SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૬૨ આમ ઉપરમાં શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સમ્યગૃષ્ટિના જે અષ્ટ અંગની સર્વથા નવીન મૌલિક અલૌકિક વ્યાખ્યા કરી દેખાડી અને “આત્મખ્યાતિ' સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ એજ અષ્ટ સમ્યગુષ્ટિ અંગોની જે અનંત ગુણવિશિષ્ટ પરમાર્થગંભીર મીમાંસા કરી દેખાડી, તેનો ઉપસંહાર કરતાં એ જ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ આત્મભાવ ઉલ્લાસથી આ અધિકારની પૂર્ણાહુતિ કરતો આ પરમ અમૃત રસ પૂર્ણ કળશ અદ્દભુત નાટકીય રીતિથી (grand dramatic style) લલકાર્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - ઇંધનું વંધે નવનિતિ નિનૈઃ સંતોગરિક | એમ ઉક્ત પ્રકારે “નિજ' - પોતાના – આત્માના અષ્ટ અંગોથી સંગત - સંયુક્ત હોઈ “નવ” - નવા બંધને “રુંધતો' - રોધતો – થતા અટકાવતો અને પૂર્વબદ્ધ પૂર્વે બાંધેલ બંધને નિર્જરા ઉજ્જૈભણથી' - ઉત્તરોત્તર ઉજ્જૈભણ – અત્યંત ઉત્કટ વૃદ્ધિ પામતી નિર્જરાના પ્રવિકસનથી ક્ષય પમાડતો – ‘પ્રવિદ્ધ તુ યમુનયનું નિર્મરોગ્રણેન ' એવો “સમ્યગૃષ્ટિ' - વસ્તુતત્ત્વને સમ્યપણે દેખતી સમ્યગૃષ્ટિ છે જેને એવો સમ્યગુદૃષ્ટિ નટ સ્વયમતિરસતુ - “સ્વયં અતિરસથી”, સ્વયં - પોતે - આપોઆપ “અતિરસથી” - સર્વાતિશાયી પરમ શાંતરસ થકી અથવા તો અતિશય ઉભરાઈ જતા - છલકાઈ જતા - અતિરેક પામતા શુદ્ધ ચૈતન્યમય પરમ શાંતરસથી આદિ - મધ્ય - અંત મુક્ત એવું જ્ઞાન થઈને - “માહિમધ્યાંતમૂર્ત જ્ઞાનં મૂલ્યાં' - ગગનાભોગ - રંગ વિગાહીને નાટક કરે છે – “પતિ નામો રો વિ Tહ્ય ” અર્થાત્ “ગગનાભોગ” - આકાશ વિસ્તાર રૂપ રંગભૂમિને કેવલ જ્ઞાનથી પૂર્ણપણે વ્યાપીને સાક્ષાત્ સમયસારભૂત શિવરૂપ કેવલજ્ઞાન સંપન્ન જિનરાજ થઈ પરમાનંદમય અલૌકિક અધ્યાત્મ નાટક કરે છે !! આમ અભુત નાટકીય રીતિથી આ અધિકારનો પરમ ભવ્ય (grand) ઉપસંહાર કરતાં પરમ પરમાર્થ કવીશ્વર અમૃતચંદ્રજી આ અમૃત (Immortal, nectar - like) કળશ કાવ્યનું સર્જન કર્યું છે. એમ નિર્જરા “નિષ્ક્રાંત” થઈ, પોતાના વક્તવ્યનો ભાગ ભજવી આ અધ્યાત્મ નાટકની રંગભૂમિ પરથી રવાના થઈ અને આમ પદે પદે જ્યાં આત્માની ખ્યાતિ કરવામાં આવી છે. એવી આ યથાર્થનામા ભગવતી “આત્મખ્યાતિની ખ્યાતિથી જેના દિવ્ય આત્માની ખ્યાતિ - “આત્મખ્યાતિ' જગતુ ખ્યાત છે એવા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ વિરચેલી આ “આત્મખ્યાતિ વ્યાખ્યામાં અત્રે અધ્યાત્મ નાટકમાં છઠ્ઠો નિર્જરા પ્રરૂપક અંક સમાપ્ત થયો. રૂતિ સિદ્ધ, ૐ નમ: સિદ્ધમ્ | તિ નિર્જરા નિક્રાંતા | ॥ इति श्रीमद् अमृतचंद्रसूरि विरचितायां समयसारव्याख्यायात्मख्यातौ - નિર્નાપ્રવા. વડોંડા llધા ॥ इति भगवती 'आत्मख्याति' उपरि डॉ.भगवानदास कृत 'अमृत ज्योति' महाभाष्ये निर्जरा प्ररूपकः षष्ठो अधिकारः ॥६॥ ૩૮૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy