SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૫૩ વસ્તુ - સ્વરૂપપણે દેખે છે એવા “સમ્યગુષ્ટિઓ જ માત્ર આવું આ પરમ સાહસ કરવાને “ક્ષમ” - ખમતીધર - સમર્થ હોય છે - કે જ્યારે વજ પડતું હોય ને ભયથી ચલાયમાન થતા - ખળભળી ઉઠતા રૈલોક્યથી - ઊર્ધ્વ - મધ્ય – અધો એ ત્રણે લોકથી તે વજનો પડવાનો માર્ગ મૂકી દેવાયેલો હોય - પsfપ પતયમી મયવત્ ઐતોવચમુવતાધ્વનિ', ત્યારે ‘નિસર્ગ નિર્ભયતાથી' - સ્વાભાવિક કુદરતી નિર્ભયતાથી સર્વજ શંકા છોડી દઈને સ્વયં - પોતે જ – “સર્વાવ નિર્મિતથા શાં વિહાર સ્વયં - સ્વને” - પોતાને - આત્માને “અવધ્ય' - નહિ હણાય એવો - “બોધ વપુ' - જ્ઞાનદેહવાળો - જ્ઞાનવિગ્રહ જાગંતા તેઓ બોધથી – જ્ઞાનથી અવંતા નથી, ચુત - ભ્રષ્ટ - પ્રમત્ત થતા નથી – “નાનંતઃ स्वमवध्यबोधवपुष बोधाच्यवते न हि ।' જગતુમાં ઉલ્કાપાત મચાવે એવા વજપાત જેવા મહા ભયંકર ઘોર પરીષહ-ઉપસર્ગ પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે પણ નિશ્ચય સમ્યગુદર્શનને પામેલા સમ્યગદષ્ટિઓ જ આવું નિઃશંક નિર્ભય રહેવાનું અલૌકિક સાહસ કરી શકે છે, તે ઘોર પરીષહ-ઉપસર્ગોમાં પણ સમ્યગૃષ્ટિનું આત્મસ્થિરપણું કેવું અદ્ભુત હોય છે તેનું સુંદર શબ્દચિત્ર આલેખે છે. ગ્રંથિભેદ થઈ જ્યાં નૈૠયિક વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ હોય છે - શુદ્ધાત્મ અનુભવરૂપ નિશ્ચય સમ્યગુદર્શન સાંપડે છે એવી પાંચમી સ્થિરાદિ યોગદૃષ્ટિમાં સ્થિર થયેલા સમ્યગુદૃષ્ટિ યોગીઓને આવી સ્થિર આત્મદશા પ્રગટે છે. દેહાદિ સર્વ પરવતુથી સર્વથા ભિન્ન એવા શુદ્ધ આત્માના અનુભવરૂપ ભેદજ્ઞાન - આત્મજ્ઞાન આ સમ્યગુદૃષ્ટિ ભેદજ્ઞાની આત્મજ્ઞાનીને હોય છે. “હું એક શુદ્ધ દર્શન - જ્ઞાનમય અને સદા અરૂપી એવો આત્મા છું, અન્ય કંઈ પણ પરમાણુમાત્ર પણ મ્હારૂં નથી' - એવો અખંડ સ્થિર નિશ્ચય આ ભેદજ્ઞાની આત્મદ્રષ્ટ પુરુષને હોય છે અને એટલા માટે જ આ સદા સ્થિર રહેનારી - “અપ્રતિપાતી દૃષ્ટિને “સ્થિરા' કહી છે. તેમાં ઉત્પન્ન થતા બોધને રનની પ્રભા સમાન કહ્યો છે, તે પણ યથાયોગ્ય છે, કારણકે રત્નનો પ્રકાશ પણ સ્થિર હોય છે, ડગમગ થતો નથી, તેમ આ સમ્યગૃષ્ટિ પુરુષનો બોધ પણ સ્થિર રહે છે, ડગમગતો નથી, ચળતો નથી, રત્નના સ્થિર પ્રકાશને જેમ વાયુ સ્પર્શી શકતો નથી કે ઓલવી શકતો નથી, તેમ સમ્યગૃષ્ટિ આત્મજ્ઞાનીના સ્થિર બોધરત્નને ઉપસર્ગ રૂપ વાયુ સ્પર્શી શકતો નથી કે ઓલવી શકતો નથી. અને એટલા માટે જ આ નિશ્ચય સમ્યગુદૃષ્ટિનો બોધ - (૧) અપ્રતિપાતી હોય છે – જેમ રત્નનો પ્રકાશ અપ્રતિપાતી હોય છે – કદી ચાલ્યો જતો નથી, તેમ આ સમ્યગૃષ્ટિનો બોધ અપ્રતિપાતી હોય છે, એક વાર આવ્યા પછી પાછો પડી જતો નથી, (૨) પ્રવર્ધમાન હોય છે, પ્રયોગ વગેરેની કસોટીથી જેમ રત્નની કાંતિ ઓર ને ઓર ઝળકતી જાય છે, તેમ આ સમ્યગદષ્ટિના બોધને આત્માનુભવ રૂપ કસોટીએ ચઢાવી પ્રયોગસિદ્ધ કરતાં તે ઉત્તરોત્તર બળવાન બનતો જાય છે, વૃદ્ધિ પામતો જાય છે, (૩) નિરપાય હોય છે - તેલ ખૂટી જવાથી દીવો ઓલવાઈ જાય છે, પણ તેવો તેલ ખૂટી જવારૂપ અપાય (હાનિ) રત્ન દીપકને નડતો નથી, તેથી તેનો પ્રકાશ નિરપાય-નિબંધ હોય છે, કદી ઓલવાતો નથી, તેમ અત્રે બોધ પરાવલંબની નહિ હોવાથી નિરપાય હોય છે, તેને કોઈ પણ હાનિ-બાધા પહોંચતી નથી, તે કદી ઓલવાતો નથી - બૂઝાતો નથી, કારણકે તેને કોઈ પર અવલંબન નથી કે જે ખસી જતાં તેને હાનિ પહોંચે, તે તો સ્વાવલંબની - આત્માવલંબની જ છે, એટલે તે સર્વથા બાધારહિત છે. આવો રત્નદીપક મનમંદિરમાં પ્રગટ્યો કે બસ પરભાવ રૂપ શત્રુઅલ ખલાસ ! મોહ અંધકારનો સર્વનાશ ! ને અનુભવ તેજનો ઝળહળાટ ! તે દીવો લાગ્યો તે જાગ્યો ! ઓલવાય જ નહિ, (૪) બીજાને પરિતાપ ન પમાડનાર હોય છે – રત્નનો પ્રકાશ જેમ ઠંડો ને નિર્મલ હોઈ, બીજાને પરિતાપ ઉપજાવતો નથી, તેમ આ સમ્યગુદૃષ્ટિનો બોધ પણ કષાય - વિષય આદિની ઉપશાંતતાના કારણે શીતલ ને નિર્મલ હોઈ, બીજને પરિતાપ - ક્લેશ પમાડતો નથી, એટલું જ નહિ પણ અન્ય જીવોને પણ અહિંસા આદિ વડે કરીને પરમ શાંતિનું કારણ થાય છે, (૫) પરિતોષ હેતુ હોય છે, રત્નના પ્રકાશથી પરિતોષ ઉપજે છે, તેની કાંતિ દેખીને આંખ ઠરે છે, ચિત્ત પ્રસન્ન થાય છે, કાચ જેવી તુચ્છ વસ્તુ વગેરે દેખવાનું મન થતું ૩૪૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy