SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ઉક્તના સારસમુચ્ચય ઉપસંહાર સમયસાર કળશ (૪) પ્રકાશે છે – शार्दूलविक्रीडित संन्यस्यनिजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं, वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्ति स्पृशन् । उच्छिदन परिवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवन, नात्मा नित्यनिरामवो भवति हि ज्ञानी यदा स्यात्तदा ॥११६॥ બુદ્ધિ પૂર્વક રાગ સર્વ જ સ્વયં નિત્યે જ સંન્યાસતો, વારંવાર અબુદ્ધિપૂર્વ જીતવા શક્તિ સ્વની સ્પર્શતો; ઉચ્છેદનું પરિવૃત્તિ જ્ઞાનની સહુ આ આત્મ પૂર્ણો થતો, ત્યારે નિત્ય નિરાગ્નવો જ બનતો જ્યારે જ શાની થતો. ૧૧૬ અમૃત પદ-૧૧૬ નિત્ય નિરાગ્નવ આત્મા હોયે, જ્યારે જ્ઞાની ભવંત, આસ્રવ સર્વ સંવરતો અમૃત, જ્ઞાનભવન વિલસંત... નિત્ય નિરાગ્ન. ૧ બુદ્ધિ પૂર્વક રાગ સમગ્ર જ, સ્વયં સંન્યાસ કરંત, અબુદ્ધિપૂર્વ તે જીતવા વારંવાર સ્વશક્તિ સ્પર્શત. નિત્ય નિરાઝવ. ૨ ઉચ્છેદતો પરિવૃત્તિ જ્ઞાનની, આત્મા પૂર્ણ ભવંત, નિત્ય નિરાસ્રવ હોય ત્યારે, જ્યારે જ્ઞાની હવંત... નિત્ય નિરાફ્સવ. ૩ ટંકોત્કીર્ણ અમૃત એવી એ, અમૃત વાણી મહંત, ભગવાન અમૃતચંદ્ર ભાખી, દાખી વિરલા સંત... નિત્ય નિરાઝવ. ૪ અર્થ - નિજબુદ્ધિ પૂર્વક સમગ્ર રાગને હંમેશાં સ્વયં સંન્યસતો (ત્યજતો) તે અબુદ્ધિપૂર્વકને પણ જીતવાને વારંવાર સ્વશક્તિને સ્પર્શતો, જ્ઞાનની સકલ પરિવૃત્તિને જ (પરિવર્તનને જ) ઉચ્છેદતાં પૂર્ણ થતો એવો આત્મા જ્યારે જ્ઞાની હોય ત્યારે નિશ્ચય કરીને નિત્ય નિરાગ્નવ જ હોય છે. ૧૧૬ અમૃત જ્યોતિ” મહાભાષ્ય તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજી કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનના કાળમાં થતી નથી, ભવિષ્ય કાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૭૫ જ્ઞાની નિરાગ્નવ કેવા પ્રકારે કેવા ક્રમે હોય છે ? તે ઉપરોક્તના સારસમુચ્ચયનું આ ઉપસંહાર કળશમાં સંદોહન કર્યું છે - સંચન્નિનગુદ્ધિપૂર્વનિશ રાય સમગ્રં સ્વયં - પ્રથમ બુદ્ધિપૂર્વક રાગનો ત્યાગ ઃ તો નિજ બુદ્ધિપૂર્વક - અભિપ્રાય પૂર્વક સમગ્ર - સમસ્ત રાગને સ્વયં – અબુદ્ધિ પૂર્વક રાગને આપોઆપ સંન્યસે છે - ત્યજે છે અને અબુદ્ધિપૂર્વક રાગને પણ જીતવાને તે જીતવાનો આત્મપુરુષાર્થ વારંવાર - ફરી ફરીને સ્વશક્તિને - આત્મશક્તિને સ્પર્શે છે - આત્મ પુરુષાર્થથી આત્મસામર્થ્ય હુરાવે છે, “વારંવારમવુદ્ધિપૂર્વક તું નેતું સ્વશર્વિતા સ્કૃશત્ ' અને આમ નિજબુદ્ધિ પૂર્વક સમગ્ર રાગને સ્વયં - આપોઆપ સંન્યસતો અને તે અબુદ્ધિ પૂર્વકને જીતવાને વારંવાર આત્મશક્તિને સ્પર્શતો તે જ્ઞાનની સકલ પરિવૃત્તિને જ ઉચ્છેદતો પૂર્ણ થતો - ૧૨૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy