SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૩૮ આ મોહમદિરામત્ત રાગી જનો મોહમૂચ્છિત થઈ “સુ” “સુHI' - છે - સુષુપ્ત દશામાં પડેલા છે, સૂઈ ગયેલા છે - ઉંઘી ગયેલા છે, ગાઢ અજ્ઞાન - નિદ્રામાં ઘોરવા મંડી ગયેલા છે; અને આમ મદિરામર જેમ માર્ગમાં પોતાનું જ્યાં “પદ' - સ્થાનક - રહેઠાણ - નિવાસ સ્થાન - નિજઘર નથી એવા “અપદે’ - ગમે તે અસ્થાને - “કઠેકાણે” મૂચ્છિત થઈ પડી જઈ સૂઈ જાય છે, તે તેનું અપદ જ છે, તેમ આ મોહ મદિરામર રાગી જન સંસાર માર્ગમાં પોતાનું જ્યાં “પદ' - સ્થાનક - રહેઠાણ - નિવાસસ્થાન - નિજઘર નથી એવા “અપદે' - ગમે તે અસ્થાને – “કઠેકાણે” મોહમૂર્ણિત થઈ, પડી જઈ - સ્વરૂપથી પતિત થઈ, “પર ઘર' સૂઈ ગયો છે, તે તેનું “અપદ' જ છે, “અપદ' જ છે - “સમપર્વ તવિષ્યધ્વગંધા:' આ નિશ્ચય છે. અર્થાત્ આ અનાદિ સંસારથી પ્રતિપદે આ રાગી નિત્યમત્ત જનો જે જે કહેવાતા “પદમાં' - સ્થાનમાં સમ છે, તે “આ અપદ છે ! અપદ છે !' - અસ્થાન છે અસ્થાન છે ! કઠેકાણું' છે “કઠેકાણું' છે ! એમ છે અંધો ! જેના વિવેક ચક્ષુ વિકલ થયા છે - બંધ છે, એવા છે રાગાંધ – મોહાંધ જનો ! તમે બૂઝો ! જાણો ! સમજો ! અથવા “મવું તદ્ધિ પુષ્યધ્વમંધાડ’ તે અપદ છે અપદ છે, માટે તે અંધો ! વિબોધ પામો ! જાગો / મોહનિદ્રામાંથી જાગ્રત થઈને વિવેક ચક્ષુ ખોલીને દેખો ! આમ મોહનિદ્રામાંથી ઢંઢોળવાને નિષ્કારણ કરુણાથી ‘ગંધાડ’ - હે અંધો ! એવો કથંચિતુ કિંચિતુ કઠોર પ્રયોગ કરી માર્દવમૂર્તિ - માધુર્ય મૂર્તિ - અમૃત મૂર્તિ અમૃતચંદ્રજી તે અંધોને પદ દર્શાવવાને નિષ્કારણ કરુણામય કોમલ મધુર વચનોથી અહ્વાન કરે છે - “પૂર્તતેત:' - “અહીં આવો ! આવો !' જેની દૃષ્ટિ અંધ છે એવા કોઈ દૃષ્ટિઅંધ જનને “અપદ'માં - અસ્થાને - કઠેકાણે સબડતો ગબડતો દેખી કે માર્ગમાં “પદ'ને મળે ફાંફા મારતો દેખી કોઈ દૃષ્ટિ સંપન્ન દેશ પુરુષ જેમ નિષ્કારણ કરુણાથી માર્ગદર્શન કરે અને કહે “ભાઈ ! આવો આવો આ તરફ પદ છે ! આ તરફ પદ છે !' તેમ દૃષ્ટિઅંધ જગજીવોને “અપદમાં - અસ્થાને - કઠેકાણે સબડતા ગબડતા દેખી કે સંસાર માર્ગમાં પદ'ને માટે ફાંફા મારતા દેખી પરમ સમ્યગુષ્ટિ સંપન્ન પરમ આત્મદેષ્ટા પરમર્ષિ પરમગુરુ નિષ્કારણ કરુણારસ સાગર' “પરમ કૃપાળુ' અમૃતચંદ્રાચાર્યજી નિષ્કારણ કરુણામૃત સિંધુ વહાવતા આ અમૃત વચનોથી પરમ ભવાવેશથી જાણે પોકારીને આમંત્રે છે - અહો રાગાંધ આત્મબંધુઓ ! તમે આ તરફ આવો ! આ તરફ આવો ! “દ્વિજોત:' - તમે “પદ' માટે ફાંફાં મારો છો ને ઉલટી “અપદ'ની દિશા પકડી છે ! “પદ' તો તમે પકડેલી “અપદ'ની દિશાથી ઉલટી દિશામાં - “ત:' - અહીં આ અમે બતાવીએ છીએ તે તરફ છે. તમે જે પદ પકડીને બેઠા છો તે તો અપદ છે. “પદ તો એ છે !' - મમરું, કે જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ સ્વરસભરથી સ્થાયિભાવપણાને પામે છે - “યત્ર ચૈતન્યધાતુ: શુદ્ધઃ શુદ્ધઃ સ્વસમરતો થામાવતિ | - અર્થાતુ શુદ્ધ સુવર્ણ ધાતુ જેમ સર્વ પ્રદેશ સુવર્ણ સુવર્ણ ને સુવર્ણમય જ હોય, તેમ સર્વ પ્રદેશે ચૈતન્ય ચૈતન્ય ને ચૈતન્યમય જ એવી જે “ચૈતન્ય ધાતુ - ચૈતન્ય ઘાતુ: - પરભાવના પરમાણુ માત્રની અશુદ્ધિના સમય માત્ર પણ પ્રવેશના અનવકાશને લીધે “શુદ્ધ શુદ્ધ’ - “શુદ્ધઃ શુદ્ધ:' - સર્વથા શુદ્ધ - અત્યંત શુદ્ધ છે, તે જ્યાં “સ્વરસભરથી' - સ્વરસમરતઃ - આ તસ્વામૃત સંભૂત પૂર્ણ “કળશ”ની જેમ “સ્વરસના” - શુદ્ધ ચૈતન્યરસના ભરથી - પરિપૂર્ણપણાથી સ્થાયિભાવપણાને પામે છે - “સ્થામાવતિ', તે “આ” પ્રત્યક્ષ દશ્યમાન ખરેખરૂં પદ' છે – આત્માનું સ્થિર સ્થાન છે, માટે તે આત્મબંધુઓ ! અહીં આવો ! આવો ! જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુ સ્થાયિભાવ પામે છે તે આ વક્ષ્યમાણ કહેવાતા પદ' તમને દાખવું છું " મહાકવિ અમૃતચંદ્રજીના આવા આહવાન રૂપ ભાવપૂર્ણ કળશ કાવ્યમાં સંભૂત “સાગરવર ગંભીર' અમૃત ભાવનું અમૃત મંથન કરી મહાકવિ બનારસીદાસજીએ અપૂર્વ તત્ત્વ ચમત્કૃતિ દાખવતા અદભુત કાવ્યઝમકવાળા આ અમર કાવ્યોમાં કવિ બ્રહ્મા અમૃતચંદ્રજીના ભાવને ઓર બહલાવ્યો છે - જગવાસી જીવનિસૌ ગુરુ ઉપદેશ કર્યો, તુમૈં ઈહાં સોવત અનંત કાલ બીતે હૈ, જાગો હવૈ સચેત ચિત્ત સમતા સમેત સુનૌ, કેવલ વચન જાયેં અક્ષરસ જીતે હૈ, આવૌ મેરે નિકટ બતાઉ મૈં તુમ્હારે ગુન, પરમ સુરસ-ભરે કરમ સ રીતે હૈ, ૨૪૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy