SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ એમ કર્મબંધનોના પ્રદેશ-સ્થિતિ-પ્રકૃતિને તેમ અનુભાગને (રસને) જાણતો પણ નથી મૂકાતો અને તે જ જે શુદ્ધ હોય તો મૂકાય છે. ૨૯૦ ___ आत्मख्याति टीका यथा नाम कश्चित्पुरुषो बंधनके चिरकालप्रतिबद्धः । तीव्रमंदस्वभावं कालं च विजानाति तस्य ॥२८॥ यदि नापि करोति छेदं न मुच्यते तेन बंधनवशः सन् । कालेन तु बहुकेनापि न स नरः प्राप्नोति विमोक्षं ॥२८९॥ इति कर्मबंधनानां प्रदेशस्थितिप्रकृतिमेवमनुभागं । जाननपि न मुच्यते मुच्यते स चैव यदि शुद्धः ॥२९०॥ आत्मबंधयोढ़िधाकरणं मोक्षः, बंधस्वरूपज्ञानमात्रं तद्धेतुरित्येके तदसत्, न कर्मबद्धस्य बंधस्वरूपज्ञानमात्रं मोक्षहेतुरहेतुत्वात्, निगडादिबद्धस्य बंधस्वरूपज्ञानमात्रवत् । एतेन कर्मबंधप्रपंचरचनापरिज्ञानमात्रसंतुष्टा उत्थाप्यते ॥२८८।।२८९।।२९०।। આત્મખ્યાતિ ટીકા આત્મા અને બંધનું દ્વિધાકરણ (બે ભાગ કરવું) તે મોક્ષ. બંધ સ્વરૂપનું જ્ઞાનમાત્ર તેનો હેતુ છે એમ કોઈ એક કહે છે તે અસતુ છે, કર્મબદ્ધનું બંધસ્વરૂપ જ્ઞાનમાત્ર મોક્ષહેતુ નથી, અહેતુપણાને લીધે - નિગડાદિથી (બેડી વગેરેથી) બદ્ધના બંધસ્વરૂપના જ્ઞાનમાત્રની જેમ. આ પરથી કર્મબંધ પ્રપંચ રચનાના પરિજ્ઞાન માત્રથી સંતુષ્ટો ઉત્થાપાય છે. ૨૮૮, ૨૮૯, ૨૯૦ અમૃત જ્યોતિ' ભાષ્ય મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૨૩ બંધના સ્વરૂપને જાણ્યા માત્રથી મોક્ષ થતો નથી, પણ જો બંધ છેદી શુદ્ધ થાય તો મોક્ષ થાય છે, એ અત્રે શાસ્ત્રકર્તા ભગવાન પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ બંધનબદ્ધ પુરુષના સીધા સાદા સચોટ દૃષ્ટાંતથી પરમ હૃદયંગમ રીતે પ્રતિપાદન કર્યું છે, જેમ કોઈ પુરુષ બંધનકમાં ચિરકાલથી - લાંબા વખતથી બંધાયેલો છે, તેના - તે બંધનના “તીવ્ર' - આકરા “મંદ' - શિથિલ – ઢીલા સ્વભાવને અને કાળને જાણે છે, જો તે છેદ ન જ કરે, તો “બંધનવશ” - બંધનાધીન સતો તે નર - પુરુષ નથી મૂકાતો અને બહુકાળે પણ વિમોક્ષ - છૂટકારો નથી પામતો. એવા પ્રકારે કર્મબંધનોના પ્રદેશ-સ્થિતિ-પ્રકૃતિને તેમજ “અનુભાગને' - અનુભવ રસને જાણંતો છતો નથી મૂકાતો અને તે જ જો શુદ્ધ હોય તો મૂકાય છે. આવા ભાવની આ ગાથાઓના ભાવનું તત્ત્વ - તલસ્પર્શી ઉદ્દઘાટન કરતાં “આત્મખ્યાતિ” સૂત્રકર્તા ભગવાન પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ થોડા પણ પરમ પરમાર્થ ગંભીર શબ્દોમાં તેનું નિખુષ યુક્તિથી તત્ત્વ સર્વસ્વસમર્પક અપૂર્વ વ્યાખ્યાન કર્યું છે. તેનો આશયાર્થ આ પ્રકારે – માત્મવંધયો ર્કિંધાર મોક્ષ: “આત્મા અને બંધનું દ્વિધાકરણ તે મોક્ષ', આત્મા અને બંધનું ૪૯૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy