SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ શ્રદ્ધાન - પ્રત્યયન - રોચન - સ્પર્શનથી ઉપરિતન નૈવેયક ભોગ માત્રને આસ્કંદતો, પુનઃ કદી પણ વિમુક્ત થતો નથી, તેથી એને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાના અભાવને લીધે શ્રદ્ધાન પણ છે નહિ અને એમ સતે તો નિશ્ચયનયનો વ્યવહારનય પ્રતિષેધ યુક્ત હોય જ છે. //ર૭પા અમૃત જ્યોતિ' મહાભાષ્ય જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વછંદથી ન કરવી, અહંકારથી ન કરવી, લોકોને લીધે ન કરવી, જીવે જે કાંઈ કરવું તે સ્વચ્છેદે ન કરવું. “હું ડાહ્યો છું' એવું માન રાખવું તે કયા ભવને માટે ? “હું ડાહ્યો નથી' એવું સમજ્યા તે મોક્ષે ગયા છે. મુખ્યમાં મુખ્ય સ્વછંદ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા કોઈ એમ કહે કે અભવ્યને ધર્મ શ્રદ્ધાન તો છે, તેનો અહીં રદીઓ આપ્યો છે - અભવ્ય ધર્મને સહે છે ઈ. તે ભોગનિમિત્ત એવા ધર્મને, નહિ કે કર્મક્ષ નિમિત્ત એવા ધર્મને. આનું નિgષ યુક્તિ યુક્ત અપૂર્વ વ્યાખ્યાન કરતાં “આત્મખ્યાતિ' સૂત્રકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અલૌકિક તત્ત્વાલીક પ્રકાશ વિસ્તાર્યો છે. તે આ પ્રકારે - સદા મુક્તિગમન - અયોગ્ય એવો જે અભવ્ય છે તે નિત્ય કર્મ કર્મફલ ચેતના રૂપ વસ્તુ શ્રદ્ધતો નથી. એમ શાને લીધે ? “નિત્યમેવ ભેદવિજ્ઞાન અનર્ણપણાને લીધે’ - નિત્યમેવ એવિજ્ઞાનાનઈત્વાત, એનું સદાય ભેદ વિજ્ઞાન પામવાનું અનઈપણું - અયોગ્યપણું છે તેને લીધે. તેથી કરીને તે “મોક્ષનમિત્ત' - કર્મમોક્ષ નિમિત્ત એવા જ્ઞાનમાત્ર ભૂતા ધર્મને શ્રદ્ધાંતો નથી, જ્ઞાનમાત્ર મૂતાર્થ ઘર્મ ને શ્રદ્ધ', પણ ભોગ નિમિત્ત - “ો નિમિત્તે' એવા શુભ કર્મ માત્ર અભૂતાર્થ જ ધર્મને શ્રદ્ધે છે – “રામર્મમાત્ર સમૂતાઈવ શ્રદ્ધત્તે', અર્થાત્ કર્મથી મોક્ષનું – છૂટકારાનું જે કારણ છે એવા “જ્ઞાન માત્ર' - કેવલ જ્ઞાનરૂપ “ભૂતાર્થ' - સદ્ભત - યથાર્થ વસ્તુભૂત - પરમાર્થભૂત સાચા ધર્મની શ્રદ્ધા કરતો નથી, પણ ભોગનું - ઈદ્રિય સુખોપભોગનું જ કારણ છે એવા શુભ કર્મ માત્ર અભૂતાર્થ જ' - અસદ્દભૂત જ - અપરમાર્થભૂત જ એવા ખોટા ઔપચારિક વ્યવહાર ધમ છે. કર્મથી છૂટવાનું - મોક્ષનું કારણ છે એ ખાતર તે ધર્મને શ્રદ્ધાંતો નથી, પણ ભોગનું - ઈદ્રિય સુખ સાધનનું કારણ છે તે ખાતર તે ધર્મને શ્રદ્ધે છે અને એટલે જ તે જ્યાં માત્ર' - “કેવલ” જ્ઞાન સિવાય બીજું કાંઈ નથી એવા જ્ઞાન માત્ર ભૂતાર્થ - પરમાર્થ સતુ ધર્મને શ્રદ્ધતો નથી, પણ જ્યાં માત્ર - કેવલ શભ કર્મ સિવાય બીજું કાંઈ નથી એવા શુભ કર્મ માત્ર અભૂતાર્થ જ - અપરમાર્થ સત જ ધર્મને શ્રદ્ધ છે. તેથી કરીને જ અભૂતાર્થ ધર્મના શ્રદ્ધાન, પ્રત્યયન (પ્રતીતિ કરણ), રોચન, સ્પર્શન વડે ઉપરના રૈવેયકના ભોગ માત્રને આસ્કંદતો - સ્પર્શતો તે પુનઃ કદી પણ વિમુક્ત થતો નથી - પરિતનશૈવેયક્રમો માત્રમાજીંત્ર પુન: વીવેના વિમુચ્યતે', અર્થાત્ તેવા ભોગનિમિત્તે શુભકર્મ માત્ર અભૂતાર્થ ધર્મનું તે અભવ્ય આ ખરો છે એમ આસ્થાથી શ્રદ્ધાન કરે છે, આ તેમ જ સાચો છે એમ અંતરની ખાત્રીથી - અંતઃપ્રતીતિથી પ્રત્યયન કરે છે. આ સારો છે - રૂડો છે - મનગમતો રુચતો છે એમ અભિરુચિથી રોચન કરે છે અને એટલે જ આ અંગીકાર કરવા યોગ્ય છે એમ જાણી સ્વયં અંગીકૃતિથી - ફરસાણાથી સ્પર્શન કરે છે અને તેના ફલ રૂપે લોકપુરુષના ગ્રીવા સ્થાને રહેલા રૈવેયક દેવલોકના ભોગ સુખને પામે છે અને ભોગ સુખમાં તન્મય થયેલો તે કદી પણ મોક્ષ પામતો નથી. તેથી આ અભવ્યોને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાના અભાવને લીધે શ્રદ્ધાન પણ છે નહિ - “તતોડી મૂતાર્થ ઘર્મશ્રદ્ધાનામવાત શ્રદ્ધાના નત્તિ'. અભતાર્થ – પરમાર્થથી અસત હોય ધર્મનું શ્રદ્ધાન હોવા છતાં અભવ્યને પરમાર્થસતુ - ભૂતાર્થ સત્ય ધર્મનું શ્રદ્ધાન છે નહિ, એટલે તેને ખરેખરૂં - સાચેસાચું શ્રદ્ધાન જ છે નહિ અને એમ સતે તો નિશ્ચયનયનો વ્યવહારનય પ્રતિષેધ યુક્ત જ છે - સુઘટમાન જ છે - एवं सति तु निश्चयनयस्य व्यवहारनयप्रतिषेधो युज्यत एव । અત્રે ધર્મના બે પ્રકાર છે - ભોગનિમિત્ત એવો પુણ્યરૂપ - શુભકર્મ રૂપ ધર્મ અને કર્મમોક્ષ નિમિત્ત એવો શુદ્ધ વસ્તુ સ્વભાવ રૂપ શુદ્ધ આત્મધર્મ. તેમાં પ્રથમ પ્રકાર અભૂતાર્થ અને સંસાર ફલદાયી ૪૬૨
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy