SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા આત્માથી રાગાદિનો અકારક જ છે - અપ્રતિક્રમણ - અપ્રત્યાખ્યાન એ બેના જૈવિધ્યના ઉપદેશથી અન્યથા અનુપપત્તિને લીધે. જે ખરેખર ! અપ્રતિક્રમણ - અપ્રત્યાખ્યાન એ બેનો દ્રવ્ય - ભાવભેદથી દ્વિવિધ ઉપદેશ છે, તે દ્રવ્ય ભાવનો નિમિત્ત - નૈમિત્તિક ભાવ પ્રથિત કરતો આત્માનું અકર્તૃત્વ શાપન કરે છે. સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ તેથી આ સ્થિત છે - પરદ્રવ્ય નિમિત્ત છે, નૈમિત્તિક આત્માના રાગાદિ ભાવો છે. જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય અપ્રતિક્રમણ - અપ્રત્યાખ્યાનના કર્તૃત્વ - નિમિત્તત્વનો ઉપદેશ અનર્થક જ થાય અને તેના અનર્થકપણામાં તો એક જ આત્માને રાગાદિ ભાવના નિમિત્તપણાની આપત્તિ સતે નિત્ય કર્તૃત્વના અનુષંગથી મોક્ષ અભાવનો પ્રસંગ આવે, તેથી પરદ્રવ્ય જ આત્માના રાગાદિ ભાવનું નિમિત્ત ભલે હો ! અને તેમ સતે તો આત્મા રાગાદિનો અકારક જ છે. તથાપિ - જ્યાં લગી નિમિત્તભૂત દ્રવ્યને નથી પ્રતિક્રામતો અને નથી પ્રત્યાખ્યાન કરતો, ત્યાં લગી નૈમિત્તિકભૂત ભાવને નથી પ્રતિક્રામતો અને નથી પ્રત્યાખ્યાન કરતો અને જ્યાં લગી ભાવને નથી પ્રતિક્રામતો નથી પ્રત્યાખ્યાન કરતો, ત્યાં લગી તેનો કર્તા જ હોય : - - ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘જ્ઞાન પ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાન પ્રજ્ઞાએ પચ્ચખે તે પંડિત કહ્યા છે. તે યથાર્થ છે. જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો તે શાન અશાન કહેવા યોગ્ય છે, અર્થાત્ શાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૧૮ આત્મા રાગાદિનો અકારક - અકર્તા કેવી રીતે ? તે અત્રે આ ગાથાઓમાં દ્રવ્ય - ભાવ એમ દ્વિવિધ અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાનના ઉપદેશ પરથી સિદ્ધ કર્યું છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ તત્ત્વાલોકના અલૌકિક પ્રકાશથી તેના ભાવનો પરમ ઉદ્યોત કર્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - = આત્મા આત્માથી – જ્ઞાત્મના’ પોતાથી સ્વયં રાગાદિનો અકારક જ છે - અકર્તા જ છે, આત્મા આભના રાવીનામાર વ્ । શા માટે ? અપ્રતિક્રમણ - અપ્રત્યાખ્યાનના દૈવિધ્યના - દ્વિવિધપણાના ઉપદેશની અન્યથા અનુપપત્તિ અન્યથા બીજી રીતે અઘટમાનતા હોય માટે ‘अप्रतिक्रमणाप्रत्याख्यानयोर्द्वैविध्योपदेशान्यथानुपपत्तेः' । અર્થાત્ અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના બે પ્રકાર છે એવો ઉપદેશ બીજી કોઈ રીતે ઘટે નહિ, માટે, નિશ્ચયે કરીને અપ્રતિક્રમણ - અપ્રત્યાખ્યાનનો ભાવભેદથી જે ‘દ્વિવિધ' - બે પ્રકારનો ઉપદેશ છે, તે દ્રવ્ય ભાવના નિમિત્ત ભાવને પ્રથિત કરતો' ‘સ જાહેર કરતો આત્માનું અકર્તૃત્વ જણાવે છે નિમિત્તનૈમિત્તિમાવું પ્રથયન્તૃત્વમાભાનો જ્ઞાપયતિ' । તે ઉપરથી આ સ્થિત છે છે, ‘નૈમિત્તિક' - નિમિત્ત થકી ઉપજતા - નિમિત્તજન્ય આત્માના રાગાદિભાવો છે, ‘પરદ્રવ્ય નિમિત્તે નૈમિત્તિા માત્મનો રાવિમાવાઃ ।' જો એમ ન ઈષ્ટ માનવામાં આવે તો દ્રવ્ય અપ્રતિક્રમણ • અપ્રત્યાખ્યાનના કર્તૃત્વના નિમિત્તપણાનો ઉપદેશ અનર્થક જ થાય અને તેનું અનર્થકપણું સતે તો એક દ્રવ્ય - નૈમિત્તિક द्रव्यभावयोः કે પરદ્રવ્ય નિમિત્ત જ્યારે જ નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રામે છે અને પ્રત્યાખ્યાન કરે છે, ત્યારે જ નૈમિત્તિકભૂત ભાવને પ્રતિક્રામે છે અને પ્રત્યાખ્યાન કરે છે અને જ્યારે ભાવને પ્રતિક્રામે છે અને પ્રત્યાખ્યાન કરે છે, ત્યારે સાક્ષાત્ અકર્તા જ હોય. II૨૮૩૫૨૮૪૨૮૫ - ૪૮૪ - - =
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy