SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર કળશ ૧૩ નિર્ભર મહાનાટ્યથી ક્રીડતા એવા બંધને ધૂણી નાંખતું, એવું આનંદામૃત નિત્યભોજિ નિત્ય ભોગવનાર સહજ અવસ્થાને ફુટપણે નટાવતું ધીરોદાર અનાકુલ નિરુપધિ શાન સમુન્મજ્જ છે. (સમ્યકપણે ઉન્મગ્ન થાય છે). આકૃતિ આનંદ અમૃત નિરુપાધિ (જ્ઞાન) ધીરોદાર રાગાદિ રસ પ્રમત્ત જગતુ બંધ. અનાકુલ સહજવસ્થા નાટક મહાસંસાર નાટક અમૃત જ્યોતિ' મહાભાષ્ય (વિવેચન) જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશા) થયે સર્વ પ્રકારે રાગ, દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૦૭), ૨૩૫. અત્રે સમયસાર અધ્યાત્મ રંગભૂમિમાં બંધ' નામનો મહાયોધો પ્રવેશ કરે છે, પણ ત્યાં તેને લીલા માત્રમાં ઉડાવી દેનારૂં “જ્ઞાન” નામનું મહાવીર પાત્ર સમુન્મગ્ન થાય છે. આવા ભાવનું આ બંધ અધિકારનું મંગલ કલશ કાવ્ય સર્જન કરતાં, નૈસર્ગિક મહાકવીશ્વર (Born-poet) અમૃતચંદ્રાચાર્યજીએ આ બન્ને પાત્રનું તત્ત્વ સર્વસ્વ સમર્પક સ્વભાવોક્તિમય તાદેશ્ય નિસર્ગ ચિત્ર રજૂ કર્યું છે. (Life-like picture) આ બંધ પાત્ર કેવું છે? મહા ઠગ જેવું છે. જેમ કોઈ ઠગ મદિરા પીવડાવી જનને મત્ત-પ્રમત્ત બનાવી ક્રીડા કરે - હેર ઉડાવે, તેમ રાગ જેના ઉદ્ગાર - ઓડકાર નીકળે છે એવા “પેટ ભરીને' મહા મોહરસથી - “ R મદારસેન સકલ - આખા જગતને પ્રમત્ત કરી - “સનું ત્વ પ્રમત્ત નાદુ', પોતાના સ્વરૂપથી પ્રભ્રષ્ટ કરી, મોહમયી મદિરાના પાનથી ઉન્મત્ત કરી - પાગલ બનાવી, આ ઠગાધિરાજ “બંધ” મહાયોદ્ધો રસભાર નિર્ભર મહાનાટ્યથી ક્રીડા કરી રહ્યો છે – “છીવંત રસમરિનિર્ણમાનાઘેર', સકલ જગજીવોને નાનાવિધ પ્રકૃતિ - સ્થિતિ - રસ – પ્રદેશ બંધમય ગાઢ બંધન-દુઃખમાં નાંખી, સંસારની જેલમાં પૂરી, આ ચતુર્ગતિમય મહા સંસારનાટક ભજવાવતો લીલા લ્હેર કરી રહ્યો છે. આમ મોહ ધૂતરો પીવડાવી ઈદ્ર ચંદ્ર - નાગૅદ્રાદિ સકલ જગતને પાગલ બનાવતા, આવા મહા ધૂતારા રૈલોક્ય ચક્રવર્તી બંધ જેવા મહાસમર્થ યોદ્ધાને પણ અસમર્થ બનાવવા જો કોઈ પરમ સમર્થ હોય, તો તે બંધને ધૂણી નાંખતું “જ્ઞાન” મહાપાત્ર જ છે, “વંઘું ઘુનત', સંસારની હેડમાં પૂરનારા ત્રિભુવન બંધક બંધને પણ આ ત્રિભુવન બંધુ જ્ઞાન ધૂણી નાંખે છે, ધૂળની જેમ ખંખેરી નાંખે છે - ઉડાવી દે છે, લીલા માત્રમાં ફગાવી ઘે છે, એવું તે સંસારની હેડને તોડનારૂં પરમ સમર્થ છે. - બંધને ધૂણી નાંખતું આવું પરમ પરાક્રમી જ્ઞાન કેવું છે ? (૧) “માનંવામૃતનિત્યમોનિ - આનંદામૃત નિત્યભોજિ છે, આનંદ રૂપ અમૃતનું સદા ભોજન કરનારૂં, રમણપણે અનુભવ કરનારું છે. (૨) એમ કેમ છે? તો કે - “સહભાવસ્થાને ફુટપણે નટવતું' - સહનાવસ્થાં સુરં નાટયક્ એવું છે માટે, અર્થાત્ આત્માની સહજન્મા-સહજ સ્વભાવભૂત અવસ્થાને-દશાને “સહજાત્મસ્વરૂપને સ્કુટપણે પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધપણે ભજવી દેખાડનારું છે, દુઃખમય મહાબંધન ફ્લેશ રૂ૫ વિભાવ દશાને દૂર કરી, પરમ સુખમય મોક્ષરૂપ સ્વભાવ દશાને પ્રગટ નટવી દેખાડનારૂં છે, એટલે જ તે આત્માના સ્વભાવભૂત આનંદ અમૃતનું “નિત્ય ભોજન” કરાવનારૂં – અનુભવન - અનુભવ સ્વાદન કરાવનારૂં છે. ૩૮૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy