SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ૪. સ્વ ભ્રષ્ટતા, પર સ્થિતિ :: સ્વ સ્થિતિ, પર ભ્રષ્ટતા ૫. પર રાગદ્વેષ એકરૂપતા : પર રાગદ્વેષ પૃથભૂતતા ૬. પર પ્રવૃત્ત અહંકાર (હું) :: પર નિવૃત્ત અહંકાર (ન “હું'), ૭. પર રાગ દ્વેષ પ્રવૃત્તિ : પર રાગ દ્વેષ નિવૃત્તિ ૮. પર કર્મ કર્તાપણું :: પર કર્મ અકર્તાપણું ઉપરમાં વિવરી દેખાડ્યું તેમ “અજ્ઞાનીનો નિશ્ચય કરીને સમ્યક સ્વપર વિવેકના અભાવથી અત્યંત પ્રત્યસ્તમિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે અજ્ઞાનમય જ ભાવ હોય.' અજ્ઞાનીનો ભાવ અર્થાત અજ્ઞાની જીવને સમ્યકપણે - યથાર્થપણે - જેમ છે તેમ યથાસ્થિત અજ્ઞાનમય જ વસ્તુસ્થિતિ પ્રમાણે સ્વ-પર વિવેકનો અભાવ હોય છે, તેથી કરીને તેને સમસ્ત પરવસ્તુથી વિવિક્ત - પૃથગુભૂત (અલગ પાડેલ) એવા આત્માની ખ્યાતિનું - પ્રસિદ્ધિનું - પ્રતીતિનું સ્વાનુભૂતિનું અત્યંત પ્રત્યસ્તમિતપણું - સર્વથા આથમી ગયાપણું વર્તે છે, તે કદી પણ શુદ્ધ એક જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ આત્માનુભૂતિ કરતો નથી, એટલે આમ આ અત્યંત પ્રત્યસ્તમિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે વિવિક્ત - પૃથફભૂત આત્માનુભવના અભાવે અજ્ઞાનીનો ભાવ અજ્ઞાનમય જ હોય. અને “તે સતે' - અજ્ઞાનીનો ભાવ એમ અજ્ઞાનમય જ હોય છે, એટલે તે અજ્ઞાની “સ્વ પરનો એકત્વ અધ્યાસ' કરે છે, આત્મા-અનાત્માનું એકપણું માની બેસે છે અને આમ તે સ્વ પરનો એકત્વ અધ્યાસ કરે છે. એથી કરીને જ્ઞાનમાત્રાત્ સ્માતું પ્રશ્નઈ: જ્ઞાનમાત્ર સ્વથી પ્રભ્રષ્ટ એવો તે પર એવા રાગ દ્વષ સાથે એકરૂપ થાય છે, કેવલ જ્ઞાન સિવાય જ્યાં બીજું કાંઈ નથી એવા જ્ઞાનમાત્ર - કેવલજ્ઞાન સ્વરૂપ સ્વથી - આત્માથી પ્રય્યત - પ્રભ્રષ્ટ - પ્રમત્ત થયેલો તે આત્માથી અન્ય - અનાત્મા પર એવા રાગદ્વેષ સાથે એકરૂપ થાય છે. એટલે તે રાગ-દ્વેષ હું છું એમ તે પર એવા રાગદ્વેષમાં આત્મબુદ્ધિ રૂપ “અહંકાર પ્રવર્તિત કરતો” સ્વયં નિશ્ચયે આ હું રાગ કરું છું, રોષ કરું છું, એમ સમજી રાગ કરે છે અજ્ઞાનીના કર્મકર્તાપણાની અને રોષ કરે છે. તેથી કરીને આવી આ અનુક્રમબદ્ધ કાર્યકારણ સંકલના તત્ત્વ વૈજ્ઞાનિક પ્રક્રિયા પરથી પ્રતીત થાય છે કે, આત્મસ્વરૂપના અજ્ઞાનરૂપ અજ્ઞાનમય ભાવને લીધે જ અજ્ઞાની ‘પર એવા રાગ-દ્વેષને આત્મા કરતો કર્મો કરે છે', આત્માથી અન્ય-પર એવા અનાત્મારૂપ રાગદ્વેષને આત્મારૂપ - આત્મભાવરૂપ કરતો તો કર્મો કરે છે. અર્થાત્ કર્મોનું બીજ રાગદ્વેષ છે ને રાગદ્વેષનું બીજ અજ્ઞાન છે, એટલે અજ્ઞાન એ જ કર્મનું અંતર્ગત મૂલ કારણ છે. આમ અજ્ઞાનીને (૧) સમ્યક સ્વ પર વિવેકના અભાવથી વિવિક્ત આત્મખ્યાતિનું અત્યંત અસ્તગતપણું હોય છે, (૨) તેથી તેનો અજ્ઞાનમય જ ભાવ હોય છે, (૩) તેથી તેને સ્વપરનો એકત્વ અધ્યાસ હોય છે, (૪) તેથી તેને સ્વથી - આત્માથી ભ્રષ્ટતા હોય છે, (૫) અને પર - રાગ ‘ષ સાથે એકરૂપતા હોય છે. (૬) તેથી તેને અહંકાર પ્રવર્તે છે, (૭) તેથી તેને રાગ-દ્વેષમાં પ્રવૃત્તિ હોય છે, (૮) અને તેથી તેને કર્મનું કર્તાપણું હોય છે. આ ક્રમથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાનીને આ બધું હોય છે. આથી ઉલટું, “જ્ઞાનીનો તો સમ્યક સ્વપ૨ વિવેકથી અત્યંત ઉદિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે જ્ઞાનમય જ ભાવ હોય', જ્ઞાની જીવને તો નિશ્ચય કરીને સમ્યકપણે - શાનીનો શાનમય જ ભાવ યથાર્થપણે - જેમ છે તેમ વસ્તુસ્થિતિ પ્રમાણે સ્વપર વિવેકનો ભાવ હોય છે, તેથી કરીને તેને સમસ્ત પરવસ્તુથી વિવિક્ત - પૃથગુભૂત (અલગ પાડેલ) એવા આત્માની ખ્યાતિનું - પ્રસિદ્ધિનું - પ્રતીતિનું સ્વાનુભૂતિનું અત્યંત ઉદિતપણું - સર્વથા ઉદયંગતપણું ૬૫૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy