SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૭૨ साधकतमत्वादुपात्तः साध्यस्य हि शुद्धत्वेन द्रव्यस्य शुद्धत्वद्योतकत्वान्निश्चयनय एव साधकतमो न પુનરાશુદ્ધીત વ્યવહારનયઃ ” - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પ્રવચનસાર' ટીકા, બ્રિ.શુ.. ગા. ૯૭. ' અર્થાતુ નિશ્ચયનય છે તે આત્માશ્રિત છે અને વ્યવહારનય છે તે પરાશ્રિત છે અને સ્વ અને પર તો સાવ જૂદા છે, એકબીજાના પ્રતિપક્ષી – વિરોધી છે, જ્યાં સ્વ છે ત્યાં પર નથી અને પર છે ત્યાં સ્વ નથી. એટલે સ્વનો - આત્માનો આશ્રય કરનારો નિશ્ચયનય પરનો આશ્રય કરનારા વ્યવહાર નયનો વિરોધી હોઈ નિષેધ કરે - “ના' પાડે તે સહજ સ્વાભાવિક છે (But natural). હવે જે અધ્યવસાન છે તે પરમાં અહંબુદ્ધિ રૂપ - આત્મબુદ્ધિ રૂપ હોઈ પરાશ્રિત છે અને તે જીવનો બંધનો હેતુ થઈ પડે છે, એટલે બંધમાંથી મૂકાવા - છૂટવા જે ઈચ્છે છે તે મુમુક્ષુએ અધ્યવસાનને ન જ ભજવું જોઈએ, એમ નિશ્ચયનય અધ્યવસાનનો નિષેધ કરે છે. આમ નિશ્ચયનય જેમ અધ્યવસાનનો નિષેધ કરે છે તેમ વ્યવહારનયનો પણ નિષેધ કરે છે. કારણકે તે પણ પરાશ્રિત છે. અધ્યવસાન અને વ્યવહાર નય બન્નેય પરાશ્રિત હોવાથી તેઓના પરાશ્રિતપણામાં કોઈ “વિશેષ” - તફાવત નથી. આમ પરાશ્રિતપણાના અવિશેષને લીધે અધ્યવસાનની જેમ વ્યવહારનય પણ નિશ્ચયનયથી પ્રતિષેધાય છે અને આ પ્રતિષેધ્ય જ છે - આ વ્યવહારનય પ્રતિષેધવા - નિષેધવા - નકારવા યોગ્ય જ છે. કારણકે એક તો આત્માશ્રિત નિશ્ચયનયનો જ જે આશ્રય કરે છે, તે જ મોક્ષ પામે છે, જ્યાં એક શુદ્ધ શાયક ભાવ છે ત્યાં દૈતનો - દ્વિતીય ભાવનો સંભવ નથી. બંધ તો બેથી થાય, બીજો ભાવ પ્રવેશવાથી વા સંયોજવાથી થાય અને વ્યવહાર છે તે, આત્મા સિવાય અન્ય ભાવ - પર ભાવ હોય ત્યાં જ હોય છે અને આ અસંખ્યાત લોક પ્રમાણ ભાવનો પથારો જે આ જીવનો થયો છે તે આ પરાશ્રિત વ્યવહારને લઈને જ થયો છે. એટલે તે વ્યવહારનો પથારો છોડી એક શુદ્ધ શાયક ભાવ પ્રત્યે લઈ જનારા નિશ્ચયનયનો જે આશ્રય કરે - અવલંબન લે, તે જ મુક્ત થઈ શકે, એ સાવ સ્પષ્ટ દીવા જેવી સમજાય એવી વાત છે અને બીજું જ્યાં સુધી પરાશ્રિત વ્યવહારનો જ જે આશ્રય કરે છે ત્યાં સુધી તે મુક્ત થઈ શકતો નથી. અત્રે અભવ્યનું ઉદાહરણ સાવ સ્પષ્ટ છે. અભવ્ય એટલે કે જેનામાં કદી પણ મોક્ષગમનની યોગ્યતા નથી - જે એકાંતે કદી પણ મોક્ષ પામવા યોગ્ય નથી એવો જીવ સદાય એકાંતે વ્યવહારનો જ આશ્રય કરે છે, વ્યવહારની જાલમાંથી કદી પણ મુક્ત થતો નથી, સદાય વ્યવહાર વ્યવહાર જ કૂટ્યા કરે છે અને એટલે જ વ્યવહારની જાળમાં ફસાઈ ગયેલો તે બિચારો કદી પણ મુક્ત થઈ શકતો નથી અને ભવ્ય પણ જ્યાં લગી વ્યવહારનો જ આશ્રય કર્યા કરે ત્યાં લગી તે પણ મુક્ત થઈ શકે નહિ એ પણ આ પરથી સ્વયં સમાય છે. “પરમારથ પંથ જે કહે, તે રંજે એક તંત રે, વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે... ધરમ પરમ અરનાથનો.” - શ્રી આનંદઘનજી - સમદષ્ટિના (નાન ) સમ્યગુદૃષ્ટિ જ્ઞાની વીતરા ૪૫૫
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy