SearchBrowseAboutContactDonate
Page Preview
Page 957
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૮૨ “જ્ઞાનને ઉપાસીએ' - એ રાગ. ભેદી બધું ય જે ભેદી શકાય ના, એવો ચિત્ જ છું હું શુદ્ધ, ચિનુદ્રાની જ્યાં મુદ્રા અંકિત છે, એવો સિદ્ વિભુ હું વિશુદ્ધ... ભેદી બધુંય. ૧ સ્વલક્ષણ બલે ભેદી બધું યે, ભેદી ના જેહ શકાય, ચિત જ કેવલ તે શુદ્ધ છું હું એહવો, નિશ્ચય એમ કળાય... ભેદી બધુંય જે. ૨ ટંકોત્કીર્ણ ચિમ્મુદ્રાની જેમાં, મુદ્રા અંકિત છે એવો, નિર્વિભાગ છે મહિમા મહા જસ, શુદ્ધ હું છું ચિત્ દેવો. ભેદી બધુંય જે. ૩ ભેદાય કારકો ગુણો ભલે વા, ધર્મો ભલે જ ભેદાય, પણ ભેદ કાંઈ પણ છે જ નહિ અહિ, વિભુ વિશુદ્ધ ચિત્ માંય.. ભેદી બધુંય જે. ૪ રાજમુદ્રા શી ચિન્મુદ્રાનો આ, ટંકોત્કીર્ણ મહિમાન, ટંકોત્કીર્ણ અમૃત વાણી ગાયો, અમૃતચંદ્ર ભગવાન... ભેદી બધુંય જે. ૫ બાત છ અવી, • 1 - - - - - અમૃત પદ - ૧૮૩ ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ. અદ્વૈતા પણ ચેતના ના છોડે, દર્શન જ્ઞાન દ્વિરૂપ, સામાન્ય-વિશેષ જાણે એવું, તેનું સહજ સ્વરૂપ... અદ્વૈતા પણ ચેતના. ૧ અદ્વૈતા પણ ચેતના જો છોડે, જગતમાં દે શક્તિ દ્વિરૂપ, સામાન્ય વિશેષના વિરહે તો તે, છોડે અસ્તિત્વ સ્વરૂપ... અદ્વૈતા પણ ચેતના. ૨ તે અસ્તિત્વનો ત્યાગ જ હોતાં, ચિત્ની ય જડતા હોય, વ્યાપક વિના વ્યાપ્ય આત્મા તો, અંત જ પામે સોય... અદ્વૈતા પણ ચેતના. ૩ તેથી નિયત | શક્તિ રૂપ આ, ચિત્ નિયત જ હોય, ભગવાન અમૃતચંદ્ર ભાખી, તત્ત્વ-સંકલના સોય.. અદ્વૈતા પણ ચેતના. ૪ शार्दूलविक्रीडित भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद् भेतुं न यच्छक्यते, चिन्मुद्रांकितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहं । भिद्यते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि, भियंतां न भेदास्ति काचन विभौ भावे विशुद्ध चिति ।।१८२।। अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजे- तत्सामान्यविशेषरूपविरहात्सास्तित्वमेव त्यजेत् । तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापकादात्मा चांतमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपास्ति चित् ॥१८३।। ૮૦૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy