SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ તેઓનું ચિત્ત સંતુષ્ટ થઈ ગયું હોય છે, એટલે તેઓ સકલ કર્મકાંડને ઉન્મૂલવા પ્રવર્તતા નથી – ઊઠતા નથી અને અજ્ઞાનને લીધે કેવલ અશુભ કર્મને બંધહેતુ અધ્યાસી, એમ બંધહેતુ એવા પણ વ્રત-નિયમ-શીલ-તપ પ્રમુખ શુભકર્મને અજાણતાં મોક્ષહેતુ અભુપગમે છે - શુમર્મ બંધહેતુમયખાનતો મોક્ષહેતુન મ્યુપાન્તિ। સ્વયં પોતે અજ્ઞાનને લીધે કેવલ માત્ર અશુભ કર્મને જ બંધનો હેતુ અધ્યાસી - માની બેસી, એવા પ્રકારે વ્રતાદિ શુભકર્મ જે બંધહેતુ છે તેને પણ અજાણતાં - નહિ જાણતાં તેઓ મોક્ષહેતુ માની બેસે !! અમૃતચંદ્રજીની આ પરમ અદ્ભુત વ્યાખ્યા અંગે હવે વિશેષ સ્પષ્ટતાથી વિચાર કરીએ. દશા - તે શ્રામણ્ય તે જ મોક્ષમાર્ગ મોક્ષ એટલે શું ? અને તે શાથી થાય ? એ અત્રે સૌથી પ્રથમ વિચારવા યોગ્ય છે. ‘મોક્ષ’ સર્વ કર્મનો ક્ષય એ જ મોક્ષ, ‘નવર્મક્ષયો મોક્ષઃ' એ તત્ત્વાર્થ સૂત્રનું ઐકાગ્ય લક્ષણ શુદ્ધોપયોગ સુપ્રસિદ્ધ સિદ્ધાંતસૂત્ર છે, એટલે સમસ્ત કર્મના ક્ષય થકી જ મોક્ષ થાય અને કર્મનું આગમન-આસ્રવણ મન-વચન-કાયાના કર્મ દ્વારે જ થાય છે, માટે જેને ખરેખરી મોક્ષ અભિલાષા હોય તે સાચા મુમુક્ષુએ આ સમસ્ત કર્મનો ક્ષય કરવો જ જોઈએ અને તે કરવા માટે સર્વાત્માથી પ્રવર્તવું જ જોઈએ. અર્થાત્ સર્વ કર્મ મૂકે તે જ સર્વ કર્મથી મૂકાય. આ સમસ્ત કર્મને ક્ષય કરવાનો એક માત્ર ઉપાય શ્રામણ્ય' છે સાચું ભાવશ્રમણપણું જ છે, કે જ્યાં ‘સર્વ' શુભાશુભ કર્મથી ‘સર્વ વિરતિ’ પામી શુદ્ધોપયોગ દશાસંપન્ન શ્રમણ નિષ્કર્મ એવા કેવલ શુદ્ધોપયોગમાં જ વર્તે છે. અર્થાત્ શુદ્ધોપયોગ દશા રૂપ શ્રામણ્ય એ જ મોક્ષમાર્ગ છે, આ શ્રામણ્યનું મુખ્ય લક્ષણ ‘ઐકાગ્ય' છે. આ વસ્તુ અત્ર પ્રસંગથી સ્પષ્ટપણે સમજી લેવા યોગ્ય છે. આ અંગે પરમર્ષિ કુંદકુંદાચાર્યજી પ્રણીત પ્રવચનસાર' ૩ - ગા. ૩૨ થી ૪૪ અને તે પરની પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્ભુત યુગપ્રવર્તિની (Epoch-making) ટીકા અત્યંત મનન કરવા યોગ્ય છે. અત્રે વિસ્તાર ભયથી તેનો સમગ્ર અવતાર કરી શકાય એમ નથી, તથાપિ પ્રકૃતોપયોગી એનો સારભૂત ભાવ વિચારશું. ‘(૧) એકાગ્રગત તે શ્રમણ, ઐકાગ્ર અર્થોમાં નિશ્ચિતને હોય છે. ***(૨) સમ છે શત્રુ - બંધુ વર્ગ જેને, સમ છે સુખ-દુઃખ જેને, સમ છે પ્રશંસા - નિંદા જેને, સમ છે લોષ્ટ - કાંચન જેને, સમ છે જીવિત મરણ જેને એવો શ્રમણ હોય. (૩) દર્શન - જ્ઞાન - ચારિત્રમાં ત્રણેમાં યુગપત્ (એકી સાથે) સમુસ્થિત એવો જે નિશ્ચયે કરીને એકાગ્રગત એમ મત છે, તેનું શ્રામણ્ય પરિપૂર્ણ છે. (૪) અન્ય દ્રવ્યને પામીને શ્રમણ જો મોહે છે, રંજે છે વા દ્વેષે છે, તો (તે) અજ્ઞાની વિવિધ કર્મોથી બંધાય છે. (૫) અર્થોમાં જે શ્રમણ જો મોહતો નથી, રંજતો નથી, દ્વેષતો નથી, તો તે નિયતપણે વિવિધ કર્મોને ખપાવે છે.’* - - " एयग्गगदो समणो एयग्गं णिच्छिदस्स अत्थेसु । णिच्छित्ती आगमदो आगम चेट्ठा तदो जेट्ठा ॥ समसत्तुबंधुवग्गो समसुहदुक्खो पसंसर्णिदसमो । समलोट्ठकंचणो पुण जीविदमरणे समो समणो ॥ दंसणाणणचरित्तेसु तीसु जुगवं समुट्ठिदो जो दु | एयग्गगदोत्ति मदो सामण्णं तस्स परिपुष्णं ॥ मुज्झदि वा रज्जदि वा दुस्सदि वा दव्वमण्णमासेज । जदि समणो अण्णाणी बज्झदि कम्मेहिं विविहेहिं ॥ આ ગાથાઓની અલૌકિક પરમ અદ્ભુત વ્યાખ્યા કરતાં તાત્ત્વિકશેખર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે – (૧) ‘શ્રમણ તો ખરેખર ! એકાગ્મગત જ હોય છે અને ઐકાગ્ર તો નિશ્ચિતાર્થને જ હોય છે. કારણકે ન-ઐકાગ્યને (જેને ઐકાગ્ર નથી એવાને) અનેક જ આ છે એમ દેખતાં જે તથા પ્રત્યયથી (તેમ જ છે એવા પ્રત્યયથી - પ્રતીતિથી) અભિનિવિષ્ટ છે, અનેક જ આ છે એમ જાણતાં જે *** 1 - अत्येसु जो ण मुज्झवि ण हि रज्जदि णेब दोसमुपयादि । સમો નતિ સો ળિયાનું વેરિ સમ્માગિ વિવિધાગિ ।।’’ - શ્રી ‘પ્રવચનસાર’ ૩-૩૨, ૪૧-૪૪ Fo
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy