SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ હાઈ , કકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૨૬ અમૃત જ્યોતિ' મહાભાષ્ય લોક વ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષ તથાતથ્ય દેખે છે. લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ હૈયે અને જ્ઞાને સ્ફરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ હૈયે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં.૪૧૩ ઘટ મંદિર દીપક કિયો, સહજ સુજ્યોતિ સ્વરૂપ; આપ પરાઈ આપહી, ઠાનત વસ્તુ અનૂપ.” - શ્રી આનંદઘન પદ-૪ આત્માની પરિણામશક્તિ સ્વભાવભૂત સ્થિત છે, એટલે તે જે ભાવ આત્માનો કરે છે તેનો તે કર્તા હોય છે એમ આ ગાથાના ભાવનું સૂચન કરતા ઉત્થાનિકા કલશમાં આત્મા આત્મભાવનો કર્તા સચવ્યું. તે કેવા પ્રકારે ? તે આ ગાથામાં દર્શાવ્યું છે અને પરમેષિ આત્મખ્યાતિકારે તેનું અનન્ય લાક્ષણિક શૈલીથી પરમ પરમાર્થગંભીર સૂત્રાત્મક વ્યાખ્યાન કરતાં સંક્ષેપમાં સમસ્ત તત્ત્વવિજ્ઞાનનું બીજભૂત જ્ઞાન અત્ર પ્રકાશ્ય છે. એમ ઉક્ત પ્રકારે આ આત્મા સ્વયમેવ - પોતે જ - આપોઆપ જ પરિણામ સ્વભાવી છતાં, “વમેવ પરિણામસ્વભાવ’િ - જે જે ભાવ આત્માનો - પોતાનો કરે છે, તે જ કર્યતા આપદ્યમાન - કર્મપણું પામી રહેલા ભાવના કર્તાપણાને પ્રાપ્ત થાય, અને તે ભાવ તો જ્ઞાનીનો જ્ઞાનમય જ હોય અને અજ્ઞાનીનો અજ્ઞાનમય જ હોય. જ્ઞાનીનો જ્ઞાનમય જ શાને લીધે હોય ? અત્યંત “ઉદિત' - ઉદય પામેલ “વિવિક્ત” - પૃથક કરેલ - ભિન્ન કરેલ અલગ પાડેલ - આત્મખ્યાતિપણાને લીધે - અત્યંતરિતવિધિવત્તાભરધ્ધતિત્વનું - તેમ શાથી કરીને? સમ્યક સ્વ પર વિવેકથી - “સખ્ય વપરવિન | - અજ્ઞાનીનો તે ભાવ અજ્ઞાનમય જ શાને લીધે હોય ? અત્યંત પ્રત્યસ્તમિત’ - અસ્ત પામી ગયેલ - આથમી ગયેલ “વિવિક્ત” - પૃથક - ભિન્ન - અલગ આત્મખ્યાતિપણાને લીધે. તેમ શાથી કરીને ? એમ ઉપરમાં કહી બતાવ્યું તેમ આ - પ્રત્યક્ષ અનુભવાતો આત્મા “સ્વયમેવ - બીજ કોઈની પ્રેરણા વિના આપોઆપ જ “પરિણામસ્વભાવી' - પરિણામ સ્વભાવવાળો છે આત્મા જે જ ભાવ આત્માનો અને એમ “પરિણામ સ્વભાવી હોઈ તે યવ ભાવમત્મિનઃ રતિ - જે જ કરે છે, તેનો તે કર્તા ભાવ આત્માનો કરે છે, તે જ “કર્મતા પામતા” - કર્મપણું પામતા ભાવનું કિર્તાપણું તે પામે, “તર્થવ શર્મતાપમાનય ર્વત્વમાપત’ | - અર્થાતુ જે ભાવ - પરિણામ આત્મા આત્માનો કરે છે, તે જ ભાવનો તે કર્તા હોય છે અને તે ભાવ તેનું કર્મ હોય છે. કારણકે જે કરે છે તે કર્તા છે અને જે કરાય છે - કરવામાં આવે છે તે કર્મ છે – ભાષાશાસ્ત્રના આ સામાન્ય નિયમ પ્રમાણે આત્મા જે ભાવ આત્માનો - પોતાનો કરે છે, તે ભાવનો કરનારો તે કર્તા છે અને જે ભાવ આત્માથી કરવામાં આવે છે, તે ભાવ તે આત્માનું કર્મ - ભાવકર્મ છે, અર્થાત્ આત્મા આ આત્મભાવ રૂપ ભાવકર્મનો કર્તા છે અને આ આત્મભાવ રૂપ ભાવકર્મ આત્માનું કર્મ છે. તેમાં જે જ્ઞાની છે, તેનો તે ભાવ તો - “સમ્યફ સ્વ-પર વિવેકથી અત્યંત ઉદિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે – જ્ઞાનમય જ હોય.” “ તુ જ્ઞાનિના જ્ઞાનમય પ્રવ શાનીનો જાનમય જ ભાવ: સ્થાન | . અર્થાત જે જ્ઞાની છે તેને સમ્યકપણે - યથાર્થપણે - જેમ છે તેમ પરસ્પર વિવેક, વિવિક્ત વસ્તુસ્થિતિ પ્રમાણે સ્વ - પરનો વિવેક ઉપજ્યો છે, આત્મા-અનાત્માનું ભેદ કાતિ પs જ્ઞાન પ્રગટ્યું છે, એટલે આત્મા સિવાયના બીજા બધા ભાવથી - સમસ્ત પર ભાવથી પૃથક કરેલ - અલગ પાડેલ - વિવિક્ત આત્મખ્યાતિનું તેને અત્યંત ઉદિતપણું વર્તે છે, સર્વ પરભાવથી ભિન્ન એવા એક શુદ્ધ આત્માની અનુભૂતિના ભાનુનું તેને 'ऋजुसूत्रनयस्तत्र कर्तृतां तस्य मन्यते । વર્ષ ખત્યાત્નિ વં ચં નવં પા પા ” - શ્રી યશોવિજયજી કૃત અ.સા. આ.નિ. અધિ. ૯૭ ૪૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy