SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૪૦ રસનો સ્વાદ ખમી શકે નહિ, તેમ જેણે જ્ઞાયક ભાવપૂર્ણ અદ્વિતીય એક પરમાનંદમય પરમ જ્ઞાનામૃતરસનો રસાસ્વાદ લીધો છે, તે આત્મા પછી “બાકસબુકસ” - છાસ બાકળા જેવા વિષયકષાયના કુથિત રસનો કે ઈદ્રિય રસના વિરસ રસનો સ્વાદ ખમી શકતો નથી. “ચાખ્યો છે જેણે અમી લવલેશ, બાકસબુકસ તસ ન રુચે કિમેજી' અને આમ જે જ્ઞાયક ભાવનો એક મહાસ્વાદ લે છે અને પરભાવનો કંઠમય સ્વાદ ખમી શકતો નથી. સ્વને ચાખે છે ને પરને ચાખતો નથી, તે આત્મા “સ્વ વસ્તુવૃત્તિને વિંદે છે” – ર્ય વસ્તુવૃત્તિ વિનું, પોતાની આત્માની સ્વરૂપમાં વસવા રૂપ “વસ્તુની” સ્વ ગુણપર્યાયમાં જ વર્તવા રૂપ “વૃત્તિ’ને વર્તનાને – વાડને - મર્યાદાને - સમયને જાણે છે, વેદે છે, અનુભવે છે. અર્થાત્ જે એક જ્ઞાયક ભાવ અમૃતરસને ચાખે, તેને બીજા હંમય રસ ન ગમે, એટલે પછી તે જ્ઞાયક ભાવ અમૃતરસનો જ સ્વાદ લીધા કરે, એટલે તેવા અખંડ રસાસ્વાદથી તે સ્વરૂપ મર્યાદામાં - સ્વરસમયમાં જ વર્તવા રૂપ સ્વ વસ્તુવૃત્તિને વેદ - અનુભવે અને આમ આ “આત્મા આત્માનુભવના અનુભાવથી વિવશ' બને - માત્માSભાનુમવાનુમાવ વિવશો, અર્થાત્ આત્માનુભવના અનુભાવનો - રસનો આ આત્મા પર એટલો બધો અનુભાવ - મહાપ્રભાવ પડી જાય કે તે આત્માનુભવ વિના એને ક્યાંય પણ કદી પણ ચેન પડે નહિ, એ વિના બેચેન - બેબાકળો બની જાય, વિવશ થઈ જાય અને આવો આત્માનુભવ - અનુભાવથી વિવશ થયેલો આત્મા જ્યાં વિશેષનો ઉદય ભ્રંશ પામી રહ્યો છે એવા સામાન્યને કળતા - “પ્રય વિષયે સામાન્ય ઋયત’ - સકલ જ્ઞાનને એકતા પમાડે છે - સઋત્વે જ્ઞાન નવચેતાં, અર્થાત્ જ્યાં વિશેષનો ઉદય થતો નથી એવા આત્મ સામાન્યને જ અથવા જ્ઞાન સામાન્યને જ - સામાન્ય જ્ઞાનાનુભૂતિને જ, અનુભવતો આ આત્મા જ્ઞાનના સમસ્ત વિશેષોને – ભેદોને પણ એક જ્ઞાન સામાન્યમાં જ સમાવી – અંતર્ભત કરી સર્વ જ્ઞાનને એકપણું પમાડે છે. આકૃતિ સામાન્ય વસ્તુ વૃત્તિ સ્વ શાયક ભાવો (આત્મા) જાણતો, કંદમય ભાવ સ્વાદ અસહ્ય 7 આત્માનુભવ " વિશેષ ઉદય) 'અનુભાવ વિવશ ? (સંકલી. શાન) એક્તા પમાડે છે મહાસ્વાદ) કળતU ? કારણકે સમ્યગૃષ્ટિ જ્ઞાનીને ભેદ વિજ્ઞાન થયું છે. સ્વ – પર વસ્તુનો ભેદ તેણે જામ્યો છે. સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવો હું/શુદ્ધ આત્મા છું એવા બીજભૂત – મૂળભૂત જ્ઞાનનું અંત:પ્રતીતિમય અખંડ સંવેદન - અનુભવન તેને વર્તે છે. સ્વ પરના ભેદ વિજ્ઞાન રૂપ આ આત્મ સંવેદન સર્વ ભાવયોગીને સામાન્ય (common) છે. એટલે કે અવિકલ્પક જ્ઞાન વડે (દર્શન વડે) ગ્રાહ્ય એવી વેદ્ય વસ્તુનું આ સામાન્ય દર્શન સર્વ ભાવયોગીને હોય છે અને તેઓને આ વેદ્ય વસ્તુ પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે નિશ્ચય બુદ્ધિથી સંવેદાય છે. પણ સામાન્ય દર્શન જે થયું તેનું સમ્યગુ દર્શન - શ્રદ્ધાન – આત્મ સંવેદન - અનુભવન - સંપ્રતીતિ તો તે સર્વને સામાન્ય છે. અર્થાત જે કોઈ ભાવયોગી છે, તેને આ નિશ્ચય સમ્યગુદર્શન રૂપ - નિશ્ચય વેદ્યસંવેદ્યપદ હોય છે અને જેને આ નિશ્ચય સમ્યગું દર્શન રૂપ વેદ્યસંવેદ્યપદ છે તે જ ભાવયોગી છે, સમ્યગૃષ્ટિ પુરુષ એ જ ભાવયોગી છે. આ ઉપરથી પરમ પરમાર્થભૂત તાત્પર્ય એ નીકળે છે કે ' - બોધબીજભૂત - મૂળભૂત આત્મ સંવેદનવાળું, આત્માનુભૂતિવાળું જઘન્ય હોય, તો ત્યાં વેદ્યસંવેદ્યપદ છે. પણ તે બીજભૂત જ્ઞાન વિનાનું - આત્મ સંવેદન વિનાનું - બીજું બધું ય ગમે તેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હોય, તો ત્યાં વેદ્યસંવેદ્યપદ નથી. એટલા માટે જ સ્વ - પર ભેદ વિજ્ઞાન રૂપ મૂળ બીજભૂત આવશ્યક તત્ત્વમય જ્ઞાન જેને હતું, પણ બીજું કંઈ પણ જ્ઞાન જેને ન્હોતું, એવા તુષમાષ' જેવા અતિ મંદ ક્ષયોપશમી પણ તરી ગયા છે અને ચૌદ પૂર્વ કંઈક ઊણા જાણનારા અતિમહા ક્ષયોપશમી શાસ્ત્ર પારંગતો પણ પડ્યા છે, તેનું કારણ આ બીજભૂત સંવેદન જ્ઞાન હોતું ૨૫૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy