SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ માર્મવ્યવનતો નાસ્તિ વધઃ', પરંતુ કર્મના ભોગવીને નિર્જરી જવા રૂપ - આત્મપ્રદેશથી ખરી જવા રૂપ નિર્જરા જ છે ‘ત્રિંતુ નિરવ ।’ = - સમ્યગ્દષ્ટિ ટંકોત્કીર્ણ એક શાયક ભાવમયપણાએ કરીને ધર્મમય હોઈ સદા ધર્મ માર્ગમાં જ વર્તે છે. અત્રે ધર્મ' એટલે સનાતન શાશ્વત એવો આત્મધર્મ. જિનધર્મ એ એનું પર્યાય નામ છે, કારણકે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા શુદ્ધ આત્મા તેનું નામ જ ‘જિન', અર્થાત્ વીતરાગ પ્રભુ છે અને એવા તે જિનનો અર્થાત્ શુદ્ધ આત્માનો ધર્મ તે જ જિનધર્મ છે, તેનાથી અન્ય તે કર્મ છે, તે કર્મને જે ‘કાટે' કાપે તે જિનવચન છે આમ તત્ત્વજ્ઞાનીઓનો મર્મ છે. આ આત્મધર્મ આત્માનો સ્વભાવભૂત હોઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. આવા આત્મભાવમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવો તેનું નામ ધર્મ છે અને તે જ વાસ્તવિક એવો વસ્તુધર્મ છે. કારણકે જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ આત્માના સ્વભાવભૂત ગુજ્ર છે, અથવા તે જેમાં અંતર્ભાવ પામે છે એવો શુદ્ધ એક ટંકોત્કીર્ણ શાયક ભાવ એ જ આત્માનો સ્વભાવ છે, તેમાં વર્તવું, તેમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવો તે આત્મવસ્તુનો ધર્મ છે. ‘વત્યુસહાવો ધમ્મો’ વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ. આમ નિર્મલ જ્ઞાનદર્શનમય આત્મ સ્વભાવમાં વર્તવું તે જ ધર્મ છે. આ સ્વભાવરૂપ ધર્મ માર્ગ શમ પરાયણ - શમનિષ્ઠ એવો એક શાંતિ માર્ગ જ છે. શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, રાગ દ્વેષ રહિતપણું, સમભાવ, શ્રી કુંદકુંદાચાર્યજીએ વ્યાખ્યા કરી છે તેમ ‘મોક્ષ-ક્ષોભ રહિત જે આત્માનો પરિણામ તે સમ કહેવાય છે', અથવા શમ એટલે સામ્ય, અર્થાત્ જેમ છે તેમ યથાવત્ આત્મગુણની સમાન થવું તે સામ્ય. જે સામ્ય છે તે ધર્મ છે અને ‘વસ્તુલહાવો ધો વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આ ધર્મ છે તે ચારિત્ર છે અને સ્વરૂપે ઘરળ ચારિત્ર' સ્વરૂપમાં ચરવું - આત્મ સ્વરૂપમાં વર્તવું તે ચારિત્ર છે. આમ ચારિત્ર ધર્મ = સામ્ય = શમ એ શબ્દો સમાનાર્થ વાચક છે. તાત્પર્ય કે સામ્યમાં અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવી, સ્વરૂપ સમજી સ્વરૂપમાં શમાવું એ જ શમ છે, પરભાવ વિભાવથી વિરામ પામી આત્મભાવમાં વિશ્રાંત થવું એ જ શાંતિ છે અને તે જ એક જ્ઞાનીઓનો સનાતન શમનિષ્ઠ માર્ગ અથવા મોક્ષરૂપ પરમ શાંતિ પામવાનો શાંતિમાર્ગ" છે અને એ જ રત્નત્રયી રૂપ સમ્યગ્દર્શન ચારિત્રની અભેદ એકતા રૂપ મોક્ષમાર્ગ અથવા જિનનો ‘મૂળ માર્ગ' છે (પ્રતીતવો), શુદ્ધ આત્માને જાણવો અને શુદ્ધ આત્માને આચરવો એવા રૂપ મોક્ષમાર્ગમાં : = શાન - શુદ્ધ આત્માને દેખવો આ શુદ્ધ આત્મસ્વભાવ પ્રમત્ત થવાનો પ્રસંગ જિનના ‘મૂળ માર્ગમાં' સમ્યગ્દષ્ટિ ટંકોત્કીર્ણ એક શાયક ભાવમયપણાએ કરીને સ્થિતિ કરે છે, છતાં ક્વચિત્ પ્રમાદવશાત્ તે માર્ગથી પ્રચ્યુત ઉપસ્થિત થાય તો તે તત્ક્ષણ જ આત્માને તે માર્ગમાં જ સ્થિત કરી દે છે, એટલે માર્ગમાં જ સુસ્થિત એવા સમ્યગ્દષ્ટિને માર્ગચ્યવન ધૃત બંધ છે નહિ, પણ નિર્જરા જ છે. - - - - ૩૭૪ = - મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ... મૂળ મારગ. નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવ દુઃખ... મૂળ મારગ, છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ.. મૂળ મારગ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ... મૂળ મારગ, જે શાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત... મૂળ મારગ, - - મહાગીતાર્થ યોગીશ્વર આનંદઘનજીએ આ શાંતિમાર્ગનું અનુપમ સ્વરૂપ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં અપૂર્વ ભાવથી સંગીત કર્યું છે. આ સ્તવનનો પરમાર્થ સમજવા જુઓ ‘યો.દ.સમુચ્ચય’ પર આ વિવેચકે લખેલું સ્વરચિત વિવેચન (પૃ. ૩૯૫).
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy