SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૫૪ છે, સ્વ સંવેદનથી પ્રત્યક્ષ જણાય છે અને તે જ વેદ્ય સંવેદ્ય પદ’ છે. “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજમાંહિ લહ્યું, દૂર થયું અજ્ઞાન...'' - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સૂત્ર-૧૧૯ સ્થિર આત્મસ્વભાવ અનુભવરૂપ વેઘસંવેદ્યપદ ગ્રંથિભેદથી આ સ્થિરા દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે, તેથી યોગીને અત્રે સૂક્ષ્મ બોધની સંપ્રાપ્તિ હોય છે અને એવા સૂક્ષ્મબોધ સંપન્ન સમ્યગ્દષ્ટિ પુરુષના આવા સહજ ઉદ્ગાર નીકળી પડે છે કે - આમ નિર્મલ સમ્યગ્દર્શનના પ્રતાપે કરીને જેણે હારૂં પશુરૂપપણું ટાળીને દેવરૂપપણું કર્યું, દિવ્ય સહજ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું, તે ભગવાન્ વીરનો અમાપ ઉપકાર હું કદી વિસરૂં નહિ, રાત દિવસ સંભારૂં છું. ‘એ ગુણ વીર તણો ન વિસારૂં, સંભારૂં દિન રાત રે, પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિત ને અવદાત રે... દૃષ્ટિ થિરામાં દર્શન નિત્યે, રત્નપ્રભા સમ જાણો રે.’’ - શ્રી યશોવિજયજી કૃત યો.દ.સાય' “અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવ નિવૃત્તિ રૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.'' - શ્રીમદ્ રાજચંદ્રજી આમ રત્નદીપક સમો સદા સ્થિર બોધ દીપક જેના આત્મામાં પ્રગટ્યો છે એવા સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષ સ્વને – પોતાને - આત્માને ‘અવધ્ય બોધવપુ' ‘નાનંતઃ સ્વમધ્યવોધવપુષમ્’ જેનો કદી પણ વધ - ઘાત ન થઈ શકે એવો બોધદેહ રૂપ - જ્ઞાનવિગ્રહ રૂપ જાણે છે અને એમ જાણતા સતા તેઓ આવો વજ્રપાત જેવો ઘોર ઉપસર્ગ આવી પડ્યે પણ અખંડ સહજ જ્ઞાનસ્વભાવ રૂપ - જાણવા રૂપ બોધથી. જ્ઞાનથી કદી પણ આવતા થતા નથી ભ્રષ્ટ થતા નથી, જોધાધ્યવંતે નહિ ।' કારણકે પોતાના આ શાનદેહને અમર જાણતા તેઓ આનંદઘનજીના અમર શબ્દોની જેમ માને છે કે અબ હમ અમર ભયે ન મરેંગે', એનું કારણ એ છે કે અમે મિથ્યાત્વ ત્યજી દીધું છે, તો પછી અમે ફરી જન્મવા રૂપ દેહ શાને ધરશું ? આ નાશવંત દેહ છે જશે - ‘નાશિ જાશી', પણ અમે તો સ્થિર રહેશું, ‘હમ થિર વાસી'. દેહ વિનાશી છે, અમે અવિનાશી છીએ, અત્રે અમારી અવિનાશી શાશ્વત ધ્રુવ ગતિ (સિદ્ધ ગતિ) પકડશું - ‘દેહ વિનાશી હમ અવિનાશી, અપની ગતિ પકરેંગે' આત્માના અમરત્વના પરમ નિશ્ચયથી મહાગીતાર્થ મહાશાની આનંદઘનજીએ પરમ આત્મવિશ્વાસથી પોતાનું અમરત્વ આ અમર શબ્દોમાં સંગીત કર્યું છે = - = – ਲ - “અબ હમ અમર ભયે ન મરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે, યા કારન મિથ્યાત દીયો તજ, ક્યું કર દેહ ધરેંગે ?... અબ.’' - આનંદઘન પદ, ૪૨ ૩૪૫ -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy