SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપ્રક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૪ આત્મજ્ઞાનરૂપ જાણવામાં આવતું જે આત્મભાવરૂપ ભાવશ્રુતજ્ઞાન તત્ત્વ છે તેને આત્માભિમુખ કરતો પ્રવર્તે છે, પોતાનો જે કાંઈ શ્રુતજ્ઞાન ક્ષયોપશમવિશેષ છે તેનો સમસ્ત ઉપયોગ આત્મા પ્રત્યે દૃષ્ટિ ઠેરવી આત્મસન્મુખ કરે છે. (૪) આમ મતિજ્ઞાન તત્ત્વને જેણે આત્માભિમુખ કર્યું છે એવો આ આત્માર્થી શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્માભિમુખ કરતો “અત્યંત અવિકલ્પ' થાય છે, સર્વથા વિકલ્પ રહિત થાય છે. નિર્વિકલ્પ દશાને પામે છે. કારણકે વિકલ્પના કારણરૂપ જે પંચ ઈદ્રિયના ઉધામા હતા તે તેણે અવધીરીને - અવગણીને છોડી દીધા છે, અનિંદ્રિય મનના ઘોડાના દોડા તેણે છોડી દીધા છે, અને નયપક્ષના ગ્રહણથી આત્માને વિકલ્પોથી આકુલ કરતી શ્રુતજ્ઞાન બુદ્ધિઓરૂપ વિકલ્પ તરંગોના તરંગો પણ તેણે છોડી દીધા છે, અને આત્મભાવરૂપ આત્મજ્ઞાનમય મતિજ્ઞાનતત્ત્વને તેમજ આત્મભાવરૂપ આત્મજ્ઞાનમય શ્રુતજ્ઞાનતત્ત્વને તેણે આત્માભિમુખ કરી આત્મામાં જ જોડી દીધું છે. એટલે જ તે અત્યંત અવિકલ્પ - સર્વથા નિર્વિકલ્પ થાય છે. (૫) અને આમ તે સર્વથા અવિકલ્પ થાય છે, એટલે જ પત્યેવ સ્વરસંત વ્યક્તીમવંત ઈ. - ‘ઝટ જ સ્વરસથી જ વ્યક્ત થતા, આદિ-મધ્ય-અંત વિમુક્ત, અનાકુલ, એક, કેવલ, અખિલ પણ. વિશ્વની ઉપર જણે તરતા, અખંડ પ્રતિભાસમય, અનંત એવા વિજ્ઞાનઘન પરમાત્મા સમયસારને તે વેદતો જ હોય છે. અર્થાતુ જેવો તે અત્યંત અવિકલ્પ – નિર્વિકલ્પ દશાને પામે છે, તેવો જ ઝટ જ શીઘ જ “સ્વરસથી જ' - આપોઆપ જ વ્યક્ત - પ્રકટ - આવિર્ભત થતા સાક્ષાતુ સમયસારને - શુદ્ધ આત્માને વેદે છે, સ્વસંવેદનથી - સંવેદે છે, આત્માનુભૂતિથી અનુભવે છે. તે આત્માનુભૂતિથી અનુભવાતો સમયસાર તે કેવો અનુભવે છે ? (૧) આદિ-શરૂઆત મધ્ય-વચલી સ્થિતિ અને અંત-છેવટ નહિ હોવાથી જે “આદિ-મધ્ય-અંતથી વિમુક્ત” છે, (૨) કોઈ પણ વિકલ્પરૂપ પરભ આકુલતા નહિ હોવાથી જે “અનાકુલ' છે, (૩) એક આત્મા સિવાય બીજો કોઈ ભાવ - દૈત નહિ હોવાથી જે અદ્વૈત “એક છે, (૪) કેવલ - આત્મભાવ જ હોવાથી જે “કેવલ” છે, (૫) સમુદ્રની ઉપર ઉદાસીનપણાથી (પાણીની સપાટીથી ઉપર ઉચ્ચપણાથી) તરતા તારુની જેમ વિશ્વસમુદ્રની ઉપર કોઈ પણ અન્યભાવથી અસ્પૃશ્ય ઉદાસીનપણાથી તરવાનો પરમાનંદ માણી રહ્યો હોવાથી જે “જાણે અખિલ વિશ્વની પણ ઉપર તરતો' છે, (૬) કદી પણ દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી ખંડિત નહિ થતો હોવાથી જે “અખંડ' છે, (૭) જેવી વસ્તુસ્વભાવ છે તેવો તેનો “પ્રતિ’ - સામો પ્રતિબિંબરૂપ “ભાસ” - જ્ઞાન પ્રકાશ કરતો હોવાથી જે “પ્રતિભાસમય' છે, (૮) દ્રવ્ય ક્ષેત્રથી કાળથી અને ભાવથી તેનો કદી પણ અંત ન આવતો હોવાથી જે “અનંત' છે, (૯) સર્વ પ્રદેશે ઘન-નક્કર લવણ લવણ ને લવણ આસ્વાદથી આસ્વદાતા લવણ ઘનની (મીઠાના ગાંગડા) જેમ, સર્વ આત્મપ્રદેશે ઘન - નક્કર વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય આસ્વાદથી આસ્વદાતો હોવાથી જે “વિજ્ઞાનઘન” છે. (૧૦) અખિલ વિશ્વમાં તેનાથી પર કોઈ નહિ હોવાથી અને તે જ અખિલ વિશ્વથી પર હોવાથી જે “પરમાત્મા છે, (૧૧) સર્વ સમયમાં - સર્વ પદાર્થમાં સાર - ઉત્તમ હોવાથી, અર્થાત્ સ્વસ્વરૂપની સમયમાં - સ્વરૂપ મર્યાદામાં રહેલા સર્વ મયોમાં - વિશ્વ તત્ત્વભૂત પદાર્થોમાં- સારે પ્રધાન - શ્રેષ્ઠ હોવાથી, અથવા વસ્તુતત્ત્વરૂપ સમયના પ્રતિપાદન પ્રધાન સર્વ સમયમાં - સર્વ શાસ્ત્ર સિદ્ધાંતમાં પ્રતિપાદન કરેલ સાર - ઉત્તમ - શ્રેષ્ઠ સમય - વસ્તુતત્ત્વ હોવાથી - દ્વાદશાંગીનો પરમ સારભૂત પરમાર્થ હોવાથી, અથવા સમયમાં - આત્મામાં સાર - શ્રેષ્ઠ - શુદ્ધ હોવાથી જે “સમયસાર” છે, એવા એકાદશ અંગભૂત ગુણનિષ્પન્ન વિશેષણસંપન્ન યથાર્થનામા “સમયસારને - શુદ્ધ આત્માને આત્મા સ્વ સંવેદનથી સંવેદે છે. (૬) અને આવા દ્વાદશાંગીના સારભૂત ઉક્ત એકાદશ ગુણસંપન્ન સમયસારને વેદતો જ - અનુભવતો જ આત્મા “સમ્યગુ દેખાય છે અને જણાય છે', સમ્યગુ - જેમ છે તેમ યથાર્થ સ્વરૂપે સાક્ષાત દેખવામાં આવે છે અને જાણવામાં આવે છે - “વિજ્ઞાનનું પરમાત્માનું સમવસરે વિંન્નેવાત્મા सम्यग्दृश्यते ज्ञायते च ।' ૭૦૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy