SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ૨. કર્તા-કર્મ અધિકાર કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંક હવે જીવ-અજીવ જ કર્તા કર્મ વેષે પ્રવેશ કરે છે : “ચિત હું અહીં એક કર્તા, આ કોપાદિ મારૂં કર્મ એવી અજ્ઞોની કત્તકર્મપ્રવૃત્તિને સર્વતઃ શમાવતી જ્ઞાનજ્યોતિની મુક્ત કંઠે સ્તુતિ કરતો અને આગલી ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૪૬) અમૃતચંદ્રજી સંગીત કરે છે. અત્ર (૬૯૭૦) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “જ્યાં લગી આત્મા અને આસ્રવ એ બન્નેનો વિશેષ અંતર (તફાવત) જાણતો નથી. ત્યાં લગી અજ્ઞાની તે જીવ ક્રોધાદિમાં વર્તે છે અને ક્રોધાદિમાં વર્તતાં તેને કર્મનો સંચય હોય છે, એમ જીવનો બંધ નિશ્ચય કરીને સર્વદર્શીઓથી કહેવામાં આવ્યો છે. આ ગાથાનો પરમાર્થ મર્મ “આત્મખ્યાતિ'માં પરમ અદૂભુત તલસ્પર્શી વિવરણ કરતાં અમૃતચંદ્રજીએ કર્તા કર્મ પ્રવૃત્તિનું સમગ્ર તત્ત્વવિજ્ઞાન એક જ સળંગ વાક્ય - સૂત્રમાં ગૂંથેલ અનન્ય સૂત્રાત્મક લાક્ષણિક શૈલીથી નિખુષપણે વિવરી દેખાડી, બંધ પ્રક્રિયાનું સમસ્ત તત્ત્વ સર્વસ્વ સમર્પક રહસ્ય પ્રસ્તુટ કર્યું છે અને ડિડિમ નાદથી જાહેર કર્યું છે કે કર્તાકર્મપ્રવૃત્તિનું મૂળ અજ્ઞાન જ. આ અજ્ઞાનને લીધે જ જીવ ક્રોધાદિ પરિણામરૂપ ભાવકર્મ કરે છે અને જીવના આ અજ્ઞાનજન્ય ક્રોધાદિ પરિણામરૂપ ભાવકર્મને લીધે જ જીવને પૌગલિક કર્મબંધ દ્વવ્યકર્મ બંધ) થાય છે. આ “આત્મખ્યાતિને અનુસરી - અનુવદી સર્વ ભાવ આ ગ્રંથમાં સર્વત્ર આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં સ્પષ્ટ વિવેચ્યો છે. આ કર્તાકર્મપ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે ? તેનો ખુલાસો (૭૧)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યો છે - જ્યારે આ જીવને આત્માનો અને આગ્નવોનો વિશેષાંતર જ્ઞાત હોય છે, ત્યારે તેને બંધ નથી હોતો.” આનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્કુટ વિવર્યો છે - “અહીં નિશ્ચયે સ્વભાવમાત્ર વસ્તુ છે અને સ્વનું ભવન સ્વભાવ, તેથી જ્ઞાનનું ભવન નિશ્ચયે કરીને આત્મા, ક્રોધાદિનું ભવન તે ક્રોધાદિ "" એમ આત્માનું અને ક્રોધાદિનું નિશ્ચય કરીને એકવસ્તુત્વ નથી, એવા પ્રકારે આત્મા, આત્માના અને આસવોના વિશેષદર્શનથી જ્યારે ભેદ જાણે છે, ત્યારે એની અનાદિ પણ અજ્ઞાના (અજ્ઞાનજન્ય) કર્ણ કર્મ પ્રવૃત્તિ નિવર્તે છે અને તેની નિવૃત્તિ થયે અજ્ઞાનનિમિત્ત પુગલદ્રવ્યકર્મબંધ પણ નિવર્તે છે, તથા તેમ સતે જ્ઞાનમાત્ર થકી જ બંધનિરોધ સિદ્ધ થાય.’ જ્ઞાનમાત્ર થકી જ બંધ નિરોધ કેમ ? તેનું સ્પષ્ટીકરણ (૭૨)મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - આશ્રવોનું અશુચિત્વ અને વિપરીત ભાવ અને દુઃખના કારણો જાણીને જીવ તેમાંથી નિવૃત્તિ કરે છે.” આનું વિવરણ “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ પ્રકાર્યું છે - “જલમાં સેવાલ જેમ • આઝવો નિશ્ચયે - અશુચિઓ, ભગવાન આત્મા તો અત્યંત શુચિ જ. ** અન્યસ્વભાવો નિશ્ચય કરીને આસવો, ભગવાન આત્મા તો અનન્ય સ્વભાવ જ. આગ્નવો નિશ્ચય કરીને દુઃખના કારણો, ભગવાન આત્મા તો નિત્યમેવ અનાકુલત્વ સ્વભાવથી અકાર્ય કારણપણાને લીધે દુઃખનું અકારણ, - એમ વિશેષદર્શનથી જ્યારે જ આત્મા- આમ્રવનો ભેદ જણે છે, ત્યારે જ ક્રોધાદિ આસ્રવોમાંથી નિવર્સે છે. તેઓમાંથી (આસવોમાંથી) અનિવર્તમાનને તેના પારમાર્થિક ભેદજ્ઞાનની અસિદ્ધિ છે માટે. તેથી કરીને ક્રોધાદિ આગ્નવ નિવૃત્તિથી અવિનાભાવી એવા જ્ઞાનમાત્ર થકી જ અજ્ઞાનજન્ય પૌગલિક કર્મનો બંધનિરોધ સિદ્ધ થાય.” ઈ. આમ ભગવતી “આત્મખ્યાતિ'માં જે કહ્યું તેની પરિપુષ્ટિરૂપ - સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૪૭) આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - “પરપરણતિને છોડતું અને ભેદવાદોને ખંડતું એવા આ ઉચંડ અખંડ જ્ઞાન ઉચ્ચપણે ઉદિત છે, તો અહીં કર્તાકર્મપ્રવૃત્તિને અવકાશ કેમ હોય વાર ? વા પૌગલિક કર્મબંધ કેમ હોય વારુ.” કયા વિધિથી આ આસ્રવોથી નિવર્તે છે ? એ અત્ર (૭૩)મી ગાથામાં આચાર્યજીએ પ્રદર્શિત કર્યો છે - “હું એક નિશ્ચયે શુદ્ધ, નિર્મમત, જ્ઞાન-દર્શન સમગ્ર છું, તેમાં સ્થિત, તચિત્તવાળો હું આ સર્વને (ક્રોધાદિ આગ્નવોને) ક્ષય પમાડું છું.' - આ અદૂભુત ગાથાની અદ્દભુત વ્યાખ્યા અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં પ્રકાશી છે. આ લેખકે “અમૃત જ્યોતિ’ મહાભાષ્યમાં વિસ્તારથી વિવરી છે. ૭૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy