SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પદ ૨૨ ત્યજો જગત હવે તો મોહ ! ત્યજો જગત હવે તો મોહ ! આસંસારથી માંડી જેનો, છે અનાદિ પ્રરોહ... ત્યજો જગત. ૧ રસો રોચન રસિક જનોનું, જ્ઞાન ઉદય પામંતું, કરજો સુધારસ પાન રુચિથી, ચેતન અનુભવવંતું... ત્યજો જગત. ૨ આત્મા અનાત્મા સાથે એક તો, હોય ન કોઈ પ્રકારે, - વૃત્તિ તાદાત્મ્ય તેહશું ન પાવે, કોઈ કાળે પણ ક્યારે... ત્યજો જગત. ૩ નિશ્ચય એમ પ્રગટ જાણીને, ત્યજો જગત હવે મોહ, ભગવાન અમૃતરસ ચાખી આ, કરો નિજ પદ અધિરોહ... ત્યજો જગત. ૪ અમૃત પદ ૨૩ અલ્યા ! કર અનુભવ ! અનુભવ તું ! અલ્યા ! કર અનુભવ ! અનુભવ તું ! કોઈ પ્રકારે મૃત્યુ પામી, તત્ત્વ કુતૂહલકામી... અલ્યા કર અનુભવ તું. ૧ મૂર્ત દેહનો પાર્શ્વવર્તી તું, મુર્ત્ત જો અનુભૌસે, તો આત્માને ભિન્ન સર્વથા, વિલંસતો તું જોશે... અલ્યા કર અનુભવ તું. ૨ મૂર્તિ સાથે એકપણાનો, મોહ તતક્ષણ ખોશે, ભગવાન અમૃતમય મૂર્તિનું, દર્શન તુજને હોશે... અલ્યા કર અનુભવ તું. ૩ (માલિની) त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं (लीढं), रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् । इह कथमपि नात्मानात्मना साकमेकं, किल कलयति काले क्वापि तादाम्यवृत्तिं ॥ २२ ॥ ਨ अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली स ननुभव भवमूर्तेः पार्श्ववर्त्ती मुहूर्तं । पृथगथ विलसतं समालोक्य येन त्यजसि झगिति मूत्या साकमेकत्वमोहं ॥ २३ ॥ ૭૩૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy