SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૦ - નયપક્ષ કક્ષા – મહાઅટવી દુર્લધ્ય છે, મહા વિકલ્પ જાલ ભરેલું નયપક્ષનું ગાઢ જંગલ ઓળંગવું દુષ્કર છે. એવી જાલ જેવી જીવને ફસાવી દેનારી વિકલ્પજાલને જાલની જેમ એક સપાટે ફગાવી દઈ, જેના ચિત્તમાં ચિનિશ્ચયથી સદા ચિત્ જ છે. એવો તત્ત્વવેદી નયપક્ષની કક્ષાને - મહાઅટવીને વટાવી જાય છે, નયનું ગાઢ જંગલ ઓળંગી જાય છે અને તે નયપક્ષ કક્ષાથી વ્યતીત થાય છે, નયપક્ષની ભૂમિકાથી પર થાય છે અને એમ જે અનલ્પ વિકલ્પ જાલવાળી નયપક્ષ કક્ષાથી વ્યતીત પર થાય છે, તે તત્ત્વવેદી જ્યાં અનુભૂતિ સિવાય બીજું કાંઈ નથી એવા એક ‘સ્વભાવ'ને - આત્મભાવને પામે છે - કે જે ‘સ્વભાવ' અંતરમાં અને બ્હારમાં સમરસ એકરસ સ્વભાવવાળો છે, અર્થાત્ અંતરમાં તે સમરસ - એક સરખા એકધારા રસવાળો એક અદ્વૈત ‘ચિત્' રસ સ્વભાવી છે, તેમ બ્હારમાં પણ કોઈ પક્ષ પ્રત્યે રાગ દ્વેષ રહિત સમભાવ સંપન્ન સમરસ એક સરખા એકધારા રસવાળો એક અદ્વૈત ‘ચિત્' રસ સ્વભાવી છે. આમ વિકલ્પ જાલમય નયપક્ષ કક્ષાથી પર થયેલો તત્ત્વવેદી એક શુદ્ધ ચૈતન્યરસમય અનુભૂતિમાત્ર સ્વભાવને અનુભવે છે.* આ સમરસી ભાવરૂપ પરમ વીતરાગદશાને જીવનમાં સાક્ષાત્ અનુભવસિદ્ધપણે આચરી દેખાડનારા પરમાત્મ તત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ સ્વયંભૂ વચનોદ્ગાર છે કે - ‘દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચળ અનુભવ છે. કારણકે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણ રજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે.’' ‘જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગના સર્વ આત્માને વિષે છે. જેવા સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ હૈયે, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છૈયે. જે જે આ આત્મા માટે ઈચ્છીએ છૈયે, તે તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છૈયે. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છૈયે, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છૈયે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરી ક્યારેય થઈ શકતી નથી.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૩૪, ૪૬૯ ડ આ કળશના ભાવ ઝીલી બનારસીદાસજી વદે છે - પ્રથમ નિયત નય - નિશ્ચય, બીજો વ્યવહારનય, એ બન્નેને ફલાવતાં અનંતભેદ ફલે છે, જેમ જેમ નય ફલે છે તેમ તેમ મનના કલ્લોલ - તરંગ (વિકલ્પ-તરંગ) ફૂલે છે, ‘જ્યાઁ જ્યાઁ નય ફલૈ ત્યાઁ ત્યાઁ મનકે કલ્લોલ ફલૈં”, એમ ચંચલ સ્વભાવ લોકાલોક પર્યંત ઉછળે છે - ‘ચંચલ સુભાવ લોકાલોકોઁ ઉછલે હૈં.' એવી નયકક્ષા છે તેનો પક્ષ ત્યજી જ્ઞાની જીવ સમરસી થયા છે, એકતાથી ટળતા નથી - દૂર થતા નથી, ઐસી નયકક્ષતા કૌ પક્ષ ત્યજી જ્ઞાની જીવ મહામોહને નાથી, નાશ કરી, શુદ્ધ અનુભવ અભ્યાસી, નિજ બલ પ્રકાશી, સુખરાશિમાં ૨લે છે – મગ્ન થાય છે. ‘“પ્રથમ નિયત દૂજી વિવહાર નય, દુહૌં ફલાવત અનંત ભેદ ફલે હૈં, જ્ય જ્યાઁ નય ફલૈ ત્યાઁ ત્યાઁ મનકે કલ્લોલ ફÖ, ચંચલ સુભાવ લોકાલોકલ ઉછલે હૈ, ઐસી નયકક્ષ તાકૌ પક્ષ ત્યજી ગ્યાની જીવ, સમરસી ભએ એકતાસૌ નહિ ચલે હૈ, મહામોહ નાસિ સુદ્ધ અનુભૌ અભ્યાસિ નિજ, બલ ૫૨ગાસિ સુખરાસિ માંહિ રહે હૈ.'' ૬૮૭ - શ્રી બના.કૃત સ.સા. કર્તા કર્મ અ. ૨૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy