SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૧૮-૨૧૯ ભોગકર્મને ભોગવતાં છતાં પણ બંધાતા નથી – ઉલટા તે ભોગાવલી કર્મ ભોગવીને નિર્જરી નાંખે છે, ખેરવી નાંખે છે. આ વાત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. એ જ પ્રકારે એવા કોઈ અપવાદરૂપ સમર્થ જ્ઞાની વિશેષને પૂર્વ પ્રારબ્ધના યોગથી - ખરેખર અંતઃકરણથી અનિચ્છતાં છતાં – સંસાર વાસમાં રહેવાનો પ્રસંગ પરાણે આવા શાની અપવાદરૂપ આવી પડે, તો તે પરમ સમર્થ યોગી અત્યંત આત્મજાગૃતિ પૂર્વક તે સંસાર * પ્રસંગમાં પણ અસંગ રહી, તેમાંથી નિર્લેપપણે ઉત્તીર્ણ થવાનો પરમ પુરુષાર્થ કરે છે અને ધાર તરવારની સોહલી - દોહલી ચૌદમા જિન તણી ચરણ સેવા”ની જેમ, સંસાર ઉપાધિ મધ્યે સ્થિત છતાં પરમ આત્મસમાધિ જાળવી, શુદ્ધ આત્માનુચરણ શુદ્ધ ચારિત્રની બેધારી તલવાર પર ચાલવાનું અદ્ભુત બાજીગરપણે દાખવી, પોતે સાધેલા પરમ અદ્દભુત આત્મસામર્થ્ય યોગનો પરચો બતાવે છે અને સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. પણ આવા અપવાદરૂપ યોગીએ તો કોઈક વિરલા જ હોય છે. કારણકે ત્યાગ અવસ્થામાં આત્મસમાધિ જાળવવી દુષ્કર છતાં સુકર - સોહલી છે, પણ ગૃહસ્થાવસ્થામાં તથારૂપ આત્મસમાધિ જાળવવી તે તો દુષ્કર દુષ્કર ને દોહલી છે. ચોખ્ખા ઓરડામાં ડાઘ ન લાગે એ દેખીતું છે, પણ કાજળની કોટડીમાં રહીને પણ જરા પણ ડાઘ ન લાગવા દેવો, એ કાંઈ જેવા તેવા પુરુષાર્થ કૌશલ્યનું કામ નથી. પણ પુનઃ કહેવાનું કે આવા અપવાદરૂપ પરમ યોગીઓ તો કોઈક વિરલા જ હોય છે. આનું જ્વલંત ઉદાહરણ વર્તમાનમાં પરમ યોગસિદ્ધિ સંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન ચરિત્રમાંથી મળી આવે છે. અનિચ્છતાં છતાં પૂર્વ પ્રારબ્ધોદયથી પરાણે સંસાર ઉપાધિ મધ્યે રહીને પણ. તેમણે કેવી અખંડ આત્મસમાધિ દશા જાળવી છે, તે તેમના વચનામૃતમાં ડોકિયું કરતાં કોઈ પણ નિષ્પક્ષપાત વિવેકી વિચારકને સહેજે સુપ્રતીત થાય છે. અન્ય દર્શનીઓમાં પણ જનક વિદેહી - શ્રી કૃષ્ણ આદિના દચંત સુપ્રસિદ્ધ છે.” - શ્રી યોગદષ્ટિ સમુચ્ચય વિવેચન (ડૉ. ભગવાનદાસ કૃત) “ભોગ પંક ત્યજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા, સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા... ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે.” - શ્રી યશોવિજયજી કૃત સા.સ. ગા.સ્ત. “ધાર તરવારની સોહલી દોહલી ચૌદમા જિનતણી ચરણ સેવા, ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.” - શ્રી આનંદઘનજી સિમ્યગુદૃષ્ટિ (જ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રનું અધ્યાત્મ ચરિત્ર “અધ્યાત્મ રાજચંદ્ર' ગ્રંથમાં (સ્વરચિત) આ વસ્તુ અમે સવિસ્તર વિવરી દેખાડી છે, તે પ્રત્યે દૃષ્ટિપાત કરતાં આ વસ્તુસ્થિતિ ઓર સુપ્રતીત થશે. ૩૨૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy