SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૧૯૯ આત્મખ્યાતિ ટીકાર્ય ફુટપણે “રાગ' નામનું પુદ્ગલ કર્મ છે, તેના ઉદય વિપાક થકી પ્રભવ (ઉદ્ભવ) છે જેનો એવો આ રાગરૂપ ભાવ છે, પણ તે મ્હારો સ્વભાવ નથી, આ ટૂંકોત્કીર્ણ એક શાયક ભાવ સ્વભાવ હું છું અને એમ જ રાગપદના પરિવર્તનથી દ્વેષ-મોહ, ક્રોધ-માન-માયા-લોભ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષ-પ્રાણ-રસન-સ્પર્શન (એ) સોળ સૂત્રો ભાગ્યેય છે, આ દિશાથી અન્ય પણ સમજી લેવા અને એમ સમ્યગૃષ્ટિ સ્વને જાણતો અને રાગને મૂકતો નિયમથી જ્ઞાન-વૈરાગ્યથી સંપન્ન હોય છે. ૧૯૯ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજ ઉદાસીનતા ઉત્પન્ન થાય છે અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૪૩), પર૫ સમ્યગુદૃષ્ટિ સામાન્યથી સ્વ - પરનું વિવેકરૂપ ભેદજ્ઞાન કેમ કરે છે તે આગલી ગાથામાં દર્શાવ્યું, વિશેષથી સ્વ - પરનું વિવેક રૂપ ભેદજ્ઞાન તે કેમ કરે છે તે અત્ર દર્શાવ્યું છે અને પરમ આત્મભાવનાથી ભાવિતાત્મા “આત્મખ્યાતિ' સૂત્રકાર મહાત્માએ આની અનંતગુણવિશિષ્ટ પરિભાવના કરી તેમના પરમ પ્રિય “કંકોત્કીર્ણ અક્ષરથી ટંકોત્કીર્ણ અક્ષર “અમૃત' - આત્માની ખ્યાતિ કરી છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - ખરેખર ! નિશ્ચયે કરીને “રાગ' નામનું પુદ્ગલ કર્મ - જો નામ પુત્રીન, તેના “ઉદય વિપાકથી' - ફળરૂપ - ફલદાન સન્મુખ ઉદય પરિપાકથી પ્રભવે - મૂળ કર્મોદય વિપાકજન્ય ઉદ્દભવ છે જેનો એવો આ રાગરૂપ ભાવ છે - તદુપ્રમોર્વે રીપો રાગ હારો સ્વભાવ નથી : મમ વમવઃ | આ ટંકોત્કીર્ણ એક શાયક ભાવ સ્વભાવ હું છું - Us હું એક નાયકભાવ રં જ સ્વભાવોહં, ‘આ’ - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો “કંકોત્કીર્ણ - ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવો “અક્ષર' અમૃત” સદાસ્થાયિ “એક - અદ્વિતીય અદ્વૈત “જ્ઞાયક ભાવ” એ જ જેનો “સ્વભાવ” - “સ્વ” ભાવ - પોતાનો આત્માનો ભાવ - નિજભાવ છે, એવો “જ્ઞાયક ભાવ સ્વભાવ” “હું - અહં પ્રત્યયથી હુંકાર કરતો આત્મા છું. અર્થાતુ જે આ “રાગ” નામના પુગલ - કર્મોદયજન્ય રાગરૂપ જીવ ભાવ છે તે મ્હારો મૂળ “સ્વભાવ' નથી, પણ તે વિકૃત ચેતનભાવરૂપ વિભાવ તો પરભાવ રૂપ પુદ્ગલ કર્મવિપાકના નિમિત્ત છે અને “પર'માં સમાય છે. કારણકે સમસ્ત વિશેષો સામાન્યને આશ્રીને રહ્યા છે અને જેવું સામાન્ય હોય છે તેવા જ તે સામાન્ય આશ્રી સમસ્ત વિશેષો - વ્યક્તિ વિશેષો હોય છે, એટલે તે સામાન્યનું ઉલ્લંઘન કરતા નથી, એ સામાન્ય નિયમ છે, એટલે સામાન્યપણે સમગ્ર કર્મ” જો પરભાવ છે, તો તે કર્મના વિશેષ રૂપ - વ્યક્તિ વિશેષ રૂપ “રાગ” પણ પરભાવ જ છે અને તે “રાગ” કર્મના ઉદય વિપાકથી જન્મેલો જીવનો વિકત ચેતન ભાવ - વિભાવ રૂપ રાગ ભાવ પણ પરભાવ જ છે - એટલે “કર્મ” જેમ સામાન્યથી સમગ્રપણે “પરમાં સમાય છે, તે કર્મના જ અંગભૂત રાગ રૂપ કર્મવિશેષ પણ “પર”માં સમાય છે, તેમ તે રાગ કર્મ વિશેષવિપાકજન્ય જીવનો પર નૈમિત્તિક રાગભાવ પણ “પર”માં જ સમાય છે અને હું “આ એક ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવ સ્વભાવ” છું તે “સ્વ”માં સમાઉં છું અને એ જ પ્રકારે “રાગ પદના પરિવર્તનથી' - રાગ પદને ફેરવીને તેને બદલે અત્રે અનુક્રમે દ્વેષ - મોહ, ક્રોધ - માન - માયા - લોભ, કર્મ - નોકર્મ, મન - વચન - કાય, શ્રોત્ર - ચક્ષુ - ઘાણ - રસન - સ્પર્શન એ સોળ સૂત્રો વ્યાખ્યા કરવા યોગ્ય છે. આ દિશાથી અન્ય - તેવા તેવા બીજા પણ સૂત્રો સમજી લેવા યોગ્ય છે. અર્થાત્ આ ‘ષ - મોહાદિ પણ મ્હારો સ્વભાવ નથી”, “આ ટંકોત્કીર્ણ એક શાયક ભાવ સ્વભાવ હું છું ૨૩૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy