SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર પ્રરૂપક પંચમ અંકઃ સમયસાર કળશ ૧૩૨ આ અધિકારમાં સમયસાર-કળશમાં (૮) અમૃતચંદ્રજી સંવરના ક્રમનું સકલ અવિકલ આલેખન પ્રકાશે છે - मंदाक्रांता भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलंभात्, रागग्रामप्रलयकरणात् कर्मणां संवरेण । बिभ्रत्तोषं परममलालोकमम्लानमेकं, ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् ॥१३२॥ ભેદજ્ઞાનોચ્છલન કરણે શુદ્ધ તત્ત્વોપલંભે, રાગ ગ્રામપ્રલયકરણે સંવરે કર્મ થંભે; ધતું તોષ પરમ અમલાલોક અપ્લાન એક, જ્ઞાન જ્ઞાને નિયત ઉદિતું શાશ્વતોદ્યોત છેક. ૧૩૨ અમૃત પદ-(૧૩૨) જ્ઞાન જ્ઞાનૂમાં નિયત ઉદિત આ, શાશ્વત ઉદ્યોતવંતું, સ્વરૂપ દુર્ગે સંવૃત સ્થિત આ, સહજાત્મસ્વરૂપ સંતું... જ્ઞાન જ્ઞાનમાં. ૧ ભેદજ્ઞાન ઉચ્છલના કલને, શુદ્ધ તત્ત્વ અનુભવને, રાગ ગ્રામના પ્રલયન કરણે, કર્મ તણા સંવરણે... જ્ઞાન જ્ઞાનમાં. ૨ આત્મામાંહિ જ તોષ ધરંતું, અમલાલોક ભવંતુ, પરમ એક અમ્લાન જ સંતું, પ્લાન કદી ન હવંતુ.. જ્ઞાન જ્ઞાનમાં. ૩ જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ, શાશ્વત ઉઘોતવંતું, ભગવાન “અમૃત જ્યોતિ” પુનિત આ, કેવલ જ્ઞાન Úરંતું... જ્ઞાન જ્ઞાનમાં. ૪ અર્થ - ભેદ જ્ઞાનના ઉચ્છલનના - ઉછાળાના કલન - અનુભવનને લીધે, શુદ્ધ તત્ત્વના ઉપલંભનને લીધે. રાગ ગ્રામના પ્રલય કરણને લીધે, કર્મોના સંવર વડે કરીને તોષ ધરતું એવું પરમ, અમલાલોક (અમલ પ્રકાશવંતું), અમ્લાન, એક, જ્ઞાન જ્ઞાનમાં નિયત, શાશ્વત ઉદ્યોતવાળું આ ઉદિત થયું. અમૃત જ્યોતિ' મહાભાષ્ય આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મ જરામરણ રહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન શકાય છે, તેની પ્રતીતિમાં સર્વ સમ્યક દર્શન શકાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેનાં સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવા નિઃસંદેહ છે, કેવળ નિઃસંદેહ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૮૧ આ સંવર અધિકારના સર્વોપસંહાર રૂપ - પૂર્ણાહુતિ રૂપ આ પરમ તાત્પર્ય પ્રદર્શક સમયસાર કળશ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે અને ભેદશાન થકી સંવર : પરમજ્ઞાનતેમાં સંવરના ક્રમનું સકલ અવિકલ આલેખન કરી પૂર્ણ જ્ઞાનજ્યોતિનું જ્યોતિ - પ્રાગટ્ય પ્રકાશ્ય છે - (૧) એજ્ઞાનોછત્તનતના - ભેદ જ્ઞાનના કેવલ જ્ઞાન પ્રકાશ ઉચ્છલનનું' - ઉછાળાનું કલન - અનુભવન થયું, (૨) તે ભેદજ્ઞાનના અનુભવનને લીધે શુદ્ધ આત્મતત્ત્વનો ઉપલંભ - અનુભવ થયો, (૩) શુદ્ધતત્ત્વોપર્તમાન્ - તે શુદ્ધાત્મોપલંભને લીધે “રાગ ગ્રામનું' - રાગાદિ સમૂહનું “પ્રલયકરણ થયું, પ્રલય ૧૮૭
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy