SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ઈત્યાદિ કુલધર્મને જેમ કુલવધૂ પાળે છે, તેમ પરભાવ - વિભાવ રૂપ પરઘર પ્રત્યે ગમન ન કરવું, આત્માના નિજ ઘરમાં જ રહેવું, વસ્તુ સ્વભાવની મર્યાદા ન ઉલ્લંઘાય એમ ઉચિત “મર્યાદા ધર્મમાં - મરજાદમાં રહેવું, સ્વરૂપાચરણ રૂપ શીલ સાચવવું, ઈત્યાદિ યોગીકલના ધર્મને આ કલયોગી બરાબર પાળે છે. તેમજ કુલપુત્ર જેમ હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, પરદ્રવ્ય ગ્રહણ આદિ સર્વ અનાર્ય કાર્યને દૂરથી વર્જે છે અને સન્યાય નીતિને - પ્રમાણિકતાને અનુસરે છે, તેમ આ આર્ય કુલયોગી પણ આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસાનો, પરવસ્તુને પોતાની કહેવા રૂપ અસત્યને, પરદ્રવ્યની ચોરી કરવા રૂપ અદત્તાદાનને, પરવસ્તુ પ્રત્યે ગમન કરવા રૂપ વ્યભિચારને અને મમત્વથી પરવ્યના ગ્રહણ રૂપ પરિગ્રહને - ઈત્યાદિ અનાર્ય કાર્યને દૂરથી ત્યજે છે - અને પરવસ્તુ રૂપ પરભાવ - વિભાવને છોડી દઈ, તે ઉપરથી પોતાની માલિકી ઉઠાવી લઈ, સ્વ વસ્તુમાં જ સ્થિતિ કરી સન્યાય નીતિને - ખરેખરી પ્રમાણિકતાને અનુસરવા નિરંતર પ્રયત્નશીલ રહે છે અને કુલપુત્ર જેમ બાપદાદાની આબરૂ વધારી - કલને ઉજળી સમાજમાં સુપ્રતિષ્ઠિત હોય છે, તેમ આ સમ્યગદષ્ટિ કલયોગી પણ પોતાના યોગિલની પ્રતિષ્ઠા વધારી, કુલને અજવાળી, “એકોતેર પેઢીને તારી' યોગી સમાજમાં સ્થાન પામી સ્વરૂપમાં સુપ્રતિષ્ઠિત હોય છે. આમ કુલવધુ કુલપુત્રની જેમ જેને “કુલયોગી” નામ બરાબર ઘટે છે એવા સમ્યગૃષ્ટિ કદી પણ અસતુ પ્રવૃત્તિ કરતા નથી ને સદાય સતુ પ્રવૃત્તિ કરે છે તેને ઈહલોકાદિ સાત પ્રકારના ભયમાંથી કોઈ પણ પ્રકારનો ભય ક્યાંથી હોય ? ન જ હોય, ન જ હોય. ભયને જ ભય લાગી તેમનાથી દૂર ભાગી જાય છે ! આમ ઈહલોકાદિ સાત ભય જેને ટળ્યા છે, એવો સમ્યગૃષ્ટિ જ્ઞાની તો સદા પરમ નિર્ભય જ - પરમ નિઃશંક જ હોય છે. કારણકે ભય - ચંચલતાનું કારણ આત્મસ્વરૂપનું અજ્ઞાન છે, પણ જેને પોતાના સ્વરૂપનું ભાન પ્રગટ્યું છે એવા સમ્યગુદૃષ્ટિ પુરુષો તો દેઢ નિશ્ચયપણે જાણે છે કે મહારૂં કાંઈ ચાલ્યું જવાનું નથી, હારૂં છે તે તો મહારી પાસે જ છે, બાકી બીજું બધું ય અનેરું છે, “અવધૂ ક્યા તેરા ? ક્યા મેરા ? તેરા તો તેની પાસે, અવર સબહી અનેરા.” માટે મહારે ભય શો ? ચિંતા શી? વિકલ્પ શો ? “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શદ્ધ અનુભવ ૩૫ હું છઉં. ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? શુદ્ધ શુદ્ધ પ્રકષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છઉં. નિજ સ્વરૂપમય ઉપયોગ કરૂં છઉં. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૭૬૦), ૮૩૩ સમ્યગૃષ્ટિ, જ્ઞાની ' ૩૪૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy