SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ અધિકાર અમૃત પદ - ૧૧૩ બોધ ધનુર્ધર જીતે, દુર્જય બોધ ધનુર્ધર જીતે, રણ રંગભૂમાં આસવ યોદ્ધો, બોધ ધનુર્ધર જીતે... બોધ ધનુર્ધર જીતે. ૧ મદભર નિર્ભર મંથર પગલે, ગજેંદ્ર શું મદમાતો, ડોલત ડોલત આસ્રવ આવે, રણરસથી છલકાતો... બોધ ધનુર્ધર જીતે. ૨ મૂછે તાલ દેતો સહુ જનને, ગર્વ થકી પડકારે, માઈ પૂત હો આવો સામે, તૃણ શું જગ તુચ્છકારે... બોધ ધનુર્ધર જીતે. ૩ તસ પડકાર ઝીલીને સંવર, યોદ્ધો આવે સામો, બોધ ધનુષ ટંકાર કરંતો, ગર્જાવે રણધામો... બોધ ધનુર્ધર જીતે. ૪ સાગર પેટ ન પાણી હાલે, નખશિખ આસ્રવ ભાળે, મચ્છર શું ચપટીમાં ચોળે, રણરંગે રગદોળે... બોધ ધનુર્ધર જીતે. ૫ ભગવાન અમૃત આત્મજ્યોતિના, જ્ઞાન કિરણના બાણે, આસ્રવ યોદ્ધાને રણ જીતી, અનુભવ અમૃત માણે... બોધ ધનુર્ધર જીતે. ૬ હ અમૃત પદ ૧૧૪ ‘ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ - જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ, જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ...(૨) જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ. ૧ રાગ દ્વેષ ને મોહ વિહોણો, ભાવ જીવનો સાવ, જ્ઞાનમયો ને જ્ઞાનમયો જે ભાવ... જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ. ૨ દ્રવ્યકર્મ આસ્રવ ઓઘોને, સર્વ રુંધતો સાવ, ભગવાન અમૃતચંદ્ર વદે આ, ભાવારૢવ અભાવ... જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ. ૩ द्रुतविलंबित अथ महामदनिर्भरमंथरं, समररंगपरागतास्रवं । अयमुदारगभीरमहोदयो, जयति दुर्जयबोधधनुर्धरः ॥ ११३॥ ડ शालिनी भावो रागद्वेषमोहै विना यो, जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव । रुंधन् सर्वान् द्रव्यकर्मास्रवौघान् एषोऽभावः सर्वभावास्रवाणां ।।११४।। 5 ૭૭૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy