SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ધ્રુવપણે શુદ્ધ આત્માને ઉપલભતો - અનુભવતો રહે - સ્થિતિ કરે, તો આ આત્મા પરપરિણતિના રોધ થકી જ્યાં આત્મારામ ઉદય પામતો જાય છે એવા શુદ્ધ જ આત્મા પ્રત્યે જાય છે - પામે છે.' કયા પ્રકારથી સંવર થાય છે ? તેનો સંપૂર્ણ વિધિ (૧૮૭-૧૮૮-૧૮૯) આ ત્રણ ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ દર્શાવ્યો છે - “બે પુણ્ય-પાપ યોગોમાં આત્માને આત્માથી સંધીને, દર્શન-જ્ઞાનમાં સ્થિત અને અન્યમાં ઈચ્છાવિરત, એવો જે સર્વસંગમુક્ત આત્મા આત્માને ધ્યાવે છે, નહિ કર્મને - નોકર્મને, તે ચેતયિતા એકત્વને ચેતે છે, આત્માને ધ્યાવંતો દર્શન-જ્ઞાનમય અનન્યમય તે અચિરથી કર્મ પ્રવિમુક્ત આત્માને લહે છે.' - આ અદ્દભુત ગાથાની “આત્મખ્યાતિ'માં અનન્ય તત્ત્વવૈજ્ઞાનિક અપૂર્વ વ્યાખ્યા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ અદૂભુત પરમાર્થ પ્રકાશ્યો છે. આ જે “આત્મખ્યાતિમાં કહ્યું તેનો નિષ્કર્ષ આવિષ્કત કરતો અમૃત સમયસાર કળશ (૧૨૮) અમૃતચંદ્રજી લલકારે છે - “નિજ મહિનામાં રત - આસક્ત એઓને ભેદવિજ્ઞાન શક્તિ વડે કરીને શુદ્ધ તત્ત્વોપલંભ નિયતપણે - નિશ્ચયપણે થાય છે અને તે શુદ્ધતત્ત્વોપલંભ સતે અચલિતપણે અખિલ અન્ય દ્રવ્યોથી અચલિતપણે દૂર સ્થિત એઓને અક્ષય કર્મમોક્ષ થાય છે.” ઈ. કયા ક્રમથી સંવર થાય છે ? તે આ (૧૯૧૯૨) ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સ્પષ્ટ દર્શાવ્યું છે - “તેઓના હેતુઓ અધ્યવસાનો સર્વદર્શીઓએ કહ્યા છે - મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરત ભાવ અને યોગ. હેતુ અભાવે નિયમાં જ્ઞાનીને આસ્રવ નિરોધ ઉપજે છે, આસ્રવ ભાવ વિના કર્મનો પણ નિરોધ ઉપજે છે અને કર્મના અભાવથી નોકર્મોનો પણ નિરોધ ઉપજે છે અને નોકર્મના નિરોધથી સંસારનું નિરોધન હોય છે.' - આ ગાથાનું અપૂર્વ વ્યાખ્યાન “આત્મખ્યાતિ'માં પ્રદર્શિતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સંવરનો સકલ અવિકલ પરમ તત્ત્વવૈજ્ઞાનિક કમ પ્રકાશ્યો છે - “પ્રથમ તો જીવને આત્મ-કર્મનો એત્વ અધ્યાસ જેનું મૂલ એવા - મિથ્યાત્વ - અજ્ઞાન - અવિરતિ યોગલક્ષણ અધ્યવસાનો છે. તેઓ (અધ્યવસાનો) રાગ-દ્વેષ-મોહ આસ્રવ ભાવના હેતુઓ છે, આસ્રવ ભાવ કર્મહેતુ છે, કર્મ નોકર્મ હેતુ, નોકર્મ સંસાર હેતુ છે. તેથી કરીને નિત્યમેવ આ આત્મા આત્મા-કર્મના એત્વ અધ્યાસથી - આત્માને મિથ્યાત્વ - અજ્ઞાન - અવિરતિ - યોગમય અધ્યવસે છે, તેથી રાગ-દ્વેષ-મોહરૂપ આસ્રવ ભાવ ભાવે છે, તેથી કર્મ આસ્રવે છે, તેથી નોકર્મ થાય છે, તેથી સંસાર પ્રભવે છે (જન્મે છે), પણ જ્યારે આત્મા - કર્મના ભેદવિજ્ઞાનથી આત્માને શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર ઉપલભે છે, એમ આ સંવર ક્રમ છે.” ઈ. આમ “આત્મખ્યાતિ'માં ભેદવિજ્ઞાનનો આટલો બધો મહિમા ગાયો, તેની પ્રસ્તુતિ કરતા ત્રણ અમૃત સમયસાર કળશ (૧૨૯, ૧૩૦, ૧૩૧) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “(૧) શુદ્ધ આત્મતત્ત્વના નિશ્ચય કરીને ઉપલંભ થકી (અનુભવ થકી) સાક્ષાત્ સંવર જ સંપજે છે, તે (ઉપલંભ) ભેદવિજ્ઞાનથકી જ સંપજે છે, તેથી તે અતીવ ભાવ્ય છે. (૨) આ ભેદવિજ્ઞાન અચ્છિન્ના (અખંડ) ધારાથી ત્યાં લગી જ્યાં લગી પરથી મૃત થઈને જ્ઞાન શાનમાં પ્રતિષ્ઠિત હોય. (૩) જે કોઈ સિદ્ધો તે નિશ્ચયે કરીને ભેદવિજ્ઞાનથી સિદ્ધો. જે કોઈ બદ્ધો તે નિશ્ચય કરીને તે આના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બદ્ધો છે.” ઈ. આ સંવર અધિકારના સર્વોપસંહારરૂપ - પૂર્ણાહુતિરૂપ અમૃત સમયસાર કળશ (૧૩૨) અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે અને તેમાં સંવરના ક્રમનું સકલ અવિકલ આલેખન કરી પૂર્ણ જ્ઞાન જ્યોતિનું પ્રાગટ્ય પ્રકાશ્ય છે : ભેદજ્ઞાનના ઉચ્છલનના - ઉછાળાના કલનને - અનુભવનને લીધે, શુદ્ધતત્ત્વના ઉપલંભને લીધે, રાગગ્રામના પ્રલયકરણને લીધે, કર્મનો સંવર વડે કરીને તોષ ધરતું એવું પરમ, અમલાલોક, અશ્લાન, એક જ્ઞાન જ્ઞાનમાં નિયત શાશ્વત ઉદ્યોતવાળું આ ઉદિત થયું.” ઈ. | ઈતિ સંવર નિદ્ધાંત | || ઈતિ સંવર પ્રરૂપક પંચમ અંક | ૯૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy