SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ હવે આસ્રવ પ્રવેશ કરે છે - આ ‘સમયસાર’ અધ્યાત્મ નાટકમાં ત્રીજા અંકમાં એકપણે સિદ્ધ કરાયેલ પુણ્ય-પાપ પાત્રની વિદાય થયા પછી અત્રે ચોથા અંકમાં ‘આસ્રવ’ નામક પાત્ર પ્રવેશ કરે છે અને તેનો અદ્ભુત નાટકીય રીતિથી (grand_dramatic style) પ્રવેશ કરાવતાં મહાકવીશ્વર અમૃતચંદ્રજી તાદેશ્ય શબ્દચિત્ર આલેખતું સમયસાર કળશ કાવ્ય (૧) લલકારી આ અંકની મંગલ ઉદ્ઘાટન ક્રિયા કરે છે - अथ प्रविशत्यानवः સમયસાર : આત્મખ્યાતિ || ઞથ ઞાસવ ગધારઃ ॥૪॥ સમયસાર વ્યાખ્યા ‘આત્મખ્યાતિ’માં આસ્રવ પ્રરૂપક ચતુર્થ અંક - 營 विलंब अथ महामदनिर्भरमंथरं, समररंगपरागतमास्रवं । अयमुदारगभीरमहोदयो, जयति दुर्जयबोधधनुर्धरः ॥११३॥* અબ મહામદ નિર્ભર મંથરો, સમર રંગ ભૂ આગત આસ્રવો, જીતત દુર્જય બોધ ધનુર્ધરો, અતિ ઉદાર ગભીર મહોદયો. ૧૧૩ અમૃત પદ-૧૧૩ બોધ ધનુર્ધર જીતે, દુર્જય બોધ ધનુર્ધર જીતે, રણ રંગભૂમાં આસવયોદ્ધો, બોધ ધનુર્ધર જીતે... બોધ ધનુર્ધર જીતે. ૧ મદભર નિર્ભર મંથર પગલે, ગજેંદ્ર શું મદમાતો, ડોલત ડોલત આસવ આવે, રણરસથી છલકાતો... બોધ ધનુર્ધર. ૨ મૂછે તાલ દેતો સહુ જગને, ગર્વ થકી પડકારે, માઈપૂત આવો સામે, તૃણ શું જગ તુચ્છકારે... બોધ ધનુર્ધર. ૩ તસ પડકાર ઝીલીને સંવર, યોદ્ધો આવે સામો, બોધ ધનુષ ટંકાર કરતો, ગર્જાવે રણધામો... બોધ ધનુર્ધર. ૪ સાગર પેટ ન પાણી હાલે, નખશિખ આસ્રવ ભાળે, મચ્છર શું ચપટીમાં ચોળે, રણરંગે રગદોળે... બોધ ધનુર્ધર. ૫ ભગવાન અમૃત આત્મ જ્યોતિના, શાન કિરણના બાણે, આસ્રવ યોદ્ધાને રણ જીતી, અનુભવ અમૃત જાણે... બોધ ધનુર્ધર. ૬ અર્થ - હવે મહામદથી નિર્ભર મંદ ગતિવાળા (મંથર) એવા, રણસંગ્રામ રૂપ રંગભૂમિમાં આવી હોંચેલા આસ્રવને આ ઉદાર - ગભીર મહોદય દુર્જય બોધ-ધનુર્ધર (જ્ઞાન-બાણાવળી) જીતે છે. જે તે જગવાસી જીવ થાવર જંગમ રૂપ, તે તે નિજ બસ કરિ રાખે બલ તોરિ ૐ, મહા અભિમાની ઐસૌ આસવ અગાધ જોધા, રોપિ રન-થંભ ઠાૌ ભૌ મૂઢ મોરિ ૐ, આયૌ તિહિ થાનક અચાનક પરમ ધામ, ગ્યાન નામ સુભટ સવાૌ બલ ફોરિ ૐ, આસ્રવ પછારી રન-થંભ તારિ ડારયૌ તાહિ, નિરખિ બનારસી નમત કર જોરિ ૐ. es · શ્રી બના.કૃત સ.સા. આસવ અધિકાર, ૨
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy