SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્રવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર ગાથા ૧૭૩-૧૭૪. એમ પ્રગટ કહ્યું છે. તેનું કારણ જ્ઞાનીને વિષે ઉપયોગની જાગૃતિ છે અને અજ્ઞાનીને વિષે નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર જે પુરુષો તે કર્મ સંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વ સ્વરૂપ નથી માનતા અને પૂર્વ સંયોગ સત્તામાં છે. તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે. તે આત્માઓ સ્વભાવની ઉત્તર ઉત્તર ઉર્ધ્વ શ્રેણી પામી શુદ્ધ ચેતન ભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અંક-પપ સર્વ દ્રવ્યપ્રત્યય સંતતિ જીવતી સતે શાની નિત્ય નિરાઝવ કેમ ? એમ ઉત્થાનિકા કળશમાં નિરૂપિત શંકાનું આ ગાથાઓમાં સમાધાન કર્યું છે - સર્વે પૂર્વ નિબદ્ધ પૂર્વે બાંધેલા “પ્રત્યયો' - મિથ્યાત્વાદિ કર્મ બંધહેતુઓ તો સમ્યગુદૃષ્ટિને સત્તામાં હોય છે, તે “ઉપયોગ પ્રાયોગ્ય’ - જેવો ઉપયોગનો પ્રયોગ થાય તે પ્રમાણે - તદનુસારે કર્મ ભાવે કરીને બાંધે છે. “સંતા” – સત્તામાં રહેલા તે પ્રત્યયો તો અહીં - લોકમાં પુરુષને બાલ સ્ત્રીની જેમ “નિરુપભોગ્ય' - નહિ ઉપભોગવવા યોગ્ય એવા હોય છે, (હવે) “ઉપભોગ્ય” ઉપભોગવવા યોગ્ય એવા તે પુરુષને તરુણીની – યુવાન સ્ત્રીની જેમ બાંધે છે. આમ “નિરુપભોગ્ય’ - નહિ ઉપભોગવવા યોગ્ય થઈને તે તથા પ્રકારે બાંધે છે કે જેમ જ્ઞાનાવરણાદિ ભાવોથી “સપ્ત - અષ્ટવિધ” - સાત આઠ પ્રકારના થયેલા તે “ઉપભોગ્ય’ - ઉપભોગવવા યોગ્ય હોય છે. આ કારણથી જ નિશ્ચય કરીને સમ્યગુદૃષ્ટિ “અબંધક - કર્મ નહિ બાંધનારો કહ્યો છે, કારણકે આસ્રવ ભાવના “અભાવે' - નહિ હોવાપણું સતે પ્રત્યયો “બંધક - બંધ કરનારા નથી કહ્યા. આવા આ ગાથાઓમાં જ્ઞાની નિત્ય નિરાગ્નવ કેમ હોય છે તે દર્શાવ્યું છે અને તેનું યુક્તિ યુક્ત ઓર સમર્થન “આત્મખ્યાતિ'કર્તા પરમર્ષિએ કર્યું છે. તેનો આશયાર્થ આ પ્રકારે - સવસ્થા - “સતુ અવસ્થામાં’ - સત્તા અવસ્થામાં - સત્તાગત સ્થિતિમાં દ્રવ્ય - પ્રત્યયોનું અનુપભોગ્યપણું' - નહિ ઉપભોગવવા યોગ્યપણું છે, કોની જેમ ? “તદાત્વે દ્રવ્ય પ્રત્યયો ઉપભોગ પ્રાયોગ્ય પરિણીત બાલસ્ત્રી જેમ’ - ત્યારે તે વખતે પરણેલી બાલ સ્ત્રીનું પુરુષને વા ઉપયોગ પ્રાયોગ્ય તરુણી જેમ અનુપભોગ્યપણું છે તેમ. એમ છતાં “વિપાછાવસ્થાયાં - વિપાક સ્ત્રી જેમ જીવભાવ અવસ્થામાં’ - ફલદાન - ક્ષણરૂપ ઉદય અવસ્થામાં તે દ્રવ્યપ્રત્યયોનું સભાવે જ બાંધે ઉપભોગ્યપણું' - ઉપભોગવવા યોગ્યપણું હોય છે. કોની જેમ ? “પ્રાપ્ત યૌવન પૂર્વ પરિણીત સ્ત્રી જેમ' - યૌવન પામેલી તે પૂર્વે પરણેલી સ્ત્રીની જેમ. આમ સત્તા અવસ્થામાં અનુપભોગ્યપણું છતાં વિપાક અવસ્થામાં ઉપભોગ્યપણાને લીધે સંતા-સતુ એવા પણ દ્રવ્યપ્રત્યયો “ઉપયોગ પ્રાયોગ્ય” અથવા “ઉપભોગ પ્રાયોગ્ય' પુદ્ગલ કર્મ બાંધે છે, “ઉપયોગ પ્રાયોગ્ય' - ઉપયોગના પ્રયોગ પ્રમાણે - જેવો ઉપયોગ હોય તે અનુસારે અથવા “ઉપભોગ પ્રાયોગ્ય” - ઉપભોગના પ્રયોગ પ્રમાણે - જેવો ઉપભોગ હોય છે તે અનુસારે પુદગલ કર્મ બાંધે છે અને આમ “ઉપયોગ પ્રાયોગ્ય” અથવા “ઉપભોગ પ્રાયોગ્ય પુદ્ગલ કર્મ સતુ દ્રવ્યપ્રત્યયો પણ ક્યારે બાંધે છે ? ય%ાર્યનીવમવલદ્માવાવ - ‘કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સર્ભાવ થકી જ', બાંધ છે. અર્થાત્ કર્મનો ઉદય થાય છે ત્યારે તેના કાર્ય રૂપે ફળ પરિણામ રૂપે જે જીવભાવનો સદૂભાવ હોય, જીવને જે રાગાદિ રૂપ જીવભાવનું હોવાપણું હોય, જીવ જે રાગાદિ ભાવ કરે, તો તે થકી જ – તેને આધીનપણે જ (subject to that) દ્રવ્યપ્રત્યયો પુદગલકર્મ બાંધે છે, નહિ તો નહિ. તેથી જ્ઞાનીને જે દ્રવ્યપ્રત્યયો પૂર્વ બદ્ધ' - પૂર્વે બાંધેલા “સંતિ’ - છે તો “સંતું' - ભલે હો ! છો રહ્યા ! (Let them be there !) તથાપિ તે જ્ઞાની તો નિરાગ્નવ જ' - આસ્રવ રહિત જ છે, કારણકે વાર્થી રાષિમોદરૂપત્તવમવમવે - “કર્મોદયનું કાર્ય એવા રાગ-દ્વેષ મોહરૂપ આસ્રવ ભાવના અભાવે દ્રવ્ય પ્રત્યયોનું અબંધહેતુપણું છે માટે - દ્રવ્યપ્રત્યયાનામવંદેતુત્વાતુ | કર્મોદયના ફલ પરિણામ રૂપ રાગ-દ્વેષ-મોહ એ ભાવ આમ્રવનો જ્ઞાનીને અભાવ - નહિ હોવાપણું છે, તેથી નિષ્ફળપણાને લીધે દ્રવ્યપ્રત્યયોનું જ્ઞાનીને બંધહેતુપણું હોતું નથી માટે. ૧૩૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy