SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૧૯૭ આ વચન પર પરમ સૂથમ મીમાંસન કરતાં પ્રખર તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ પરમ મનનીય વિવેચન કર્યું છે કે – “ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ મન મહિલાનું વહાલા ઉપરે પતિવ્રતા (મહિલા શબ્દનો અર્થ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભર્તારને નો અપૂર્વ પરમાર્થ વિષે લીન છે. તેમ સમ્યગદષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિષે લીનપણે વર્તે છે. સમસ્ત સંસારને વિષે સ્ત્રી પુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે અને તેમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. તે સ્નેહ એવો પ્રધાન – પ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દૃષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એવો સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણીએ છીએ, કે બીજું બધાં ઘર સંબંધી (અને બીજાં પણ) કામ કરતાં છતાં, તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વર્તે છે, એટલા માટે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસાર પ્રત્યયી છે અને અત્ર તો તે અસંસાર પ્રત્યથી કરવાને અર્થે કહેવું છે, માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે, જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. તે સ્નેહ તો પતિવૃત્તા રૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણ રૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે “કાંતા” એવા નામની સમકિતી સંબંધી જે દૃષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ – એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે. તે પદ તો ભક્તિ પ્રધાન છે. *** ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમપણે વિલય થાય છે, એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે પણ દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાન પ્રધાન દશા તે અસુગમ એવા અર્થ પ્રત્યે, સ્વચ્છેદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે. તેમાં પણ આ કાળને વિષે તો ઘણા કાળ સુધી જીવન પર્યત પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગ્ય છે, એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે અને એમ જ છે).” - (શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૩૨), ૩૯૪ વળી તેમ શ્રત ધર્મે મન દેઢ ધરે, જ્ઞાનાપવંત રે એ પદ પર પુનઃ પરમ પરમાર્થમય તલસ્પર્શી વિવેચન કરતાં તેઓશ્રી - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે - વિક્ષેપ રહિત એવું જેનું વિચાર શાન થયું છે, એવો જ્ઞાનાક્ષેપકવંત આત્મ કલ્યાણની ઈચ્છાવાળો પુરુષ હોય, તે જ્ઞાની મુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણ રૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે, એ સામાન્ય ભાવ ઉપરનાં પદોનો છે. અત્યંત સમર્થ એવો સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દૃષ્ટાંત ઘટે છે. એમ જાણી ગ્રંથકર્તા તે સ્થળે જગતમાં, સંસારમાં પ્રાય મુખ્ય એવો જે પુરુષ પ્રત્યેનો ક્લેશાદિ ભાવ રહિત એવો કામ્ય પ્રેમ સ્ત્રીનો, તે જ પ્રેમ સસ્કુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ તેને વિષે પરિણમિત કરવા કહે છે. તે સત્પરુષ દ્વારા શ્રવણ પ્રાપ્ત થયો છે જે ધર્મ તેમાં સર્વ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે, તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એકલયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણે, એક ઉપયોગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલો જે કામ્ય પ્રેમ તે મટાડી, શ્રતધર્મરૂપ કરવાનો ઉપદેશ કર્યો છે, એ કામ્ય પ્રેમથી અનંતગુણ વિશિષ્ટ એવો શ્રુત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે, તથાપિ દેશંત પરિસીમા કરી શક્યું નથી, જેથી દષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધીનો પ્રેમ કહ્યો છે, સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડ્યો નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૩૨૧), ૩૯૫ ૨૨૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy