SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ શાની આત્માથી મોક્ષ અત્યંત નિકટ વર્તે છે. જેમ કોઈ નગરની નીકટમાં આવતાં તેની ધ્વજાઓ દેખાય, તે રીતે સર્વાર્થ સિદ્ધ વિમાનથી - મોક્ષનગરની ધ્વજાઓ પ્રગટ દેખાય છે, તેમ સર્વાર્થસિદ્ધ જ્ઞાનમય આત્મામાં જ જે સ્થિતિ કરે છે, તેને મોક્ષનગરની ધ્વજાઓ પ્રત્યક્ષ થાય છે, આવો સાક્ષાત મોક્ષ અનુભવતો જીવન્મુક્ત જ્ઞાની પરપરિગ્રહથી શું કરે ? આવા જીવન્મુક્ત જ્ઞાનીને પરવસ્તુના પરિગ્રહણ રૂપ પર પરિગ્રહનું શું પ્રયોજન ? આ અચિંત્ય ચિંતામણિ સર્વાર્થસિદ્ધ આત્માના સાક્ષાતુ અનુભવોલ્લાસના પરમાનંદથી અચિંત્ય તત્ત્વ ચિંતામણિ આત્મદષ્ટા જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ધન્ય અનુભવોલ્ગાર નીકળી પડ્યા છે કે – “પદ મળ્યું. સર્વાર્થ સિદ્ધની જ વાત છે. જૈનમાં એમ કહે છે કે સર્વાર્થ સિદ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર યોજન દૂર મુક્તિ શિલા છે. કબીર પણ ધ્વજાથી આનંદ આનંદ પામી ગયા છે. તે પદ વાંચી પરમાનંદ થયો. પ્રભાતમાં વહેલો ઉઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું અને મૂળ પદનું અતિશય સ્મરણ થયું. એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય? ઈ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૫ર આકૃતિ યસ્માતુ અચિંત્ય શક્તિ ચિનુ માત્ર ચિંતામણિ જ સ્વયમેવ દેવ આત્મા સર્વાર્થ સિદ્ધાત્મતા કરીને જ્ઞાની અન્યના (પરના) પરિગ્રહથી શું કરે ? જુઓ ઃ “અધ્યાત્મ રાજચંદ્ર (સ્વરચિત) પ્રકરણ એકાવનમું : “સર્વાર્થ સિદ્ધ અને શ્રીમદનો ઉપશમ શ્રેણીનો પૂર્વ અનુભવ. ૨૭૪
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy