SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ “સમસ્ત વસ્તુના વ્યતિરેક નિશ્ચયથી વિચિત જ્ઞાન અહીં અવતિષ્ઠ છે,” ઈ. હે જીવ ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જે તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.' - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ-૧-૧ ૭૫૧. સમયસાર ગાથા-૩૯૦-૪૦૪ ૭પ૧-૭૬૦ “શાસ્ત્ર જ્ઞાન નથી હોતું, કારણકે શાસ્ત્ર કાંઈ નથી જાણતું, તેથી જ્ઞાન અન્ય, શાસ્ત્ર અન્ય જિનો જાણે છે.” “શબ્દ જ્ઞાન નથી હોતો, કારણકે શબ્દ કાંઈ નથી જાણતો નથી, તેથી જ્ઞાન અન્ય, શબ્દ અન્ય જિનો જાણે છે.” ઈ. કારણકે નિત્ય જાણે છે, તેથી જીવ જ જ્ઞાયક જ્ઞાની છે, અને જ્ઞાન જ્ઞાયકથી અતિરિક્ત (અભિન્ન) જાણવું. જ્ઞાનને સમ્યગુદૃષ્ટિ, સંયમ, અંગ પૂર્વગત સૂત્ર અને ધર્મ-અધર્મ તથા પ્રવજ્યા- બુધો અભ્યપગમે છે - (સ્વીકારે છે). “શ્રુત જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-શ્રુતનો વ્યતિરેક (ભિન્નતા) છે. શબ્દ જ્ઞાન નથી-અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-શબ્દનો વ્યતિરેક (ભિન્નતા) છે. રૂપ જ્ઞાન નથી - અચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-રૂપનો વ્યતિરેક છે. ઈ. અધ્યવસાન જ્ઞાન નથી -- અચેતનપણાને | લીધે, તેથી જ્ઞાન-અધ્યવસાનનો વ્યતિરેક છે. એવા પ્રકારે એમ જ્ઞાનનો સર્વે જ પરદ્રવ્ય સાથે | વ્યતિરેક નિશ્ચય સાધિત હોય છે. હવે જીવ જ એક શાન છે - ચેતનપણાને લીધે, તેથી જ્ઞાન-જીવનો અવ્યતિરેક છે અને જીવના સ્વયં જ્ઞાનપણાને લીધે તેનાથી (જ્ઞાનથી) વ્યતિરેક કોઈ પણ શંકાનીય નથી. | એમ સતે જ્ઞાન જ સમ્યગુ દેષ્ટિ, સંયમ, શાને જ અંગપૂર્વ રૂપ સૂત્ર, જ્ઞાન જ ધર્માધર્મો, જ્ઞાન જ પ્રવજ્યા એવા પ્રકારે જ્ઞાનના જીવ પર્યાયોથી પણ સહ અવ્યતિરેક નિશ્ચયસાધિત દષ્ટવ્ય છે. હવે એમ સર્વદ્રવ્ય સાથે વ્યતિરેકથી અથવા સર્વ દર્શનાદિ જીવ સ્વભાવ સાથે અવ્યતિરેકથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ પરિહરતું, અનાદિ વિભ્રમમૂલ ધર્માધર્મ પરસમયને ઉદ્યમી, સ્વયંસેવ પ્રવજ્યા રૂપ પ્રાપ્ત કરી, દર્શન-જ્ઞાનચારિત્ર સ્થિતિત્વ રૂપ સ્વ સમયને પામીને, મોક્ષમાર્ગ આત્મામાં જ પરિણત કરીને, સંપૂર્ણ વિજ્ઞાનઘન ભાવને સમવાપ્ત થયેલું, હાનોપાદાન શૂન્ય (ત્યાગ-ગ્રહણ શૂન્ય) સાક્ષાત્ સમયસારભૂત એવું શુદ્ધજ્ઞાન એક જ સ્થિત દષ્ટવ્ય છે. ૭૬૧. સમયસાર કલશ-૨૩પ ૭૬૧-૭૬૨ આ કલશ કાવ્યમાં “વિજ્ઞાનઈન” અમૃતચંદ્રાચાર્યજીએ જ્ઞાનના શાશ્વત શુદ્ધશાન મહિમાની મુક્ત કંઠે પરમાર્થ સ્તુતિ લલકારી છે. અન્યોથી વ્યતિરિક્ત, માનિયત આત્મનિયત નિશ્ચય વૃત્તિથી સ્થિત, અત એવ પૃથગુ વસ્તુતાને ધારણ કરતું, અત એવ આદાન-ત્યાગ શૂન્ય, એવું અમલ જ્ઞાન તથા પ્રકારે અવસ્થિત થયું, યથા પ્રકારે આદિ-મધ્ય-અંત વિભાગથી મુક્ત સહજ સ્વભાવભૂત સ્કાર-વિશાલ પ્રભાથી-ભાસુર એવો આ જ્ઞાનનો શુદ્ધ શાનઘનનો આનો (જ્ઞાનનો) મહિમા નિત્યોદિત તિષ્ઠ છે - સ્થિતિ કરે છે. ૭૬૩. સમયસાર કલશ-ર૩૬ ૭૩-૭૪ આ ત્યાગ-આદાનશૂન્ય અવસ્થિત જ્ઞાન એ જે પૂર્ણ આત્માનું આત્મામાં સંધારણ છે એવા ભાવનો અમૃત સમયસાર કલશ અમૃતચંદ્રજી લલકારે છે. ઉ— (સર્વથા મૂકવા યોગ્ય) હતું તે અશેષથી ઉન્મુક્ત થયું, તથા આદેય તત્ ૪૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy