SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેમાં ના ગામમાં પ્રતિ એમ આ (૯૧)મી ગાથામાં પ્રતિપાદન કર્યું છે - “આત્મા જે ભાવ કરે છે. તે ભાવનો તે કર્તા હોય છે અને તેમાં સ્વયં પુદગલદ્રવ્ય કર્મત્વ પરિણમે છે. આનો ભાવ “આત્મખ્યાતિ'માં સાધકના દાંતથી ઓર સમર્થિત કર્યો છે - “આત્મા ફુટપણે આત્માથી તથા પરિણમનથી નિશ્ચય કરીને જે ભાવ કરે છે, તેનો આ કર્તા હોય, સાધકવતું. તે નિમિત્ત સતે (હોતાં) પુદ્ગલ દ્રવ્ય કર્મત્વ સ્વયમેવ પરિણમે છે.” ઈત્યાદિ અને અજ્ઞાન થકી કર્મ પ્રભવે છે એવું તાત્પર્ય (૯૨)મી ગાથામાં પ્રકાશે છે - “પરને આત્મા કરતો અને આત્માને પણ પર કરતો એવો અજ્ઞાનમય જીવ કર્મોનો કારક હોય છે.' આનો ભાવ “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવર્યો છે - “આ આત્મા પ્રગટપણે અજ્ઞાનથી પર અને આત્માના પરસ્પર વિશેષનું અનિર્ણાન સતે, પરને આત્મા કરતો અને આત્માને પર કરતો સ્વયં અજ્ઞાનમયીભૂત એવો કર્મોનો કર્તા પ્રતિભાસે છે', ઈત્યાદિ. પણ જ્ઞાન થકી કર્મ પ્રભવતું (જન્મતું) નથી એમ (૯૩)મી ગાથામાં પ્રકાશે છે - “પરને આત્મા અકરતો અને આત્માને પણ પર અકરતો એવો તે જ્ઞાનમય જીવ કર્મોનો અકારક (અકર્તા) હોય છે.' આનો ભાવ “આત્મખ્યાતિ'માં પરિટ્યુટ વિવેચ્યો છે - “આ આત્મા પ્રગટપણે જ્ઞાનથી પર અને આત્માના પરસ્પર વિશેષનું નિર્ણાન સતે, પરને આત્મા અ-કરતો ને આત્માને પર અ-કરતો સ્વયં જાનમથીભૂત એવો, કર્મોનો અકારક પ્રતિભાસે છે.” ઈત્યાદિ. અશાન થકી કર્મ કેમ પ્રભવે છે? એનો અહીં (૯૪)મી ગાથામાં શાસ્ત્રકાર આચાર્યજીએ ખુલાસો કર્યો છે અને તેની સમગ્ર વૈજ્ઞાનિક પ્રક્રિયા (Scientific process) આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિસ્યુટ વિવરી દેખાડી અપૂર્વ તત્ત્વપ્રકાશ વિસ્તાર્યો છે - “આ નિશ્ચય કરીને સામાન્યથી અજ્ઞાનરૂપ એવો મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિરૂપ ત્રિવિધ સવિકાર ચૈતન્ય પરિણામ - પર - આત્માના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી, સમસ્ત ભેદને અપહૃત કરી (છૂપાવી, ઓળવી) ભાવ્ય - ભાવકભાવને આપન્ન (પામેલા) ચેતન - અચેતન સામાન્ય આધિકરણ્યથી અનુભવનને લીધે - “હું ક્રોધ છું' એવી સવિકાર ચૈતન્ય પરિણામથી પરિણમતો, તે સવિકાર ચૈતન્ય પરિણામરૂપ આત્મભાવનો કર્તા હોય.” ઈત્યાદિ. ઉપરની ગાથાના અનુસંધાનમાં (૯૫)મી ગાથા આચાર્યજી પ્રકાશે છે - “ત્રિવિધ આ ઉપયોગ ધર્માદિરૂપ આત્મવિકલ્પ કરે છે, તે ઉપયોગરૂપ આત્મભાવનો તે કર્તા હોય છે, અને તેની સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા “આત્મખ્યાતિ'માં વિવરી દેખાડી અમૃતચંદ્રજીએ અદૂભુત તત્ત્વ ઉદ્યોત રેલાવ્યો છે - આ નિશ્ચય કરીને સામાન્યથી અજ્ઞાનરૂપ મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિરૂપ ત્રિવિધ સવિકાર ચૈતન્ય પરિણામ, પરસ્પર અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી સમસ્ત ભેદને અપહૃત કરી (છુપાવી, ઓળવી), જોય - જ્ઞાયક ભાવાપન્ન (ભાવને પામેલા) પર - આત્માના સામાન્ય આધિકરણ્યથી અનુભવનને લીધે – “હું ધર્મ, હું અધર્મ, હું આકાશ, હું કાળ, હું પુદ્ગલ, હું જીવાંતર - એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે, તેથી કરીને આ આત્મા “હું ધર્મ, હું અધર્મ, હું આકાશ, હું કાળ, હું પુદ્ગલ, હું જીવાંતર' એવી ભ્રાંતિથી સોપાધિ ચૈતન્ય પરિણામથી પરિણમતો, તે સોપાધિ ચૈતન્ય પરિણામસ્વરૂપ આત્મભાવનો કર્તા હોય.” ઈત્યાદિ. આ જે ઉપરમાં આટલું વિવરી દેખાડ્યું તે પરથી આ સ્થિત છે કે કર્તૃત્વમૂલ અજ્ઞાન છે, એમ આ (૯૬)મી ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે – “એમ મંદબુદ્ધિ - અજ્ઞાનભાવથી પરદ્રવ્યોને આત્મા કરે છે અને આત્માને પણ પર કરે છે.” આનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ભૂતાવિષ્ટ-ધ્યાનાવિષ્ટના દāતથી સાંગોપાંગ બિંબપ્રતિબિંબ ભાવથી તેનું અપૂર્વ અદૂભુત વ્યાખ્યાન પ્રકાશ્ય છે - “ક્રોધાદિ ફુટપણે હું ક્રોધાદિ છું ઈત્યાદિ જેમ અને હું ધર્મ છું ઈત્યાદિ જેમ, આત્મા પરદ્રવ્યોને આત્મા કરે છે ને આત્માને પણ પરદ્રવ્યો કરે છે, તેથી આ - અશેષ વસ્તુ સંબંધથી રહિત નિરવધિ વિશુદ્ધ ચૈતન્ય ધાતુમય છતાં – અજ્ઞાનને લીધે જ સવિકાર - સોપાધિરૂપ કરાયેલ ચૈતન્ય પરિણામતાએ કરીને તથાવિધ આત્મભાવનો કર્તા પ્રતિભાસે છે એમ આત્માનું ભૂતાવિષ્ટ – ઘાનાવિષ્ટની જેમ, કર્તૃત્વ- મૂલ અજ્ઞાન પ્રતિષ્ઠિત છે.” આ “આત્મખ્યાતિ’નો ભાવ આ લેખકે સ્વરચિત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં નિખુષ્મણે સ્કુટ વિવેચ્યો છે. ૮૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy