SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર પ્રરૂપક પંચમ અંકઃ સમયસાર કળશ ૧૨૯ આ સમયસાર-કળશમાં (૫) ભેદ વિજ્ઞાનના મહિમાતિશયનું ઉત્કીર્તન કરે છે સાક્ષાત્ ખરે ! સંવર પ્રાપ્ત થાવે, શુદ્ધાત્મ તત્ત્વાનુભવ પ્રભાવે; તે ભેદ વિજ્ઞાન થકી જ પાવે, તે ભેદ વિજ્ઞાન જ સુભાવ્ય ભાવ ભાવે. ૧૨૯ उपजाति संपद्यते संवर एव साक्षात्, शुद्धात्मतत्त्वस्य किलोपलंभात् । स भेदविज्ञानत एव तस्मा तद्भेदविज्ञानमतीव भाव्यं ॥ १२९ ॥ અમૃત પદ-(૧૨૯) ‘ચંદ્ર પ્રભુ મુખ ચંદ રે સખી દેખણ દે’ ભેદ વિજ્ઞાન આ ભાવવું... સુણો સંતા રે ! ભાવવું આ અત્યંત... રે ગુણવંતા રે. શુદ્ધ તત્ત્વ અનુભાવવું. સુણો. સંવર સંપાદંત... રે ગુણ. ૧ શુદ્ધ તત્ત્વ ઉપતંભતા... સુણો સંવર સંપજે સાક્ષાત... ૨ ગુણ. શુદ્ધ તત્ત્વ ઉપલંભતા... સુણો. ભેદવિજ્ઞાને માત્ર... રે ગુણ. ૨ ભેદ વિજ્ઞાન તે કારણે... સુણો. ભાવવું આ અત્યંત... રે ગુણ. ભગવાન અમૃત એમ ભણે... સુણો. સ્વરૂપ સંવૃત સંત... રે ગુણ. ૩ ભેદ વિજ્ઞાન - શુદ્ધ આત્મતત્ત્વ - અનુભવ - સાક્ષાત્ સંવર : - અર્થ - શુદ્ધ આત્મતત્ત્વના નિશ્ચયે કરીને ખરેખર ઉપલંભ થકી (અનુભવ થકી) સાક્ષાત્ સંવર જ સંપજે છે, તે (ઉપલંભ) ભેદ વિજ્ઞાન થકી જ સંપજે છે, તેથી તે ભેદવિજ્ઞાન અતીવ–અત્યંત ભાવ્ય છે - ભાવવા યોગ્ય છે. - - ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂં સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ આમ આ સંવર અધિકારનું વિવરણ કરતાં ‘આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં સંવરના મૂળ કારણ રૂપ જે ભેદ વિજ્ઞાનનો આટલો બધો મહિમા ગાયો, તે આવા પરમ ઉપકારી ભેદ વિજ્ઞાનના મહિમાતિશયનું ઉત્કીર્તન કરતાં મહાગીતાર્થ આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ અત્રે ઉપસંહાર રૂપે કળશ રત્નત્રયી રૂપ ત્રણ સમયસાર કળશ કાવ્યો અપૂર્વ ભાવાવેશથી સંગીત કર્યા છે, તે મધ્યેનો આ પ્રથમ *કળશ-રત્ન છે શુદ્ધાત્મતત્ત્વય વિત્તોપતંમાત્ - નિશ્ચયે કરીને સ્ફુટપણે શુદ્ધાત્મ તત્ત્વના ઉપલંભ થકી જ' શુદ્ધાત્મ તત્ત્વના અનુભવ થકી જ ‘સાક્ષાત્ સંવર જ સંપજે છે' સંવઘતે સંવર વ સાક્ષાત્, કર્મ આસ્રવણના દ્વાર બંધ થઈ જવા રૂપ પ્રત્યક્ષ સંવર જ પ્રાપ્ત થાય છે અને તે સંવર હેતુ શુદ્ધાત્મ તત્ત્વોપલંભ - શુદ્ધાત્માનુભવ પણ કોના થકી થાય છે ? - - — - એ રાગ - તો કે स भेदविज्ञानत एव तस्मात् તે શુદ્ધાત્મોપલંભ - શુદ્ધાત્માનુભવ ભેદવિજ્ઞાન થકી જ થાય છે, ભેદવિજ્ઞાન સિવાય બીજા કોઈ પણ કારણથી શુદ્ધાત્મ તત્ત્વોપલંભ થાય નહિ અને ૧૮૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy