________________
સમયસાર : આત્મખ્યાતિ
॥ અથ મૌક્ષધિરઃ |||| સમયસાર વ્યાખ્યા આત્મખ્યાતિ’માં મોક્ષ પ્રરૂપક
અષ્ટમ અંક
અથ મોક્ષ: પ્રવિશતિ - હવે મોક્ષ પ્રવેશે છે -
મોક્ષ પમાડી કૃતકૃત્ય જ્ઞાન વિજય પામે છે એવા ભાવનો આ મંગલ સમયસાર કળશ (૧) અમૃતચંદ્રજી લલકારે છે -
शिखरिणी
द्विधाकृत्य प्रज्ञाकक्रचदलनाद्वंधपुरुषौ, नयन्साक्षात्मोक्षं पुरुषमुपलं भैकनियतं । इदानीमुन्मज्ञ्जत् सहजपरमानंदसरसं,
परं पूर्णं ज्ञानं कृतसकलकृत्यं विजयते ॥ १८०॥
કરી દ્વિધા પ્રજ્ઞા - કરવત વડે બંધ જીવને, શિવે લેતું સાક્ષાત્ નર નિયત આત્માનુભવને; હવે ઉષ્મજંતું સહજ પરમાનંદ સરસું, પરં પૂર્ણ જ્ઞાનં કરી સકલ નૃત્યો વિજયતું. ૧૮૦ અમૃત પદ - (૧૮૦)
વીતરાગ જય પામ' એ રાગ (કલ્યાણ રાગ)
જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ ! જયવંતું કૃતકૃત્ય !
-
કૃતકૃત્ય પ્રજ્ઞા-કરવતે બંધ-પુરુષને, દ્વિધા કરી જે જ્ઞાન,
સાક્ષાત્ મોક્ષે લઈ જતું આ, પુરુષ અનુભવ ધામ... જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ. ૨
સરસ સહજ પરમાનંદે જે, હમણાં ઉન્મજ્યંત,
કૃત્ય સકલ કરી લીધું એવું, પરમ પૂર્ણ જયંત... જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ. ૩ કૃતકૃત્ય એવું પરમ પૂર્ણ આ, સૂત્રધાર આ જ્ઞાન,
‘આત્મખ્યાતિ’ સૂત્રકારે ગાયું, અમૃતચંદ્ર ભગવાન... જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ. ૪ બંધ-પુરુષને ભિન્ન કરતું, સૂત્રધાર શું જ્ઞાન,
સાક્ષાત્ મોક્ષ સહજાત્મ સ્વરૂપી, અનુભવ અમૃત પાન... જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ. ૫ અર્થ . - પ્રજ્ઞા કરવત વડે દલન થકી બંધ અને પુરુષને દ્વિધા કરી (બે ભાગમાં વેંચી), બે ફાડ કરતું, ઉપલંભૈકનિયત (આત્માનુભવૈક નિષ્ઠ) પુરુષને સાક્ષાત્ મોક્ષ પ્રત્યે લઈ જતું, એવું આ હમણાં ઉન્મજતું સહજ પરમાનંદથી સરસ પરં પૂર્ણ જ્ઞાન સકલ નૃત્ય કર્યું છે જેણે એવું કૃતકૃત્ય થયેલું વિજય પામે છે. ૧૮૦
અમૃત શાને, કરી લીધું સહુ કૃત્ય... જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ. ૧
૪૯૪