SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આમ જેને જ્ઞાન દેહમય નિજ સહજત્મસ્વરૂપનો પરમ અખંડ નિશ્ચય ઉપજ્યો છે તે ધીર સમ્યગુદૃષ્ટિને સાત ભયમાંથી કોઈ પણ પ્રકારનો કંઈ પણ ભય રહેતો નથી, એવો તે પરમ નિઃશંક હોય છે. કારણકે કેવલ જ્ઞાન - જ્યોતિર્મય પરમ આત્મ તત્ત્વનું જેને દર્શન સાંપડ્યું છે, આત્મ સાક્ષાત કાર થયો છે, એવા સમ્યગુદૃષ્ટિ પુરુષને પછી કોઈ પણ પ્રકારનો સંશયનો અંશ પણ રહેતો નથી. જ્ઞાન તિહાં શંકા નહિ થાય. જેમ સૂર્યના કિરણ સમૂહ પ્રસરતાં અંધકાર રહેતો નથી. તેમ પરમાત્મદર્શન થયે લેશ પણ સંશય રહેતો નથી, સર્વથા પરમ નિઃશંકતા-- નિર્ભયતા વર્તે છે અને દુઃખ દોહગ દૂરે ટળે છે, કારણકે જ્યાં શંકા છે ત્યાં જ સંતાપ છે અને જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા નથી. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તિહાં શંકા નહિ થાપ.” - શ્રીમદ્ રાજચંદ્રજી દરશન દીઠે જિન તણો રે, સંશય ન રહે વેધ, દિનકર કરભર પ્રસરતાં રે, અંધકાર પ્રતિષેધ... વિમલ જિન દીઠાં લોયણ આજ.” - શ્રી આનંદઘનજી એવું નિઃશંક સહજત્મસ્વરૂપનું દર્શન થતાં પરમ નિર્ભયપણાને પ્રાપ્ત થયેલા મહાત્મા અનુભવજ્ઞાની પરમ સમ્યગુદેષ્ટિઓના આવા પરમ ધન્ય ઉદ્ગાર નીકળી પડે છે – “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” “ઓગણીસમેં ને સુડતાલીસું, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે... ધન્ય રે દિવસ આ અહો ! જાગી જેરે શાંતિ અપૂર્વ રે.” - પરમ આત્મદે શ્રીમદ્ રાજચંદ્રજી “દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ, ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગંજે નર પેટ? વિમલ જિન દીઠા લોયણ આજ, મ્હારા સિયાં વંછિત કાજ. અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય, શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય. વિમલ જિન.” - શ્રી આનંદઘનજી ૩૫૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy