SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ મહાભાષ્ય પૂર્ણ જ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભોગવ્ય ક્ષય થયો છે.” “અવિષમ પરિણામથી જેમણે કાળક્ટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કારપરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુંઝવે છે એવા શ્રી સંયમને નમસ્કાર.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૯૪, ૫૮૮, ૮૦૮ અત્રે શાસ્ત્રકર્તાએ વિષવૈદ્યના દાંતથી જ્ઞાનનું સામર્થ્ય દર્શાવ્યું છે અને આ દગંતનો બિંબ પ્રતિબિંબ ભાવ સાંગોપાંગ વિવરી દેખાડી “આત્મખ્યાતિ'સૂત્રકર્તાએ આનું પરમાર્થ ગંભીર અનન્ય વ્યાખ્યાન કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - જેમ કોઈ ભવિષ વૈદ્ય' - વિષમય ઝેરી ઔષધિનો ચિકિત્સક છે, તે પરોને - બીજાઓને જે મરણનું કારણ થાય એવું વિષ - ઝેર ઉપભોગવતાં છતાં, નથી મરતો, શાને લીધે ? “અમોઘ વિદ્યા સામર્થ્યથી નિરુદ્ધ તતુ શક્તિપણાને લીધે' - અવિદ્યા સામન નિરુદ્ધતછત્તિવાત, વિષનો ઉતાર કર્યા વિના રહે નહિ એવા “અમોઘ’ - જ્ઞાનનું અમોઘ સામર્થ્યઃ અચૂક - અવંધ્ય “વિદ્યા સામર્થ્યથી' - વિદ્યા પ્રભાવથી - વિદ્યા શક્તિથી - વિષવૈદ્યનું દૃષ્ટાંત વિદ્યા બલથી તે વિષની શક્તિના “નિરુદ્ધપણાને લીધે’ - નિતાંતપણે સર્વથા સંધાઈ જવાપણાને લીધે. તેમ “જ્ઞાની” - આત્મજ્ઞાન જેને ઉપર્યું છે એવો જ્ઞાની, અજ્ઞાનીઓને' - આત્મ અજ્ઞાનીઓને જે રાગાદિ ભાવોના સદભાવથી - હોવાપણાથી - “ITરિમાનસન્માવેન વંધાર' - બંધનું કારણ થાય એવો પુદ્ગલ કર્મોદય ઉપભોગવતાં છતાં, નથી બંધાતો, શાને લીધે ? “અમોઘ જ્ઞાન સામર્થ્ય થકી રાગાદિ ભાવોનો અભાવ સતે નિરુદ્ધ તત્વ શક્તિપણાને લીધે' - કર્મ વિષનો ઉતાર કર્યા વિના રહે નહિ એવા “અમોઘ” - અચૂક - અવંધ્ય “જ્ઞાન સામર્થ્ય થકી' - જ્ઞાન પ્રભાવ થકી - જ્ઞાન શક્તિ થકી - જ્ઞાનબલ થકી રાગાદિ ભાવોનો અભાવ - નહિ હોવાપણું સતે તે પુગલ કર્મોદયની શક્તિના “નિરુદ્ધપણાને લીધે’ - નિતાંતપણે સર્વથા રુંધાઈ જવાપણાને લીધે - અમર જ્ઞાનસામત રીમિવાનામમાવે સતિ નિરુદ્ધતવિક્તવત્ | આત્મખ્યાતિકારની આ વ્યાખ્યા પરમ પરમાર્થગંભીર છે અને તે અતીવ ઉપયોગી હોવાથી તેનો મર્મ સમજવા વિશેષ વિચારણા કરીએ. વિષયને વિષની ઉપમા બરાબર ઘટે વિષનું કારણ છે. વિષય એ જીવના આત્મસ્વરૂપને હણનારું ભયંકર વિષમ વિષ છે, બીજો વિષ તો એકવાર જ માટે, પણ આ વિષય હાલાહલ તો અનંત જન્મમરણ, કરાવી અનંતવાર મારે છે. વિષનું ભક્ષણ જે કરે છે તેનું અવશ્ય મરણ થાય છે, પણ જે વિષનું મારણ” જાણે છે તે વિષવૈદ્યનું ક્વચિત્ વિષભક્ષણ છતાં મરણ થતું નથી, તેમ વિષય-વિષનું જે સેવન કરે છે તેના આત્માનું રાગાદિ દોષથી આત્મગુણની ઘાત થવારૂપ ભાવમરણ થાય છે, પણ જે તે વિષનું અસંગ શુદ્ધોપયોગ રૂપ મારણ જાણે છે તે વિશિષ્ટ જ્ઞાનીનું ક્વચિત વિષય સેવન છતાં રાગાદિ દોષના અભાવે આત્મ સ્વરૂપની ઘાતરૂપ ભાવમરણ થતું નથી. અમોઘ વિદ્યા સામર્થ્યથી વિષની શક્તિ નિરંધાઈ જવાથી જેમ વિષવૈદ્ય મરતો નથી, તેમ શુદ્ધાત્માનુભૂતિમય અમોઘ જ્ઞાનસામર્થ્યથી વિષયની શક્તિ નિરંધાઈ નિરુધાયેલ - નિતાંતપણે સર્વથા રોધાયેલ તતુ શક્તિપણાને લીધે, તે વિષની શક્તિના નિરુદ્ધપણાને લીધે. તથા - તેમ, જેમ આ દેશંત તેમ આ દાણતિક - અજ્ઞાનિનાં - અજ્ઞાનીઓને રખિાવસાવેન - રાગાદિ ભાવોના સદુભાવથી - હોવાપણાથી વંધક્કા - બંધ કારણ એવા પુસ્નાનયમુમુંનાનોs - પુદગલ કર્મ ઉદયને ઉપભુંજતો - ઉપભોગવતો છતાં, જ્ઞાની ન વધ્યતે - જ્ઞાની નથી બંધાતો, શાને લીધે ? મોષજ્ઞાન સામથ્થાત - અમોઘ - અચૂક - અવંધ્ય જ્ઞાન સામર્થ થકી Irઢ માવાનામમાવે સતિ - રાગાદિ ભાવોનો અભાવ સતે - નહિ હોવાપણું હોતાં નિરુદ્ધતિઋક્તિત્વત - નિરુદ્ધ તતુ શક્તિપણાને લીધે, તે પુદ્ગલ કર્મોદયની શક્તિના નિરુદ્ધપણાને લીધે - નિતાંત પણે સર્વથા રુંધાઈ જવાપણાને લીધે. // રૂતિ “ગાત્મતિ' ગામમાવના ll૧૧૬ll ૨૦૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy