SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૩૨ પ્રમાણ, સત્ સ્વરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ ત્રિપદી, સમભંગી, આત્મા, કર્મ, યોગ આદિ દ્રવ્યાનુયોગાંતર્ગત સૂક્ષ્મ વિષયોની તલસ્પર્શિની અવગાહના કરે છે, સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્માનું અસ્તિપણું છે પર દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવથી નાસ્તિપણું છે, એવું ઉડે પરમ ગંભીર તત્ત્વચિંતન છે અને આ દ્રવ્યાનુયોગના પરમ રહસ્યભૂત - કળશ રૂપ પરમ આત્મતત્ત્વનું - ભગવાન સમયસારનું અર્થાતુ શુદ્ધ આત્માના સહજ સ્વરૂપનું પરિશીલન કરી, તેને આત્મસ્વભાવભૂત કરી મૂકે છે, એટલે શુદ્ધોપયોગદશાસંપન્ન અમૂઢદષ્ટિ જ્ઞાની સમ્યગૃષ્ટિને શુદ્ધાત્માનુભૂતિરૂપ સમ્યગદર્શન ગુણ સદા પ્રગટ વર્તે છે. પણ મૂઢદષ્ટિ અજ્ઞાની મિથ્યાષ્ટિને આ આત્માનો સમ્યગુદર્શન ગુણ અનાદિથી દર્શનમોહના ઉદયથી, કડવી તંબૂડીમાં નાંખેલા દૂધની જેમ, મિથ્યાદર્શન રૂપ બની ગયો છે. મિથ્યાદેષ્ટિનો આત્મા પોતાના શુદ્ધ ચેતન સ્વરૂપને ભૂલી જડ એવી દેહાદિ પરવસ્તુમાં ત્રિદોષ સન્નિપાત’: આત્મબ્રાંતિ પામ્યો, એ જ એનો અનાદિ વિપર્યાસ રૂપ દર્શનમોહ છે. આપ સમ્યગુષ્ટિનો ‘ત્રિગુણ આપ ભલ ગયા ' એ જ જીવની “સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે. આ સન્નિપાત’ દર્શનમોહથી જ જીવ ચારિત્રમોહ પામે છે, પરવસ્તુમાં મુંઝાવા રૂપ મોહ - દર્શનમોહ ઉપજ્યો, દર્શન મિથ્યા થયું, એટલે સર્વ શાન અજ્ઞાન રૂપ બને છે અને સર્વ ચારિત્ર પણ કુચારિત્ર થઈ પડે છે. આત્મસ્વરૂપના અજ્ઞાનથી જીવ પરભાવમાં મુંઝાય છે, મૂચ્છિત થાય છે, આ જ મૂઢ દૃષ્ટિપણા રૂપ મોહ છે અને તેને લીધે પરવસ્તુમાં આત્મબુદ્ધિના કારણે આ જીવ રાગ-દ્વેષ કરે છે, એટલે એ પરભાવ પ્રત્યે ગમન કરે છે, પરપરિણતિને ભજે છે. આમ મોહ-રાગ-દ્વેષ એ ત્રિદોષ જ જીવનો મોટામાં મોટો રોગ છે. જેમ ત્રિદોષ સન્નિપાતનો રોગી પોતાનું ભાન ભૂલી જાય છે, બેભાનપણે ફાવે તેમ બકે છે, પોતાનું તે પારકું ને પારકે તે પોતાનું એવું યુદ્ધાતદ્વા અસમંજસ બોલે છે, ટૂંકામાં જાણે બદલાઈ ગયો હોય એમ પોતાના મૂળ અસલ સ્વભાવથી વિપરીતપણે – વિભાવપણે વર્તે છે અને પોતાના મૂળ અસલ સ્વભાવથી નિપાતને પામી પોતાના “સન્નિપાતી' નામને યથાર્થ કરે છે. તેમ રાગ-દ્વેષ-મોહ રૂપ ત્રિદોષ સન્નિપાત જે જીવને લાગુ પડ્યો હોય છે, તે જીવ પોતાના આત્મસ્વરૂપનું ભાન ભૂલી જાય છે, પારકું તે પોતાનું ને પોતાનું તે પારકું એવું બેભાનપણે ફાવે તેમ પ્રલપે છે - લવે છે, પોતાના મૂળ અસલ સહજ સ્વભાવથી વિપરીત પણએ - વિભાવપણે વર્તે છે. આમ ત્રિદોષ સન્નિપાતથી જીવનો નિજ સ્વરૂપથી નિપાત - અધ:પાત થાય છે, એટલે તેના આત્મપરિણમનમાં ભંગ પડી, તે પરભાવ પ્રત્યે ગમન, પરિણમન ને રમણ કરે છે. આ જ જીવનો મૂઢદૃષ્ટિપણા રૂપ - મિથ્યાત્વ રૂપ મુખ્ય મહારોગ છે. આમ મિથ્યાત્વ - મહારોગી મિથ્યાદેષ્ટિ ભલે “ત્રિદોષ સન્નિપાતી” હો, પણ સમ્યક્ત - આરોગ્ય સંપન્ન સમ્યગૃષ્ટિ તો ‘ત્રિગુણ સન્નિપાતી' જ હોય છે, અર્થાત્ સમ્ય દર્શન - સમ્યગુ જ્ઞાન - સમ્યક ચારિત્ર એ ત્રિગુણ રૂપ સત્ સ્વરૂપમાં “નિપાતી” - નિતાંતપણે પડનારા - ઝંપલાવનારા છે, તે ત્રિગુણાત્મક સત્ સ્વરૂપમાંથી કદી પણ બહાર ન નીકળે એમ મૂર્શિતપણે ત્યાંજ “સતુ મૂર્ષિત' (સમૂર્શિત) રહેનારા - તે ત્રિગુણાત્મક સત્ સ્વરૂપમાં જ નિતાંત સ્થિતિ કરનારા છે. એટલે આવા મોહમયી માયા મધ્યે પણ અમોહ સ્વરૂપ અમૂઢદેષ્ટિ સમ્યગૃષ્ટિને સર્વ ભાવોમાં મોહના અભાવને લીધે મૂઢદષ્ટિકૃત બંધ છે નહિ, પણ નિર્જરા જ છે. સિમ્યગૃદૃષ્ટિ જ્ઞાની , શાને ? થતો દિ - કારણકે નિશ્ચય કરીને ફુટપણે સદિ : - સમ્યગુષ્ટિ હોલ્હીÍજજ્ઞાવમાવમયત્વેન - ટેકોત્કીર્ણ એક શાયક ભાવમયપણાએ કરીને સર્વેશ્વર બાપુ મોદામાવાન્ - સર્વેય ભાવોમાં મોહ અભાવને લીધે મૂત્રુટિ - અમૂઢદૃષ્ટિ છે, તો તેના મા - આને - સમ્યગુદૃષ્ટિને મૂઢશ્રિતો નાસ્તિ વંધ: - મૂઢદૃષ્ટિ કૃત બંધ છે નહિ, કિંતુ નિરવ - કિંતુ નિર્જરા જ છે. | તિ “આત્મતિ' માત્મમાવના ૨૩૨૫ ૩૬૯
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy