SearchBrowseAboutContactDonate
Page Preview
Page 928
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પદ ૧૨૭ ‘સાહેબા વાસુપૂજ્ય જિણંદા' - એ રાગ શુદ્ધ આત્મા જ તેહ લહે છે, શુદ્ધાત્માનુભવે જે રહે છે, શુદ્ધાત્માનુભવે છે જે રહે છે, શુદ્ધ આત્મા જ તેહ લહે છે... શુદ્ધ. ૧ - શુદ્ધ અંતર આતમ શોધે, કેમે કરી ધારાવાહી બોધે, ધ્રુવ બોધ પ્રવાહે વહે છે, શુદ્ધાત્મા અનુભવતો રહે છે... શુદ્ધાત્માનુભવે જે રહે છે. ૨ આત્મારામ ઉદય તો વહંતો, શુદ્ધ આત્મા જ આત્મ લહંતો, પરપરિણતિ રોધે રહંતો, ભગવાન અમૃત એમ મહંતો... શુદ્ધાત્માનુભવે જે ૨હે છે. ૩ ડ અમૃત પદ - ૧૨૮ ‘સાહેબા વાસુપૂજ્ય જિણંદા' - એ રાગ અક્ષય કર્મમોક્ષ તે પાવે, શુદ્ધ આત્માનુભવ જે ભાવે, શુદ્ધ આત્મલાભ જ જે લાવે, અક્ષય કર્મમોક્ષ તે પાવે... શુદ્ધ આત્માનુભવ. ૧ ભેદ વિજ્ઞાન શક્તિ પ્રભાવે, નિજ મહિમારત જે થાવે, શુદ્ધ તત્ત્વાનુભવ તે પાવે, નિત્ય શુદ્ધાત્મ લાભ જ લાવે... શુદ્ધ આત્માનુભવ. ૨ મગ્ન શુદ્ધાત્મ અનુભવ પૂરે, પરદ્રવ્ય સમસ્તથી દૂરે, સ્થિત અચલિત ભાવે શૂરે, કર્મચક્ર સકલ તે ચૂરે... શુદ્ધ આત્માનુભવ. ૩ પરદ્રવ્યથી દૂર રહંતાં, એમ શુદ્ધાત્મ અનુભવે સંતા, કર્મક્ષયે અક્ષય પદ પામે, વ્હોંચે ભગવાન અમૃત ધામે... શુદ્ધ આત્માનુભવ. ૪ मालिनी यदि कथमपि धारावाहिना बोधनेन, ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते । तदयमुदयदात्माराममात्मानमात्मा, परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति ||१२७|| ડ निजमहिमरतानां भेदविज्ञानशक्त्या, भवति नियतमेषां शुद्धतत्त्वोपलंभः । अचलितमखिलान्यद्रव्यदूरे स्थितानां, भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः ||१२८|| હ ૭૭૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy