારક એવા બંધના સ્વભાવને જે જાણે અને જાણીને જે બંધથી વિરક્ત થઈ વિરામ પામે છે, અર્થાત્ રાગાદિ વિભાવ ભાવને ભજતો નથી, તે જ સર્વકર્મથી છૂટવા રૂપ મોક્ષને પામે છે. આ ઉપરથી આત્મા તો નિર્વિકાર છે એમ માત્ર નિશ્ચયમુખ વાતો પોકાર્યાથી મોક્ષ નથી, પણ પરભાવ - વિભાવ મલિનતાથી રહિત શુદ્ધ સ્વાચરણરૂપ - આત્માનુચરણરૂપ શુદ્ધ ચારિત્રથી આત્માને તથારૂપ નિર્વિકાર કર્યાથી મોક્ષ છે, આત્મા અને બંધનું દ્વિધાકરણ - ભેદકરણ - પૃથક્ પૃથક્ કરણ કર્યાથી જ મોક્ષ છે, એમ ટૂંકોત્કીર્ણ અમૃત શબ્દબ્રહ્મમાં પરબ્રહ્મ સ્વરૂપ અમૃતચંદ્રજીએ ત્રિકાલાબાધિત અખંડ નિશ્ચય સિદ્ધાંત વજ્રલેપ દઢપણે સ્થાપિત કર્યો છે. - આત્મ સ્વભાવ તત્ વિકાર વિકારક શુદ્ધ આત્મ જ્યોતિ બંધ સ્વભાવ - - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૦૦-૧૦૧ આકૃતિ જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર ‘રાજ' જ્યોતિ મહાભાષ્ય (ડૉ. ભગવાનદાસ કૃત) ૫૦૬ . સર્વ - -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy