SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૭૩ અનેક પ્રકારના તપથી સર્વથા પૂર્ણ એવું, તેમજ “ત્રિ ગુપ્તિ' - પંચ સમિતિથી પરિકલિત - મનો ગુણિ - વચન ગુણિ - કાય ગુમિ એ ત્રણ ગુપ્તિથી અને ઈર્ષા સમિતિ - ભાષા સમિતિ – એષણા સમિતિ - આદાન - નિક્ષેપ સમિતિ - પારિષ્ઠાપનિકા સમિતિ એ પંચ સમિતિથી સર્વથા સંકળાયેલું - શોભાયમાન એવું. એવું આદર્શ વ્યવહાર ચારિત્ર પણ અભવ્ય પણ પાળે, તો પણ તે “નિશ્ચારિત્ર અજ્ઞાની મિથ્યાદેષ્ટિ જ છે' - નિશ્ચારિત્રો જ્ઞાન મિથ્યાવૃષ્ટિરેવ | આવું જિન પ્રણીત આદર્શ વ્યવહાર ચારિત્ર પરિપાલન કરતાં છતાં નિશ્ચયથી તો તે અભવ્ય નિશ્ચારિત્ર અજ્ઞાની જ છે, મિથ્યા વસ્તુ સ્વરૂપ દેખનારો મિથ્યાદેષ્ટિ જ છે. શા માટે ? નિશ્ચય ચારિત્રની હેતુભૂત એવી જ્ઞાનશ્રદ્ધાનું શૂન્યપણું છે માટે - “નિશ્ચય વારિત્રહેતુભૂત જ્ઞાનશ્રદ્ધાન સૂચવાતું', આત્મા આત્માના શુદ્ધ સ્વરૂપમાં વર્તે એવા પરમાર્થભૂત નિશ્ચય ચારિત્રની હેતુભૂત જ્ઞાન-શ્રદ્ધાના નામે એને મોટું મીંડ છે માટે. વ્રત - સમિતિ - ગુપ્તિ આદિ ખુદ ભગવાન જિનવરોએ પ્રરૂપેલ છે. એટલે તે કાંઈ સર્વથા નિષ્ઠયોજન છે એમ નથી, પણ સપ્રયોજન છે. પરંતુ તે પ્રયોજન અને તેનો ઈષ્ટ ઉદેશ યથાર્થપણે સમુચિત મર્યાદાથી સમજવા જોઈએ. સમસ્ત વ્યવહારનું પરમાર્થ પ્રતિપાદકપણું હોઈ પરમાર્થ પ્રત્યે લઈ જવા માટે તે કથંચિત્ ઉપકારી પ્રયોજનભૂત છે, તેમ સમસ્ત વ્યવહાર ચારિત્રનું પ્રયોજન પણ એક નિશ્ચય ચારિત્ર પ્રત્યે લઈ જવાનું જ છે. એ ઈષ્ટ ઉદિષ્ટ પ્રયોજન પ્રત્યે ન લઈ જાય અને એ પરમાર્થ અર્થે જ એનો પ્રયોગ ન કરાય તો તે ઈષ્ટ ફળથી વંચિત રહેવાના કારણે નિષ્ફળ જાય છે. વ્યવહાર ચારિત્રનું પ્રયોજન યોગ્યતા પ્રાપ્ત કરવાનું છે અને તે યોગ્યતા ન પ્રાપ્ત થઈ તો તે નિષ્ફળ છે. કારણકે વ્યવહાર ચારિત્રરૂપ પ્રાથમિક ભૂમિકા પણ જેણે સાધી નથી તે નિશ્ચય ચારિત્રરૂપ ઉત્કૃષ્ટ ચારિત્ર ભૂમિકા પામવાને યોગ્ય થઈ શકતો નથી. નિયમસાર'માં પ્રથમ વ્યવહાર ચારિત્રનું વર્ણન કરી પછી નિશ્ચય ચારિત્રનું પ્રતિપાદન કર્યું છે, તે એમ સ્પષ્ટ સૂચવે છે કે પાયામાં જે આ વ્યવહાર હોય તો જ પછી નિશ્ચય ચારિત્રની યોગ્યતા પ્રાપ્ત થઈ શકવાનો સંભવ છે, નહિ તો આટલી પણ યોગ્યતા જેનામાં નથી આવી તે નિશ્ચયની કે નિશ્ચય ચારિત્રની ગમે તેટલી મોટી વાતો કરે તો તે મોટું મીંડ જ છે. આમ છતાં વ્યવહારનો કે વ્યવહાર ચારિત્રનો એકાંત આગ્રહ રાખવાનો નથી અને ત્યાં જ અટકી જવાનું નથી, પણ તે પ્રાથમિક યોગ્યતા પ્રાપ્ત કરી નિશ્ચય ચારિત્ર દશાને પામવાનો નિરંતર લક્ષ રાખી સતત આગળ વધવાનું જ છે. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એજ નિગ્રંથનો પરમ ધર્મ છે, એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિર્ગથનો મુખ્ય માર્ગ છે. પણ તે સંયમાર્થે દેહાદિ સાધન છે તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા યોગ્ય છે. કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે, કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે અને નિર્મળ વિચાર ધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ સાતમે ગુણસ્થાન હોય છે. પ્રમાદથી તો ઉપયોગ અલિત થાય છે અને કંઈક વિશેષ અંશમાં અલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવ અસંયમપણે ઉપયોગ પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાધનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ થઈ શકે એવી અદ્ભુત સંકલનાથી ઉપદેશી, જેને પાંચ સમિતિ કહેવાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, ૭૬૭, (શ્રી લલ્લુજી મુનિ આદિ પ્રત્યે લખેલો રહસ્ય દૃષ્ટિ વાળો પત્ર) સમ્યગુદૃષ્ટિ જ્ઞાની વીતરાષ્ટ્ર
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy