SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા રૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૫૮ હવે શાનીનું અગુમિ ભયરહિતપણું સમયસાર કળશમાં (૨) બિરદાવે છે – स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न य - छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः । अस्यागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५८॥ ગુમિ વસ્તુતણી પર સ્વરૂપ છે, ના કો સ્વરૂપે ખરે ! શક્તો અન્ય પ્રવેશવા જ અમૃત જ્ઞાન સ્વરૂપ નરે; એથી આની અગુક્તિ કોઈ ન હુવે તભીતિ શી જ્ઞાનિને ? નિઃશંકો સતત સ્વયં સહજ તે વિંદે સદા જ્ઞાનને. ૧૫૮ અમૃત પદ-૧૫૮ સ્વરૂપ તે જ ખરે ! વસ્તુની, ગુપ્તિ પરમ આ હોયે, સ્વરૂપમાં કારણ બીજો કો, શક્ત પેસવા નોયે. નિઃશંક સતત સ્વયં સહજ તે. ૧ અકૃત જ્ઞાન તે સ્વરૂપ પુરુષનું, નિશ્ચય એમ જ હોય, એથી અગુપ્તિ એહ જ્ઞાનની, અહિં કોઈ પણ નો'યે.. નિઃશંક સતત સ્વયં સહજ તે. ૨ તેથી અગુપ્તિ તણો શાનિને, ભય ક્યાંથી જ ભવંતો ? નિઃશંક સતત સ્વયં સહજ તે, શાન સદા વિંદતો.. નિઃશંક સતત સ્વયં સહજ તે. ૩. ભગવાન અમૃત સહજ સ્વરૂપ, સમ્યગુદૃષ્ટિ સતો, નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા હિંદતો... નિઃશંક સતત સ્વયં સહજ તે. ૪ અર્થ - “સ્વ રૂ૫' એ જ ખરેખર ! વસ્તુની પરમ ગુણિ છે, કારણકે સ્વરૂપમાં કોઈ પણ પર (બીજો) પ્રવેશવા શક્ત નથી અને અકૃત (અકૃત્રિમ સહજ) જ્ઞાન એ જ નરનું - પુરુષનું સ્વરૂપ છે, એથી કરીને આની અગુણિ કોઈ હોય નહિ, તો પછી શાનિને તેની (અગુમિની) ભીતિ ક્યાંથી હોય? એટેલે નિઃશંક સતત તે સ્વયં સહજ જ્ઞાન સદા વિદે છે - વેદે છે - અનુભવે છે. ૧૫૮ અમૃત જ્યોતિ” મહાભાષ્ય સર્વ પ્રકારે જ્ઞાનીનાં શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપરાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ હૈયે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૬૦ - શાની અગુમિ ભયથી વિમુક્ત કેવી પરમાર્થગંભીર તત્ત્વ વિચારણાથી હોય છે તેનું દિગ્ગદર્શન અત્ર કરાવ્યું છે - નિ વસ્તુનોડતિ પરમ ગુણઃ - આમ પુરુષોનો આ આગમ પ્રવાહ છે કે – સ્વ રૂપ” - પોતાનું રૂપ એ જ વસ્તુની “પરમ' - ઉત્કૃષ્ટ “ગુમિ' - સુરક્ષિતતા છે, કારણકે સ્વરૂપમાં કોઈ પણ “પર” - બીજો પ્રવેશવાને “શક્ત' - શક્તિમાન્ - સમર્થ નથી - “સ્વરૂપે ન વત્ શતઃ sfપ પર: પ્રવેશું ' અને “અમૃત” - અકૃત્રિમ - સહજ એવું જ્ઞાન એ જ નરનું - પુરુષનું સ્વરૂપ છે - “કૃતં જ્ઞાનં સ્વરૂd નુ: '. એથી એની - એ જ્ઞાનની અગુમિ - અરક્ષિતતા કોઈ પણ હોય નહિ, ચારિતો ન વાવન ભવે, તો પછી તેની - અગુમિની ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય? “તત્કઃ સૂતો જ્ઞાનનો ?’ એટલે આમ સતત નિઃશંક એવો તે જ્ઞાની સ્વયં સહજ શાન સદા વિંદે છે - વેદે છે - અનુભવે છે - “નિશ6: સતતં વર્ષ સનં જ્ઞાનં સર્વી વિંતિ | ૩૫૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy