SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પુજ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૫ર તેનો ભાવાર્થ આ પ્રકારે – જ્ઞાનમેવ મોક્ષી કાર વિદિત - “જ્ઞાન જ મોક્ષનું કારણ વિહિત છે', અર્થાત્ પરમાર્થ - આત્મા - સમય - શુદ્ધ - કેવલી - સ્વભાવ આદિ જેના શાન જ મોક્ષ હેત : એકાર્યવાચી પર્યાય નામ આગલી ગાથામાં કહ્યા, તે આત્મસ્વભાવ રૂપ અશાન કૃત બાલ વ્રત - તપ પરમાર્થભૂત આત્મ-જ્ઞાન જ મોક્ષનો અવિસંવાદી હેતુ છે, એમ પરમ જ્ઞાની બંધ હેતુ : કેવલ જ્ઞાન સ્વરૂપ સર્વજ્ઞોએ પ્રણીત કરેલા પરમ શ્રુતમાં - પરમાગમમાં વિધાન કરેલું છે, મુમુક્ષુઓએ અનુસરવા - આચરવા - આદરવા યોગ્ય વિધિ દર્શાવેલ છે. એમ શું કારણથી ? કારણકે - પરમાર્થમૂતજ્ઞાનશ્ચય - પરમાર્થભૂત જ્ઞાન શૂન્યના અજ્ઞાન કૃત વ્રત-તપઃ કર્મનું બંધહેતુપણાને લીધે અજ્ઞાનતયોઃ વ્રતતા:કળો: વિંધહેતુત્વાત. - બાલ વ્યપદેશથી પ્રતિષિદ્ધપણું છે, એટલે તે જ્ઞાનનું જ મોક્ષહેતુપણું છે માટે. અર્થાત્ પરમાર્થભૂત જ્ઞાનને નામે જેને મોટું મીંડું છે એવા પરમાર્થભૂત જ્ઞાનશૂન્ય - જ્ઞાનવિહીન જનના અજ્ઞાનથી કરેલા વ્રત-તપઃ કર્મનું બંધકારણપણું છે, એટલે કે યથોક્ત પરમાર્થ જ્ઞાનનું - આત્મજ્ઞાનનું જેને ભાન નથી એવો અજ્ઞાની અજ્ઞાને કરી જે કાંઈ વ્રત ધરે છે ને જે કાંઈ તપ કરે છે, તે સર્વ તેને બંધનું કારણ થઈ પડે છે, આમ અજ્ઞાનીના અજ્ઞાનકૃત વ્રત - તપઃ કર્મ બંધહેતુ થાય છે તેટલા માટે જ “બાલ' વ્યપદેશ કરીને તેનું પ્રતિષિદ્ધપણું છે, “વાર્તવ્યપશેર પ્રતિષિદ્ધત્વે સતિ', અજ્ઞાનીના વ્રત-તપને “બાલ” નામ આપવામાં આવ્યું છે તે પરથી તે બાલ વ્રત-તપનો નિષેધ કરવામાં આવ્યો છે, એમ સ્વયં આપોઆપ ફલિત થાય છે અને આમ અજ્ઞાનને લીધે જ બાલ વ્રત તપઃ કર્મનો બંધહેતુપણાને લીધે નિષેધ કરવામાં આવ્યો છે, તે પરથી અર્થપત્તિથી “જ્ઞાનનું જ મોહેતુપણું' સિદ્ધ થાય છે - “તચૈવ મોક્ષ તત્વતિ ' અજ્ઞાન થ થાય છે. તો અજ્ઞાનના પ્રતિપક્ષ જ્ઞાન થકી બંધનો પ્રતિપક્ષ મોક્ષ થાય જ એ તત્ત્વ વસ્તુ ન્યાયથી શીઘ સમજાય છે. એટલે જ્ઞાન જ મોક્ષનું કારણ વિહિત છે એ ન્યાય સિદ્ધ વિધાન છે, એમ સુવિહિતશેખર અમૃતચંદ્રાચાર્યજીએ સન્યાયથી સુપ્રતિષ્ઠાપિત કર્યું. અત્રે પરમાર્થમાં “અસ્થિત' એવો જે વ્રત-તપ કરે છે તેને “બાલ' વ્રત - તપ કહેલ છે, પણ પરમાર્થમાં “સ્થિત’ એવો જે વ્રત-તપ કરે છે તેને કાંઈ બાલ વ્રત-તપ કહેલ પરમાર્થમાં “અસ્થિના નથી. અર્થાત્ “પરમાર્થભૂત' જ્ઞાન શૂન્યના વ્રત-તપને “બાલ' - અજ્ઞાન કહી વત તપઃ પરમાર્થમાં તેનો નિષેધ કર્યો છે. પણ પરમાર્થભૂત જ્ઞાનસંપન્નના વ્રત-તપનો નિષેધ કર્યો સ્થિત'ના નહિ નથી. અત્રે “પરમાર્થભૂત' જ્ઞાન એટલે તે તે અહિંસાદિ વ્રતનું કે ઉપવાસાદિ તપનું આ આ સ્વરૂપ છે એવું સામાન્ય વ્યવહાર જ્ઞાન માત્ર (Common-place Knowledge) નહિ, પણ પરમાર્થભૂત’ - આત્માના સ્વ સ્વભાવભૂત શાનનું જ્ઞાન એ પરમાર્થભૂત શાન અથવા સ્વરૂપમાં વર્તવું તે “વ્રત અને સ્વરૂપમાં પ્રતપવું તે “તપ” એ જ પરમાર્થ વ્રત - તપ છે - એ જ વ્રત - તપનો પરમાર્થ છે, તેનું જ્ઞાન તે પરમાર્થભૂત જ્ઞાન - એવા પરમાર્થભૂત જ્ઞાનસંપન્નને વ્યવહાર વ્રત - તપ પણ સહાયકારી પણે શુદ્ધોપયોગના ઉપબુલંક - સંવર્તક થઈ પડે છે. એટલે આ ઉપરથી એમ સમજી લેવાનું નથી કે જ્ઞાનીઓએ જે વ્રત - તપ પોતે ઉપદેશ્યાં છે અને પોતે આચર્યા – આદર્યા છે તે ખોટા છે કે અકર્તવ્ય છે, કારણકે જો એમ હોય તો જ્ઞાનનો ઉપદેશ જ ખોટો ઠરે અને એમ તો કદી બને જ નહિ. અત્રે “પરમાર્થ બાહ્ય” જે અજ્ઞાનકત વ્રત - તપ છે તેને બાલ' વ્રત - તપ કહેલ છે તેનો સાપેક્ષ નિષેધ છે, પણ “પરમાર્થ અંતર' - પરમાર્થ અંગભૂત - પરમાર્થોપેત જે જ્ઞાનપૂર્વક વ્રત - તપ છે તે કાંઈ બાલવ્રત - તપ નથી પણ “પંડિત' વ્રત - તપ છે અને તે તો પરમાર્થના લક્ષે સમ્યફ સમજણ પૂર્વક અવશ્ય કર્તવ્ય છે જ. પરમાર્થના - નિશ્ચયના લક્ષ્ય પૂર્વક જ્ઞાનપૂર્વક વ્રત - તપનો ક્યાંય પણ કદી પણ કોઈ પણ જ્ઞાનીએ કંઈ પણ નિષેધ કર્યો નથી, એટલું જ નહિ પણ તે અવશ્ય કર્તવ્ય છે અને ધર્તવ્ય છે એવું સ્પષ્ટ વિધાન સર્વત્ર કર્યું છે. કારણકે આત્માના ઉપયોગને સમયે સમયે આકર્ષક એવા પરદ્રવ્યનું નિમિત્ત ટળવા-ટાળવા માટે તે ઉપકારી છે, ૪૫
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy