SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ છે - વધાવે છે. આમ એક જ જ્ઞાનપદને અભિનંદતા - વધાવતા સમસ્ત જ્ઞાનભેદો જાણપણા રૂપ એક જ જ્ઞાનપદમાં એકભાવ રૂપે અભિન ચૈતન્ય રસથી હળી મળી પરસ્પર પ્રેમથી હાથ મીલાવે છે અને બધા જાણે એકી અવાજે બોલી ઉઠે છે કે અમે કોઈ પણ જાતની જૂદાઈ નહિ જાણી આ એક જ શાનપણું અભિનંદન કરીએ છીએ, વધામણાં કરીએ છીએ ! આ સિદ્ધાંત સમજાવવા માટે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ મેઘાચ્છાદિત સૂર્યનું દૃષ્ટાંત પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી સાંગોપાંગ બિંબ પ્રતિબિંબ ભાવ દર્શનપૂર્વક વિવરી દેખાડી સકલ જ્ઞાનની એકવાક્યતા - એક વાગ્યતા (unanimity) સિદ્ધ કરી છે. તે આ પ્રકારે - જેમ - સૂર્ય છે, તે ઘનપટલથી અવગુંઠિત - “નિપટનાવતિ ' - છે, ઘનપટલથી - મેઘપટલથી - વાદળાઓના થરથી (Layers) - સમૂહથી “અવગુંઠિત' - ઢંકાયેલો - અવરાયેલો છે, તે “તદ્દ વિઘટનાનુસારે' - તવિષટનાનુસારેખ - તે ઘનપટલના ‘વિઘટન' - વિખરાવાપણાના “અનુસાર” - પ્રમાણે “પ્રાકટ્ય' - પ્રકટપણું પામી રહ્યો છે, “ પ્રાસ્ત્રમાસીયતઃ', અર્થાત્ જેમ જેમ મેઘપટલનું - વાદળાનાં થરનું વિઘટન - વિખરાવાપણું થાય છે, તેમ તેમ તે અનુસારે – તે મુજબ તે સૂર્યનું પ્રગટપણું - આવિર્ભાવન થતું જાય છે. આમ વાદળાના થર વિખરાય તે મુજબ પ્રકટપણું પામતા સૂર્યના “પ્રકાશન અતિશય ભેદો' - પ્રવેશનતિશયમેવાડ - હોય છે - “પ્રકાશનના” – પ્રકાશકરણના - પ્રકાશવાપણાના અતિશયના' - ચઢતાપણાના - તરતમપણાના “ભેદો' - પ્રકારો હોય છે. અર્થાત એક મેઘપટલ - વાદળાનું થર વિખેરાતાં અમુક પ્રમાણમાં સૂર્યનો પ્રકાશ પ્રકાશે છે, બે થર વિપરાતાં તેથી વધારે પ્રકાશે છે, ત્રણ થર વિપરાતાં તેથી ઓર પ્રકાશે છે, ઈતિ યાવતુ. જેમ જેમ વાદળાનાં થર વિખેરાતાં જાય છે, તેમ તેમ સૂર્યના પ્રકાશનનું અતિશયપણું - ચઢતાપણું - તરતમપણું (Intensity & extensity) વધતું જાય છે, પ્રકાશ કરવાપણાની માત્રા (Degree) વધતી જાય છે. આમ આવરણરૂપ ઘન પટલના વિઘટન અનુસાર - વાદળાના થર વિખરાવા મુજબ ભલે સૂર્યના ગમે તેટલા પ્રકાશન અતિશય ભેદો થતા હોય, પણ તે બધાય તે સૂર્યના પ્રકાશ સ્વભાવને ભેદતા નથી - ન તસ્ય પ્રવાશસ્વભાવે પ્રિયંતિ, સર્યના પ્રકાશ સ્વભાવનો ભેદ કરતા નથી, ભલે ઓછી કે વધારે માત્રામાં પ્રકાશન - પ્રકાશ કરવાપણું થતું હોય, પણ તે પ્રકાશનના ન્યૂનાધિક – તરતમ ભેદો પ્રકાશ સ્વભાવનો ભેદ કરતા નથી, પરંતુ તે સૂર્યના એક અભેદ પ્રકાશ સ્વભાવને જ દાખવે છે. તેમ - આ આત્મા છે. તે કર્મ પટલ ઉદયથી અવગુક્તિ છે - પદતો યાવર્તિ, કર્મોના “પટલના' - થરના - સમૂહના ઉદયથી “અવગુંઠિત' - ઢંકાયેલો - અવરાયેલો છે. કર્મપટલોદય ૩૫ ઓઢેલાં ગોદડાથી - અંધાર પીછોડાથી ઢંકાયેલો છે, લપેટાયેલો છે. તે “તદ્ વિઘટન અનુસારે' - તટનાનુસારેણ - તે કર્મપટલ ઉદયના “વિઘટન - વિખરાવાપણાના અનુસાર” - પ્રમાણે પ્રાકટ્ય - પ્રકટપણું પામી રહ્યો છે - ત્રિમાસીયત, અર્થાત્ જેમ જેમ કર્યપટલનું – કર્મના થરનું - પોપડાનું વિઘટન - વિખરાવાપણું થાય છે. તેમ તેમ તે અનુસારે - તે મુજબ આ આત્મા આવિર્ભાવન થતું જાય છે. આમ કર્મના થર વિખરાય તે મુજબ પ્રગટપણું પામતા આત્માના “જ્ઞાનાતિશય ભેદો' - જ્ઞાનતિશયમેવા હોય છે, “જ્ઞાનના' - જાણવાપણાના “અતિશય'ના - ચઢતાપણાના - તરતમપણાના “ભેદો' - પ્રકારો હોય છે. અર્થાત્ કોઈ એક થોડું કર્યપટલ વિખરાતાં અમુક પ્રમાણમાં અમુક પ્રકારનો આત્માનો જ્ઞાન પ્રકાશ પ્રકાશે છે, તેથી વધારે બે કર્મપટલ વિખરાતાં તેથી વધારે પ્રકાશે છે, તેથી વધારે ત્રણ કર્મ પટલ વિખરાતાં તેથી ઓર વધારે પ્રકાશે છે, ઈતિ યાવતુ (& so on). જેમ જેમ કર્યપટલનું વિઘટન થતું જાય - કર્મના વાદળાના થર વિખેરાતા જાય, તેમ તેમ આત્માના જ્ઞાન પ્રકાશનનું અતિશયપણું - ચઢતાપણું - તરતમપણું વધતું જાય છે, જ્ઞાન પ્રકાશનની માત્રા વધતી જાય છે. આમ અવગુંઠન રૂપ - આવરણ રૂપ કર્મપટલ ઉદયના વિઘટન અનુસારે - કર્મ વાદળાના થર વિખરાવા મુજબ ભલે આત્માના ગમે તેટલા જ્ઞાનાતિશય ભેદો હોય, પણ તે બધાય તે ૨૫૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy