SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમ જ્ઞાન; તેમજ આતમ જ્ઞાનની, પ્રાપ્તિ તણા નિદાન. ત્યાગ વિરાગ ન‘ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.'' આ પરમ ઉપકારી પ્રાદિ ગુણ કારણમાં કાર્યના ઉપચારથી અથવા શુદ્ધ આત્માનુભૂતિને આધીન ગૌણપણે ઉપલક્ષણથી સમ્યગ્દર્શનના લક્ષણ છે અને અત્રે પ્રકૃતમાં વિવક્ષિત નિઃશંકતાદિ તો સમ્યગ્દર્શનના - સમ્યગ્દષ્ટિના સાક્ષાત્ લક્ષણો છે, શુદ્ધ આત્માનુભૂતિ રૂપ મુખ્ય સમ્યગ્દર્શન લક્ષણના વિશિષ્ટ અંગભૂત છે - (૧) સ્વરૂપ - પરરૂપના અખંડ તત્ત્વનિશ્ચયમાં કંઈ પણ શંકા ન હોવા રૂપ નિઃશંકતા, (૨) પરરૂપની કંઈ પણ આકાંક્ષા - ઈચ્છા - વાંચ્છા ન હોવા રૂપ નિષ્કાંક્ષતા, (૩) પરરૂપની વિરૂપતા દેખી વિચિકિત્સા - સૂગ ન કરવા રૂપ નિર્વિચિકિત્સા, (૪) પરરૂપની સુરૂપતા દેખી મૂઢદૃષ્ટિ - વ્યામોહ ન પામવા રૂપ વા સ્વરૂપમાં પરરૂપની ને પરરૂપમાં સ્વરૂપની મોહભ્રાંતિ રૂપ મૂઢદૃષ્ટિ ન પામવા રૂપ અમૂઢ દૃષ્ટિ, (પ) સ્વરૂપનું ઉપબૃહણ - પરિવર્ધન - પરિપોષણ કરવા રૂપ ઉપબૃહણ, (૬) પરરૂપમાં ન પડવા દેતાં આત્માને સ્થિર કરવા રૂપ સ્થિરીકરણ, (૭) સ્વરૂપમાં એકરસ એવા વત્સલ પ્રકૃષ્ટ ભાવના રૂપ પ્રભાવના, એમ ભાવરૂપ પરમ પ્રેમરૂપ વાત્સલ્ય, (૮) સ્વરૂપની પ્રભાવના નિઃશંકતાદિ સભ્યષ્ટિ પુરુષના આત્માના, પુરુષના અષ્ટ અંગની જેમ, અષ્ટ અંગ છે. તેમાં નિઃશંકતા, નિષ્કાંક્ષતા એ બે સકલ અંગના સ્થિતિ સ્થાન રૂપ - પદ ચરણ છે, નિર્વિચિકિત્સા - અમૂઢ દૃષ્ટિ એ બે સકલ અંગના કાર્યકારી કર છે, ઉપબૃહણ એ સકલ અંગને પોષણ આપનાર ઉદર છે, સ્થિરીકરણ એ સકલ અંગને સ્થિર કરનાર વૃક્ષ:સ્થળ છે, વાત્સલ્ય એ સકલ અગને અભેદ એકરસ ભાવથી જોડનાર ગ્રીવા છે, પ્રભાવના એ સકલ અંગનું સંકલિત સંચાલન (Co-ordination) કરનાર મૂર્ધન્ય સ્થાન - ઉત્તમાંગ છે. આમ પુરુષના અષ્ટ અંગ જેવા સમ્યગ્દષ્ટિના આ નિઃશંકતાદિ અંગરૂપ જે લક્ષણો છે તે સકલ કર્મને હણી નાંખે છે સર્વનાશ કરે છે, તો પછી આવી આ સમ્યગ્દષ્ટિની જ્ઞાનદશામાં નવીન બંધનો પુનરિપ લેશ પણ અવકાશ ક્યાંથી જ હોય ? માત્ર પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બાંધેલ કર્મની - પૂર્વ બંધની નિશ્ચિતપણે નિર્જરા જ હોય, પૂર્વે બાંધેલ કર્મ અનુભવતાં - ભોગવતાં જ્ઞાનીને નિર્જરાતા જ જાય - ખરી જતા જ જાય - પૂર્વોપાત્ત તનુમવતો નિશ્ચિત નિરવ । આમ આ ઉત્થાનિકા કળશમાં સૂચવેલા અષ્ટ સમ્યગ્દષ્ટિ અંગનું હવે અષ્ટ ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજી અનુક્રમે અલૌકિક મૌલિક વર્ણન કરે છે. - સમયસાર : આત્મખ્યાતિ - - - J. ૩૬૦ શ્રી આત્મસિદ્ધિ - -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy