SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૫૨ એટલે કોઈ નિશ્ચયાભાસી એમ સમજી લે કે જ્ઞાનીઓએ વ્રત-તપને સર્વથા નિષેધ કર્યો છે અથવા એમ માની લે તો તે કેવલ ભ્રાંતિ જ છે, તે નિશ્ચય વિમૂઢ - વ્યવહાર વિમૂઢ શાનીઓનો આશય સમજ્યો જ નથી. જ્ઞાનીઓનો ઉપદેશ તો જીવને ઉંચે ઉંચે ચઢાવવાને ઊર્ધ્વ ઊર્ધ્વ ભૂમિકા પમાડવાને માટે છે, નહિ કે નીચે પાડવાને. પરમાર્થ સમજ્યા વિના બાહ્ય વ્રત તપને જ સર્વસ્વ માની પરમાર્થરૂપે ભજતો હોય તેના આગ્રહને તો જ્ઞાનીઓએ જરૂર નિષેધ્યો છે, એટલું જ નહિ પણ બાહ્યાન્વંતર તપની કાંઈ જરૂર નથી ‘ખાના પીના ઓર ખેર સલ્લા' (Eat drink & be merry) એમ ચાર્વાકની જેમ માની સ્વચ્છંદે વર્તતા શુષ્કજ્ઞાનીઓનો તો ઓર વિશેષ નિષેધ કર્યો છે. એટલે જ તપશ્ચરણને વૃથા ક્લેશ ઠરાવનારા, વ્રતાદિકને બંધ માનનારા પૂજનાદિક કાર્યને શુભ આશ્રવ જાણી એકાંતે હેય માનનારા સ્વચ્છંદ વિહારી શિથિલાચારી નિશ્ચયાભાસી શુષ્કજ્ઞાની મહા અજ્ઞાનીઓને ઉદ્દેશીને પંડિત પ્રવર ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશ ગ્રંથમાં મનનીય વચનો કહ્યા છે નિશ્ચયાભાસી નિશ્ચય વિમૂઢ - વ્યવહાર વિમૂઢોની મોહભ્રાંતિ ‘ઔર વહ તપશ્ચરણ કો વૃથા ક્લેશ હરાવે હૈ. સો મોક્ષમાર્ગ ભયે તો સંસારી જીવનસે ઉલટી પરણતિ ચાહિયે. સંસારીન કૈ ઈષ્ટ અનિષ્ટ સામગ્રીન સે રાગ દ્વેષ હોય હૈ, ઈસ કૈ રાગ દ્વેષ ન ચાહિયે. તહાં રાગ છોડને કે અર્થ ઈષ્ટ સામગ્રી ભોજનાદિક કા ત્યાગી હોય હૈ, ઔર દ્વેષ છોડને કે અર્થ અનિષ્ટ સામગ્રી અનશનાદિક અંગીકાર કરે હૈ. ક્યોંકિ સ્વાધીનપને ઐસા સાધન હોય તો પરાધીન ઈષ્ટ અનિષ્ટ સામગ્રી મિલે ભી રાગ દ્વેષ ન હોય. સો ચાહિયે વો ઐસે. ઔર તેરે અનશનાદિક સે દ્વેષ ભયા તિસ કો ફ્લેશ હરાયા. જબ યહ ક્લેશ ભયા તબ ભોજન કરના સુખ સ્વયમેવ ઠહરા. તહાં રાગ આયા તો ઐસી પરણિત સો સંસારીન કૈ પાઈયે હૈ. તેં મોક્ષમાર્ગી હોય ક્યા કિયા ? જો જીવ તત્ત્વજ્ઞાન સે તો પરા‡ખ હૈ ઔર તપ હી સે મોક્ષમાર્ગ માને હૈ, તિનકો ઐસા ઉપદેશ દિયા હૈ, કિ તત્ત્વજ્ઞાન વિના કેવલ તપહી સે મોક્ષમાર્ગ ન હોય. ઔર તત્ત્વજ્ઞાન ભયે રાગાદિ મેટને કે અર્થ તપ કરનેકા તો નિષેધ હૈ નાહીં, ક્યોંકિ જો નિષેધ હોય તો ગણધરાદિક તપ કિસ લિયે કરે ? ઈસલિયે અપની શક્તિ અનુસાર તપ કરનારા યોગ્ય હૈ. નિશ્ચયાભાસીઓની કરુણ સ્થિતિ *** ઔર વ્રતાદિક કો બન્ધ માને હૈ. સો સ્વચ્છન્દ વૃત્તિ તો અજ્ઞાન અવસ્થા હી વિષેથી, જ્ઞાન પામે તો પરત કો રોકે હી હૈ. ઔર તિસ પરણતિ કો રોકને કે અર્થ બાહ્ય હિંસાદિક કે કારણન કા ત્યાગ અવશ્ય ભયા ચાહિયે. ઈસલિયે જિતના જિતના જ્ઞાન હોય તિતના તિતના ત્યાગ બહુત ભયા ચાહિયે. તબ કહે હૈ - હમારે પરિણામ તો શુદ્ધ હૈ, બાહ્ય ત્યાગ કિયા તો ક્યા ? ન કિયા તો ક્યા ? (તિકા ઉત્તર) – જો હિંસાદિક કાર્ય તેરે પરણામ વિના સ્વયમેવ હોતે હોયે તો હમ ઐસે હી માનેં, પરંતુ જબ તૂ અપને પરિણામ કર કાર્ય કરે તો તેરે પરિણામ શુદ્ધ કૈસે કહિયેં ? વિષય સેવનાદિક ક્રિયા વા પ્રમાદ રૂપ ગમનાદિક ક્રિયા પરિણામ વિના કૈસે હોય ? સો ક્રિયા તો ઉદ્યમી હોય તૂ કરે સો ઐસી માને તો તેરે પરિણામ અશુદ્ધ હી હૈ. ઔર પ્રારબ્ધ અનુસાર તો બને હી હૈ. તૂ ઉદ્યમી હોય ભોજનાદિક તો કરે હૈ, ઔર ત્યાગ કરને મેં પ્રતિજ્ઞા કરની મનૈ બતાવે હૈ. જો યહાં ઉદ્યમ કરે હૈ તો ત્યાગ કરને મેં પ્રારબ્ધ હી મારેંગે, તેરા કર્તવ્ય ન મારેંગે. સો કિસ લિયે સ્વછન્દ હોને કી યુક્તિ બનાવે હૈ ? બને સો પ્રતિજ્ઞા કર વ્રત ધારણા યોગ્ય હી હૈ. *** ઔર વહ પૂજનાદિક કાર્ય કો શુભ આશ્રવ જાન હેય માને હૈ. સો યહ સત્ય હૈ, પરન્તુ જો ઈન કાર્યન કો છોડ શુદ્ધોપયોગ રૂપ હોય ભલે હી હૈ. ઔર વિષય કષાય રૂપ અશુભ રૂપ પ્રવર્તે તો ૪૭
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy