SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર પ્રરૂપક પંચમ અંક: સમયસાર કળશ ૧૨૮ मालिनी निजमहिमरतानां भेदविज्ञानशक्त्या, भवति नियतमेषां शुद्धतत्त्वोपलंभः । अचलितमखिलान्यद्रव्यदूरे स्थितानां, भवति सति च तस्मिनक्षयः कर्ममोक्षः ॥१२८॥ નિજ મહિમરતોને ભેદવિજ્ઞાન શક્યા, તસ નિયત જ હોયે શુદ્ધ તત્ત્વોપલંભો, અચલિત સહુ અન્ય દ્રવ્ય દૂર સ્થિતોને, અક્ષય કરમ મોક્ષ શુદ્ધ તત્ત્વોપલંભ. ૧૨૮ અમૃત પદ-૧૨૯ સાહેબા વાસુપૂજ્ય જિરંદા' - એ રાગ શુદ્ધ આત્માનુભવ જે ભાવે, અક્ષય કર્મમોક્ષ તે પાવે, શુદ્ધ આત્મલાભ જ જે લાવે, અક્ષય કર્મમોક્ષ તે પાવે... શુદ્ધ આત્માનુભવ. ૧ ભેદવિજ્ઞાન શક્તિ પ્રભાવે, નિજ મહિમારત જે થાવે, શુદ્ધ તત્ત્વાનુભવ તે પાવે, નિયત શુદ્ધાત્મ લાભ જ લાવે... શુદ્ધ આત્માનુભવ. ૨ મગ્ન શુદ્ધાત્મઅનુભવ પૂરે, પરદ્રવ્ય સમસ્તથી દૂરે, સ્થિત અચલિત ભાવે શૂરે, કર્મચક્ર સકલ તે ચૂરે.. શુદ્ધ આત્માનુભવ. ૩ પરદ્રવ્યથી દૂર રહેતાં, એમ શુદ્ધાત્મ અનુભવે સંતા, કર્મક્ષયે અક્ષય પદ પામે, પહોંચે ભગવાન અમૃત ધામે... શુદ્ધ આત્માનુભવ. ૪ અર્થ - ભેદવિજ્ઞાન શક્તિ વડે કરીને નિજ મહિમારત એઓને નિયતપણે શુદ્ધ તત્ત્વોપલંભ થાય છે અને તે શુદ્ધ તત્ત્વોપલંભ સતે અખિલ અન્ય દ્રવ્યોથી દૂરે અચલિતપણે સ્થિત એઓને અક્ષય કર્મ મોક્ષ થાય છે. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૭૯ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે કહ્યું, તેનો નિષ્કર્ષ આવિષ્કત કરતો આ સમયસાર કળશ આર્ષદેશ પરમર્ષિ અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે. અત્રે બે મુખ્ય વસ્તુ કહી છે - (૧) નિનમહિમરતાનાં એવિજ્ઞાનશવજ્યા - ભેદ વિજ્ઞાન શક્તિ વડે કરીને. નિજ મહિનામાં રત - આસક્ત – એઓને નિયતપણે – 'નિશ્ચયપણે - ચોક્કસ શુદ્ધ સ્વાત્મોપલંભ - શુદ્ધ તત્ત્વોપલંભ થાય છે, મવતિ ભેદવિજ્ઞાન શક્તિથી - નિયતષ શુદ્ધતત્ત્વોપર્તમ. (પાઠાં - શુદ્ધ વાત્મોન્નમ: ?), (૨) અને તે શુદ્ધ જ નિજ મહિમ રતોને સ્વાત્મોપલંભ સતે અતિતમવિતાન્યદ્રવ્યહૂર સ્થિતનાં - અચલિતપણે અખિલ- સર્વ શુદ્ધ આત્મોપલંભ અન્ય દ્રવ્યથી -પરદ્રવ્યથી દૂરે સ્થિત એવા એઓને અક્ષય કર્મમોક્ષ થાય છે - મવતિ સત તભિન્નક્ષ: નીલઃ તે આ પ્રકારેઆ શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા હું છું અને આ અચેતન મૂર્તિ અનાત્મા અન્ય છે - પર છે, એમ વિશેષે કરીને ભેદ જાણવા રૂપ વિજ્ઞાન - વૈજ્ઞાનિક જ્ઞાન (most scientific knowledge) જ્યારે પ્રગટ છે, ત્યારે તે ભેદવિજ્ઞાનની શક્તિથી - સામર્થ્યથી આ આત્માને નિજ મહિમાનું - આત્માના પોતાના મહિમાનું – મહાભ્યનું – મહા પ્રભાવનું ભાન થાય છે કે – હું આત્મા જ્ઞાનાદિ અનંત રત્નનો નિધાન • ૧૭૭
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy