________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૦૩ કર્મ સર્વ જ બંધનો હેતુ, જ્ઞાન જ મોક્ષતણો હેતુ, જ્ઞાન જ વિહિત શિવહેતુ, કહે સર્વજ્ઞો શિવસેતુ. કર્મ સર્વ જ બંધનો હેતુ. ૧ કર્મ સર્વ જ બંધનો હેતુ, અવિશેષથી જાણ જ એ તું, એમ સર્વવિદોએ ભાખ્યું, શુદ્ધ પ્રગટ તત્ત્વ એ દાખ્યું... કમ સર્વ જ બંધનો હેતુ. ૨ લોહ સુવર્ણ બેડી શું એમાં, શુભ અશુભ ભેદ તું લે મા ! કર્મ સર્વ જ તેથી નિષેધ્યું, જ્ઞાન જ શિવહેતુ બોધ્યું.. કર્મ સર્વ જ બંધનો હેતુ. ૩ ભગવાન સર્વજ્ઞ અમૃત વાણી, શિવસુખ અમૃતની ખાણી, ભવ્યહિત સુવિહિત અમૃત એ, સુવિહિત શેખર “અમૃત' એ... કર્મ સર્વ જ બંધનો હેતુ. ૪
અમૃત પદ - ૧૦૪ જ્ઞાન જ્ઞાનમાં ચરિયું (ફરિય), એ જ અમૃત મુનિનું શરણું, ત્યાં નિરત સ્વયં તે વેદ, પરમ અમૃત જ્ઞાનનું ઝરણું.. જ્ઞાન એ જ મુનિનું શરણું. ૧ સર્વ સુકૃત દુષ્કૃત નિષેધ્ય, નૈષ્કર્મ પ્રવૃત્તિ વધે, મુનિઓ ન હોય અશરણા, તે તો નિશ્ચય હોયે સશરણા... જ્ઞાન એ જ મુનિનું શરણું. ૨ જ્ઞાન જ્ઞાનમાં પાછું ફરિયું, તે જ ત્યારે મુનિનું શરણું, ત્યાં નિરત સ્વયં તે વેદે, પરમ અમૃત જ્ઞાનનું ઝરણું... જ્ઞાન એ જ મુનિનું શરણું. ૩ ભગવાન આતમ અમૃતચંદ્ર, વર્ષે કેવલ જ્ઞાન નિત્યંદ, અનુભવ અમૃતરસી મુનિચંદ્ર, ભગવાન તે અમૃતચંદ્ર જ્ઞાન એ જ મુનિનું શરણું. ૪
स्वागता कर्म सर्वमपि सर्वविदो यद्, बंधसाधनमुशन्त्यविशेषात् । तेन सर्वमपि तत्प्रतिषिद्धं, ज्ञानमेव विहितं शिवहेतुः ।।१०३।।
शिखरिणी निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल, प्रवृत्ते नैष्कर्थे न खलु मुनयः सन्त्यशरणाः । तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं, स्वयं विन्दन्त्येते परममृतं तत्र निरताः ।।१०४।।