SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૩૩ સમ્યગુદૃષ્ટિ સંકોત્કીર્ણ એક શાયક ભાવમયપણાએ કરીને ધર્મમય ધર્મમૂર્તિ હોય છે. કારણકે ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ “વધુનહાવો ઘમો " વસ્તુનો સ્વભાવ તે ધર્મ, આત્મ વસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ, જ્ઞાન-દર્શન-ચારિત્ર અથવા ટંકોત્કીર્ણ એક શુદ્ધ શાયક ભાવ એ આત્માનો સ્વભાવ છે, માટે તેમાં વર્ણવું તે જ વાસ્તવિક ખરેખરો ધર્મ છે. અથવા શ્રી પ્રવચનસાર'માં કહ્યું છે તેમ - “ચારિત્ર એ જ ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે અને જે સામ્ય છે તે મોહ-લોભ વિનાનો આત્માનો પરિણામ છે' અને આ ગાથાની વ્યાખ્યા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ “સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, અર્થાત્ સ્વસમય પ્રવૃત્તિ તે ચારિત્ર છે, તે જ વસ્તુસ્વભાવપણાથી ધર્મ છે, અર્થાત્ શુદ્ધ ચૈતન્ય પ્રકાશન તે ધર્મ છે અને તે જ યથાવસ્થિત આત્મગુણપણાથી સામ્ય છે અને સામ્ય તો દર્શનમોહનીય ને ચારિત્રમોહનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મોહ-ક્ષોભના અભાવથી અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે.” અર્થાતુ ચારિત્ર, ધર્મ ને સામ્ય એ ત્રણે એકાર્યવાચક છે. આમ આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન ને આત્માનું ચારિત્ર - એ રત્નત્રયીરૂપ શુદ્ધ આત્મધર્મમાં જેમ વૃદ્ધિ થાય – “ઉપવૃંહણ” - પોષણ થાય તેમ વર્તવાનો સમ્યગુદષ્ટિ જીવ સતત ઉપયોગ રાખે છે, જેભ બને તેમ આત્મધર્મની પુષ્ટિ રૂપ “પોષહ’થી આત્મા શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરે તેમ કરવા મથે છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ એ જ છે. બાકી વ્યવહાર ધર્મના પ્રકારો પણ જે ઉપરોક્ત નિશ્ચયરૂપ ભાવધર્મના સાધક થતા હોય તો જ ભલા છે, રૂડા છે – ભાવ વિના તો તે બધાય ફોગટ છે. સકલ જગત્ “ધરમ ધરમ” કરતું ફરે છે, પણ તે ધર્મનો મર્મ જાણતું નથી. તે તો કોઈ વિરલા જ જાણે છે. ધર્મનો મર્મ તો ઉપર કહ્યો તે – આત્મ સ્વભાવમાં વર્તવું તે છે. જે દેહાધ્યાસ છૂટે, દેહમાંથી આત્મબુદ્ધિ જાય ને આત્મામાં જ આત્મબુદ્ધિ થાય, તો તું કર્મનો કર્તા નથી અને ભોક્તા પણ નથી – એ જ ધર્મનો મર્મ છે. ધરમ ધરમ કરતો સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ... જિનેસર ! ધર્મ જિનેસર ચરણ રહ્યા પછી, કોઈ ન બાંધે તો કર્મ... જિનેસર !' - શ્રી આનંદઘનજી છૂટે દેહાધ્યાસ તો, તું કર્તા નહિ કર્મ; તું ભોક્તાનહિતેહનો, એજધર્મનો મર્મ.”-શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીતશ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર, સૂત્ર ૧૧૫ આમ આત્માનું સ્વ સ્વભાવમાં વર્તવું તે ધર્મ છે અને વિભાવમાં વર્તવું તે અધર્મ છે. જે વિભાવ છે તે નૈમિત્તિક છે - નિમિત્તથી ઉત્પન્ન થાય છે અને તે નિમિત્ત વિષય સંગાદિક છે, આ અશુદ્ધ નિમિત્તથી આત્મા સંસારમાં સંસરે છે - રઝળે છે અને પરભાવનો કર્તા થાય છે, પણ જ્યારે આ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન આત્મા શુદ્ધ નિમિત્તમાં રમે છે, ત્યારે તે નિજ ભાવનો કર્તા થાય છે. આવું | સારભુત પરમાર્થ સ્વરૂપ જાણી સમ્યગદષ્ટિ પુરુષ વિભાવરૂપ અધર્મના નિમિત્તોનો ત્યાગ કરે છે અને સ્વભાવરૂપ ધર્મના સાધક કારણોનો – સત્ સાધનોને આશ્રય કરે છે, અર્થાત્ સમ્યગુ જ્ઞાન - દર્શન - ચારિત્રની વૃદ્ધિના ઉપાયોનું અવલંબન લે છે, આત્મ સ્વરૂપના બાધક કારણોને ત્યજે છે ને સાધક કારણોને ભજે છે અને તેમાં પણ જેને એવો શુદ્ધ સ્વભાવ રૂપ વસ્તુધર્મ પ્રગટ્યો છે, એવા પરમાત્મા પ્રભુની દઢ આશ્રય ભક્તિ પરમ અવલંબનભૂત – આધારભૂત ગણીને તે પરમ પ્રેમે ભજે છે અને તે પ્રભુને ભજતાં તે, “હે પ્રભુ ! હે સહજાત્મસ્વરૂપ સ્વામી ! આપને જેવો શુદ્ધ ધર્મ સંપૂર્ણપણે પ્રગટ્યો છે, તેવો શુદ્ધ ધર્મ અને પ્રગટો !' એમ નિરંતર અજંપા જાપ જપે છે, તે પ્રભુને અવલંબતાં પરભાવ પરિહરે છે અને આત્મધર્મમાં રમણતા અનુભવતાં તેનો આત્મભાવ ઓર પ્રગટે છે. “શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો; શુદ્ધ ધર્મ જે પ્રગટ્યો તુમચો, પ્રગટો તેહ અમારો રે સ્વામી ! વિનવિયે મન રંગે. પારિણામિક જે ધર્મ તમારો, તેવો અમચો ધર્મ; શ્રદ્ધા ભાસન રમણ વિયોગે, વળગ્યો વિભાવ અધર્મ રે સ્વામી ! જુઓઃ પ્રવચનસાર’ ગાથા અને ટીકા શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત ૩૭૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy